ટેમ્પો સહીત 52 લાખનો મુદામાલ કબ્જે : ચારની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં દારૂની હેરાફેરી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ વિશેષ વોચ રાખી રહી છે ત્યારે એસએમસીએ ગઈકાલે રાત્રે વડોદરાના કપૂરાઈ પોલીસ મથકની હદમાંથી 44.93 લાખની કિંમતનો 8231 બોટલ દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે પોલીસે 51,93,312 રૂપિયાનો મુદામાલ કબ્જે કર ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.સ્ટેટ મોનિટરિંગ સેલની ટિમ વડોદરા નેશનલ હાઇવે નં.48 ઉપર પેટ્રોલિંગમાં હતી દરમિયાન પીએસઆઈ આર જી વસાવા અને તેમની ટીમને બાતમી મળી હતી કે કપુરાઈ ચાર રસ્તા નજીક આવેલ વિસ્ટેરીયા હાઇટ્સ નામની સોસાયટી પાસે વિદેશી દારૂનો જથ્થો ભરેલો બંધ બોડીનો પિકઅપ ટેમ્પો પાર્ક કરેલો પડ્યો છે આ માહિતી આધારે દરોડો પાડી બાતમી મુજબના ટેમ્પોને કોર્ડન કરી જડતી લેતા ટેમ્પોમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
- Advertisement -
જેથી પોલીસે રૂ.44,93,312ની કિંમતની દારૂની નાની મોટી 8231 બોટલ અને ટેમ્પો સહિત કુલ રૂ.51,93,312નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે ગાડી માલિક તથા ચાલક, દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહીત ચાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ સહિતની કલમો હેઠળ કપુરાઈ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી શોધખોળ શરુ કરી હતી.



