3 મિનિટ બાદ ગ્રીન સિગ્નલ થાય ત્યારે સમસ્યા વધુ વકરે છે અને રેડ સિગ્નલ થયા બાદ પણ લોકો વાહન ચલાવે છે
ટ્રાફિક પોલીસે આયોજન અને સંકલન કરી રેડ સિગ્નલનો ટાઈમ ઘટાડવો જોઈએ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં હાલ ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. વરસાદના લીધે રોડ-રસ્તા ધોવાઈ ગયા છે. ઉપરથી 150 ફૂટ રીંગ રોડ ટ્રાફિક સિગ્નલમાં 3 મિનિટ એટલે કે 180 સેક્ધડનું રેડ સિગ્નલ. જેનાથી વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા છે.
બિગ બજાર, ઈન્દિરા સર્કલ, રાજનગર ચોક પાસે 180 સેક્ધડના રેડ સિગ્નલ હોય છે. ત્યાં એટલી હદે ટ્રાફિક થાય છે કે, બે વખત સિગ્નલ થયા બાદ વાહનોનો વારો આવે છે. એમાં પણ રેડ સિગ્નલ હોય ત્યારે ટુ વ્હીલર અને રીક્ષા ચાલકો ડાબી બાજુથી આગળ ઉભા રહે છે જેથી ડાબી બાજુએ જનારા વાહનોને મુશ્કેલી સર્જાય છે ટ્રાફિક પોલીસ અને મનપા તંત્રના સંકલનના અભાવના લીધે વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. ટ્રાફિક સિગ્નલમાં વધુ ઉભુ ન રહેવું પડે તે માટે સાયકલ ટ્રેક તથા ફૂટપાથ ઉપર ગાડી ચલાવી આગળ નીકળી જાય છે. એમાં પણ મહાપાલિકા અને ટ્રાફિક પોલીસે નવા 8 સ્થળો પર સિગ્નલ મુકવાની યોજના બનાવી છે.



