ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામમાં પોલીસે દારૂની રેડ દરમિયાન મોટી સફળતા મેળવી છે. સરકારી ગોડાઉન પાસે આવેલી વાડાની ઓરડીમાંથી પોલીસે ₹2.52 લાખની કિંમતની 180 દારૂની બોટલ જપ્ત કરી છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કિશનભાઈ ખાદાના કબજાવાળી ઓરડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દારૂની બોટલો ઉપરાંત ₹10 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ ₹2.62 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
- Advertisement -
પોલીસે 29 વર્ષીય કિશનભાઈ આઇદાનભાઈ ખાદાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન મોરબી નિવાસી શક્તિભાઈ બોરીચાનું નામ પણ સામે આવ્યું છે. માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ બીજા આરોપીની ધરપકડ માટે તપાસ કરી રહી છે.



