ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાલાજી હનુમાનજી મંદિર મુકામે આજે શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજને ગુલાબના શણગાર સાથે ભવ્ય ડ્રાયફુટના અન્નકુટ દર્શનનો લાભ લઇ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરના મહંત વિવેકસાગર દાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિરના મહંત રાધારમણદાસજી સ્વામી, કોઠારી મુનિવત્સલ સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને આજના શણગાર તથા અન્નકૂટ કરવામાં આવ્યા છે. આજની સંધ્યા આરતીમાં હજારો ભક્તો દાદાના શરણે પધારશે અને દાદાના દિવ્ય અલૌકિક દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરશે.



