ચેકની રકમનો ડબલ દંડ ફરમાવતો ટ્રાયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રહેવાસી ભરતભાઈ નાગજીભાઈ તળાવિયાએ સિદ્ધાર્થ ઓટો જંકશનના માલીક નિખિલ દયાળજી પુજારા તથા અભિષેક ઉર્ફે આનંદ નિખિલ પુજારા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી અને આરોપી નિખિલ પુજારાએ ફરીયાદી પાસેથી લીધેલ રકમ પરત ચુકવવા આપેલ બોંતેર-બોંતેર લાખના બે ચેકો પણ રિટર્ન થતા તે સબંધે ફરીયાદી ભરત તળાવીયાએ આરોપી નિખિલ પુજારા વિરૂદ્ધ બંને ચેકો રીટર્ન સબંધે બે ફરીયાદો દાખલ કરી હતી જે કેસો ચાલી જતા ટ્રાયલ કોર્ટે બંને કેસોમાં આરોપીને બે-બે વર્ષની સજા અને ચેકની રકમનો ડબલ દંડ ફરમાવતો ઐતિહાસિક ચુકાદો સૌ પ્રથમ રાજકોટની ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. કેસની હકીકત જોઈએ તો, બેન્કે એક્વાયર કરેલ પ્રોપર્ટી 16.5 કરોડમાં અપાવી દેવા વિશ્વાસમાં લઈ રૂપિયા દોઢ કરોડ ફરિયાદી પાસેથી મેળવી 20 દિવસમાં કામ પૂર્ણ કરવા વચન આપી કામ પૂર્ણ ન કરી રકમની ઉઘરાણી કરતા લક્ષ્મી વિલાસ બેન્કનો બનાવટી લેટર આપી અને લેણી રકમ ચુકવવા ચેક આપી ફરીયાદી પાસેથી બેન્ક સાથે વ્યવહાર કરવા લીધેલા કોરા સહી સિક્કાવાળા લેટરપેડમાં રકમ ચુકવાઈ ગયેલનું ફોર્જ લખાણ લખી ફોર્જરી આચર્યા સબંધેની રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેડક રોડ ઉપરના રહેવાસી ભરતભાઈ નાગજીભાઈ તળાવિયાએ સિધ્ધાર્થ ઓટો જંકશનના માલીક નિખિલ દયાળજી પુજારા તથા અભિષેક ઉર્ફે આનંદ નિખિલ પુજારા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
- Advertisement -
ટ્રાયલ કોર્ટ સમલની ચાલુ ટ્રાયલ દરમિયાન આરોપી તરફેથી કુલ 12 રીવીઝન અરજીઓ કરી નામદાર હાઈકોર્ટ સુધી ખેલાયેલ કાનુની જંગવાળા સૌરાષ્ટ્રના ચર્ચાસ્પદ 1 કરોડ 44 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી નિખીલ પુજારાને 4 વર્ષની કેદ સાથે ચેકની રકમનો ડબલ 2 કરોડ 88 લાખનો દંડ ફટકારવામાં આવેલ હુકમો સામે નિખીલ દયાળજી પુજારાએ રાજકોટની સેશન્સ અદાલતમાં દાખલ કરેલી બંને અપીલો ચાલી જતા નામદાર સેશન્સ અદાલતે ટ્રાયલ કોર્ટના હુકમો કાયમ રાખી બંને અપીલો નામંજુર કરી આરોપીને એક વીકમાં ટ્રાયલ કોર્ટમાં સરન્ડર થવાનો સીમાચિન્હરૂપ ચુકાદાઓ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં ફરિયાદી રાજકોટના સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા સહિતના રોકાયા હતા.



