જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે હરીયાણાથી દારૂ ભરેલા ટ્રકને ઝડપી પાડયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી તથા ગ્રામ પંચાયતોની ચૂંટણી અનુસંધાને ગેરકાયદે થતી પ્રવૃત્તિ રોકવા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે. જે. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઈ ડી કે સરવૈયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. જૂનાગઢ ભેસાણ ચોકડી પહેલા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવતા અમુક શખ્સોએ બહારના રાજ્યમાંથી ગુજરાતમાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો જી.જે. 15 વાયવાય 64 6 નંબરના ટ્રકમાં છુપાવીને મંગાવ્યો હોવાની અને આ ટ્રક વડાલ તરફથી વાયા જૂનાગઢ થઈ વેરાવળ ખાતે જવાનો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી.
- Advertisement -
જેના પગલે જુના જકાતનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો ટૂંક વડાલ તરફથી આવતા રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ટ્રક મૂકવાને બદલે ભાગવાનો પ્રયાસ કરતા વાહન આડુ નાખી ટ્રકને રોકાવી કોર્ડન કરી હરિયાણાના ઝઝર જિલ્લાના અસૌયા તોડરણ ગામનો 48 વર્ષીષ ટ્રક ડ્રાઇવર અનિલકુમાર મહેન્દ્રસિંગ જાટને પકડી લીધો હતો. ટ્રકની કેબીનમાં તપાસ કરતા કેબીનની અંદર પાછળના ભાગે મઢેલી સીટ હટાવી જોતા ટ્રકની બોગીમાંથી રૂપિયા 60,36,800ની કિંમતના ઇંગ્લિા દારૂની જુદી જુદી બ્રાન્ડની 19.920 બોટલ મળી આવતા દારૂ ટૂંક સહિત રૂપિયા 75,45, 050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂના જથ્થા અંગે ટૂંક ચાલકની પૂછપરછ કરતા યુપીના રાજુએ મનીષ નામના શખ્સ ઓળખાણ કરાવી હતી અને તેના કહેવા મુજબ દારૂ સાથેનો ટ્રક અમદાવાદ નજીકથી લઈ વેરાવળના શખ્સને પહોંચાડવાનો હોવાનું જણાવતા મનીષ તથા વેરાવળ ખાતે દારૂ મંગાવનાર શખ્સ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.