SCA દ્વારા સૌરાષ્ટ્ર પ્રો T-20 લીગની 7 જૂનથી શરૂઆત : ઓપનિંગ સેરેમની સાથે આતશબાજી, ડ્રોન શો થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી 7 જૂનથી 20 જૂન સુધી નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ પ્રો ટી-20 લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પાંચ ટીમો વચ્ચે જંગ જામશે જેમાં અનમોલ કિંગ્સ હાલાર, આર્યન સોરઠ લાયન્સ, ગોહિલવાડ ટાઇટન્સ, ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ અને જેએમડી કચ્છ રાઇડર્સનો સમાવેશ થાય છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષોમાં રમાયેલ મેચમાં દરેક ટીમ વચ્ચે 4-4 મેચ રમાતા હતા. જેમાં આ વખતે 8-8 મેચ રમાડવા નિર્ણય કરવામાં આવ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વધુ મેચ રમવાથી ખેલાડીઓ સારું પર્ફોમન્સ કરી શકશે અને વધુને વધુ સૌરાષ્ટ્રના ખેલાડીઓ ઈંઙક તેમજ ઇન્ડિયા માટે સિલેક્સન પામે તે મુખ્ય હેતુ છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે, આગામી 7 જૂનથી સૌરાષ્ટ્ર પ્રો લીગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે લીગમાં આરિવા સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ કંપનીને મેનેજમેન્ટ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્ર પ્રો લીગનું આયોજન સૌરાષ્ટ્રના ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે જ કરવામાં આવી રહ્યું છે. લીગમાં અનુભવ મેળવી વધુમાં વધુ ક્રિકેટરો રાષ્ટ્રીય સ્તર પર રમે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ લીગમાં અગાઉ બે વખત જ્યારે આયોજન થયું ત્યારે એસોસિએશનને આર્થિક નુકશાન થયું હતું, પરંતુ આ વખતે ફાયદો થશે. આ લીગનું સંપૂર્ણ મેનેજમેન્ટ આરિવા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની કરી રહી છે. આ કંપનીએ ગત વર્ષ બેંગાલ પ્રો ટી-20 લીગ યોજી હતી.
સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગમાં તમામ 125 ખેલાડીઓ સૌરાષ્ટ્રના જ રહેશે અને તેમના કોચ પણ સૌરાષ્ટ્રના જ રહેશે. આ ઉપરાંત એક ટીમે હાલ સાઉથ આફ્રિકના પૂર્વ ક્રિકેટર લાંસ ક્લુઝનરને મેન્ટર તરીકે લાવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જેના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના ખેલાડીઓ વધુ સારી રીતે ક્રિકેટ શીખી શકશે. લીગમાં ભારતીય ક્રિકેટ બોર્ડના ફોર્મેટ મુજબ અંડર 16, 19ના ખેલાડીઓનો સમાવેશ નથી થતો પરંતુ હાલમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી ઈંઙક રમ્યો હતો તેમ કોઈ ખેલાડી સારું પર્ફોમન્સ કરતો હશે તો તેમને એક તક આપવા વિચારીશું. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે તમામ પાંચ ટીમો એક સરખી બેલેન્સ સાથે ડ્રાફ્ટ સિસ્ટમ હોટલ સયાજીમાં યોજાશે.



