ભગવતી ફૂડ ઝોનમાંથી મંચૂરિયન, પનીર અને બાફેલા બટેટા સહિતનો કુલ 10 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો
કુલ 18 કિલો અખાદ્ય જથ્થો કચરાપેટી ભેગોઃ 3,000નો વહીવટી ચાર્જ વસૂલાયો
- Advertisement -
દિવાળીના તહેવારોને અનુલક્ષીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા-ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમે શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી કુલ 27 વેપારી પેઢીઓની આકસ્મિક તપાસ કરી હતી.
આ તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી કુલ 18 કિલો જેટલો વાસી, પડતર અને બિનઆરોગ્યપ્રદ અખાદ્ય ખાદ્યસામગ્રીનો જથ્થો ઝડપી પાડી સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી કરી કુલ ₹7,500/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો તેમજ 7 જેટલી પેઢીઓને હાઇજિન અને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ શંકાસ્પદ જણાતા 14 જેટલા ખાદ્યચીજોના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. લાયસન્સ અને નિયમોના ઉલ્લંઘન બદલ રૈયા રોડ પરના જલારામ ખમણ હાઉસ, લક્ષ્મી નારાયણ સેલ્સ એજન્સી અને જલારામ ફરસાણ તેમજ 150 ફૂટ રીંગ રોડ પરના જય બાલાજી ફૂડ પ્રોડક્ટસ ને નોટિસ આપી પ્રત્યેક પાસેથી રૂ. 500/- નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. પ્રગતિ કોમ્પ્લેક્સ (ગીરીરાજ હોસ્પિટલથી જગન્નાથ ચોક) ખાતે આવેલી શ્રી શક્તિ હોટેલ, જય સરપંચ ચા, ક્રિષ્ના શોપ, જય માતાજી રેસ્ટોરન્ટ અને શ્યામ ક્લિનિક ને ફૂડ લાઇસન્સ બાબતે કડક સૂચના આપી દરેક પાસેથી રૂ. 500/- લેખે વહીવટી ચાર્જ લેવાયો હતો.
- Advertisement -
તહેવારોમાં મોટા પાયે વપરાતા ડ્રાયફ્રૂટ્સ અને મીઠાઈની ગુણવત્તા તપાસવા માટે એપેક્ષ ટ્રેડર્સમાંથી લૂઝ અંજીર અને જશ આલમંડ, રઘુવીર ટ્રેડીંગમાંથી રઘુવીર મુખવાસ, ગોકુલ એજન્સીમાંથી બંસી મુરબ્બા, સાગર ફ્રુટ્સમાંથી કાજુ ફાડા અને કાળી દ્રાક્ષ, શ્રી અશોકવિજય ડેરીફાર્મમાંથી પેંડા અને મલાઈકટ મીઠાઈ, ભગવતી ઇન્ટરનેશનલમાંથી રોસ્ટેડ કાજુ અને કિસમિસ, હિરાર્થ નમકીનમાંથી ડ્રાયફ્રુટ બોલ અને કુકીઝ તથા શ્રીરામ શીંગ & નમકીનમાંથી બ્લેક રેસિન્સ અને ગુલકંદ સહિત કુલ 14 નમૂના લઈ લેબ પૃથ્થકરણ અર્થે મોકલાયા છે. સાથે જ જલારામ રેસ્ટોરન્ટ, ગીરીરાજ હોસ્પિટલ સ્થિત શ્રી આશાપુરા કેટરર્સ, રાજગોલા, બાબા પાન, આઈ શ્રી ખોડીયાર પાન, જય બાલાજી ઘુઘરા અને પટેલ ફરસાણ માર્ટ ખાતે પણ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફૂડ વિભાગની આ આક્રમક કાર્યવાહીથી ભેળસેળિયા અને નિયમભંગ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ડ્રાયફ્રૂટ્સ અને મીઠાઈના 14 નમૂના લેબોરેટરીમાં મોકલાયા
- એપેક્ષ ટ્રેડર્સ (પેડક રોડ): અંજીર (લૂઝ) અને જશ ડ્રાય ફ્રૂટ્સ આલમંડ (પેક્ડ).
- રઘુવીર ટ્રેડીંગ (કુવાડવા રોડ): રઘુવીર ડ્રાય ફ્રૂટ્સ મુખવાસ (પેક્ડ).
- ગોકુલ એજન્સી (કુવાડવા રોડ): બંસી પપૈયાં મુરબ્બા/ટૂટી ફૂટી (પેક્ડ).
- સાગર ફ્રુટ્સ (પરાબજાર): કાજુ ફાડા (લૂઝ) અને કાળી દ્રાક્ષ (લૂઝ).
- શ્રી અશોકવિજય ડેરીફાર્મ (કોઠારીયા રોડ): બટર વેનીલા પેંડા (લૂઝ) અને મલાઈકટ મીઠાઈ (લૂઝ).
- ભગવતી ઇન્ટરનેશનલ (જુબેલી બાગ રોડ): રોસ્ટેડ પેપર કેસ્યુ (લૂઝ)




