સબ રજિસ્ટ્રાર, કચેરી અધિક્ષક, સમાજ કલ્યાણ અધિક્ષક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્ક સુધીની જગ્યાઓ ભરાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE-2) અંતર્ગત 1237 જગ્યાઓ પર મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારોને ઉચ્ચ પગારવાળા પદો મેળવવાની ઉત્તમ તક મળશે. CCE-1 ના પરિણામ બાદ તરત જ જાહેર થયેલી આ ભરતીમાં અગાઉ રહી ગયેલા ઉમેદવારોને ફરી તક મળશે, જેના માટે 5 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2:00 વાગ્યાથી 30 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી OJAS પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. રાજ્ય સરકારના નવા નિયમો મુજબ સચિવાલય અને બિન-સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક તેમજ ઓફિસ આસિસ્ટન્ટ સહિતની વિવિધ કેડર માટે યોજાનારી આ સંયુક્ત પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં લેવાશે, જેમાં પ્રથમ તબક્કે ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, ગણિત અને રીઝનિંગ જેવા વિષયોની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે અને તેમાં લાયક ઠરેલા ઉમેદવારો માટે ગ્રુપ-A હેઠળ વર્ણનાત્મક તેમજ ગ્રુપ-B હેઠળ MCQ આધારિત મુખ્ય (Mains) પરીક્ષા યોજી અંતિમ પસંદગી કરવામાં આવશે. ઉમેદવારો પોતાની કેટેગરી અને શૈક્ષણિક લાયકાત મુજબ સમયમર્યાદામાં અરજી કરી શકે તે માટે મંડળ દ્વારા વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
- Advertisement -
બોક્સ
પસંદગી પ્રક્રિયાનું માળખું (CCE પદ્ધતિ)
- પ્રિલિમિનરી પરીક્ષા: પ્રથમ તબક્કે સ્ક્રીનિંગ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ગણિત તથા રીઝનિંગ જેવા વિષયોનો સમાવેશ થશે.
- મુખ્ય (Mains) પરીક્ષા: પ્રિલિમિનરી પરીક્ષામાં લાયક ઠરેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે. જેમાં ગ્રુપ-A માટે વર્ણનાત્મક અને ગ્રુપ-B માટે MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે.




