ફૂડ ફેસ્ટિવલ, રંગોળી સ્પર્ધા અને ટેબ્લો કાર્નિવલથી રેસકોર્સ ગૂંજી ઊઠશેઃ 6 થી 8 નવેમ્બર દરમિયાન રેસકોર્સમાં રોશનીનો શણગાર
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે તા. ૦૬ નવેમ્બરથી ૦૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન રેસકોર્સ ખાતે ‘રંગ, રોશની અને રાજકોટ દિપાવલી ઉત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત ધનતેરસના શુભ દિવસે, તા. ૦૬-૧૧-૨૦૨૬ (શુક્રવાર)ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્યાતિભવ્ય આતશબાજી અને આકર્ષક લેસર શો યોજાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ શહેરીજનોને આ કાર્યક્રમ નિહાળવા ઉમટી પડવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટે સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, રંગીલા રાજકોટની ઉત્સવપ્રિય ઓળખને અનુરૂપ દિવાળીના પર્વને યાદગાર બનાવવા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ. નેહલ શુક્લ ઉપસ્થિત રહેશે.
કાર્નિવલના મુખ્ય આકર્ષણો:
- Advertisement -
૬ નવેમ્બર (ધનતેરસ): સાંજે 6 કલાકે ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભઃ 7 કલાકે આતશબાજી અને લેસર શો
૭ નવેમ્બર (કાળી ચૌદસ): રંગોળી સ્પર્ધા તેમજ ટેબ્લો કાર્નિવલનું ઉદ્ઘાટન
આતશબાજીમાં અવનવા ફટાકડાનું આકર્ષણ
આ વખતે આકાશમાં રંગબેરંગી નજારો સર્જવા માટે ૨૦૦ કોમેટ, ૨૦૦ માઈન્સ, ૬૦૦ એરિયલ શોટ્સ, ૨૪૦ અને ૧૨૦ મલ્ટિકલર શોટ્સ, મ્યુઝિકલ અને સાયરન શોટ્સ, ૨૦૦ ફૂટ ઊંચો નાયગ્રા ફોલ્સ, પીકોક, પામ ટ્રી, ગોલ્ડન સ્ટાર, અશોક ચક્ર તથા હેપી દિવાળી નેમ બોર્ડ સહિતના વિવિધ ફટાકડાઓ સામેલ કરવામાં આવ્યા છે.




