રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
છરીનો એક જ ઘા જીવલેણ નીવડ્યો : સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો : થોરાળા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ત્રણ હત્યારા ભાણેજને સકંજામાં લઇ તપાસ હાથ ધરી
- Advertisement -
રાજકોટના થોરાળા વિસ્તારના કુબલીયાપરામાં સગા ભાણેજોએ ગઈકાલે પૈસાની લેતી દેતી મુદ્દે મામા ઉપર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મામાએ સારવાર દરમ્યાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે થોરાળા પોલીસે ગઈકાલે ઈજાગ્રસ્ત મામા ચીનાભાઈ હરીભાઈ જાડેજા ઉં.52ની ફરિયાદ પરથી ભાણેજો કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર, વિજયભાઈ રાજેશભાઈ પરમાર, અમીત ઉર્ફે હોજરી રાજેશભાઇ પરમાર સામે ગુનો નોંધ્યો હતો મામાએ અગાઉ ભાણેજ પાસેથી 60 હજાર લીધા હતા તેની ઉઘરાણી કરી હુમલો કર્યો હતો આજે બનાવ હત્યામાં પલટાયો હતો પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકટોના થોરાળા મેઈન રોડ ઉપ્પર કુબલિયાપરાઆમ રહેતા અને મજૂરી કરતા ચીનાભાઈ હરીભાઈ જાડેજાએ ગઈકાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા પત્ની શોભાબેન સાથે રહું છું આજથી સાતેક મહિના પહેલા મારી બિમારીની સારવાર માટે પૈસાની જરૂરત હોવાથી મેં મારા સગા ભાણેજ કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર પાસેથી હાથ ઉછીના રોકડા 60,000 લીધા હતા આ પૈસા મારે આપવાના બાકી હતા અને જેઓ મારી પાસે અવાર-નવાર પૈસા માંગતા હતા જેથી મેં તેઓને કહેલ કે, હાલ મારી પાસે પૈસા નથી. જ્યારે થશે ત્યારે આપી દઈશ દરમિયાન તા.2/11ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે હું કુબલીયાપરા ચંદ્રીકા પાન પાસે હતો ત્યારે આ મારા સગા ભાણેજ કલમેશ ઉર્ફે યોગો તથા તેના બંને ભાઈ વિજય રાજેશભાઈ પરમાર અને અમીત ઉર્ફે હોજરી રાજેશભાઇ પરમાર આ ત્રણેય ભાઇઓ ત્યાં ધસી આવ્યા હતા અને આવીને મને કહેલ કે, અમે તમને 60,000 રૂપીયા આપેલ છે. તે કેમ પાછા આપતા નથી. તેમ કહેતા મેં કહેલ કે, હાલ મારી પાસે પૈસાની સગવડ નથી. સગવડ થશે ત્યારે હું તમારા બધા પૈસા પરત આપી દઇશ. તેમ કહેતા આ ત્રણેય ભાઇઓ મારી સાથે માથાકુટ કરી ઝઘડો કરી અપશબ્દો બોલી મને જેમફાવે તેમ ગડદા પાટુનો માર મારવા લાગેલ. જેથી મને મુંઢ માર વાગેલ અને આ દરમ્યાન કમલેશ ઉર્ફે યોગાએ તેના નેફામાંથી છરી કાઢી મને છરીનો એક ઘા ડાબી સાઈડના પડખામાં મારી દીધેલ હતો મને ઇજા થતા લોહી નીકળવા લાગ્યું હતું ત્યાં મારી દિકરી સીમાબેન વિક્રમભાઈ વીકાણી તથા મારા ભાઈ ધમજીભાઈની દિકરી સરોજ ઉર્ફે કિર્તી મહેશ ઉર્ફે માયકલ તથા મારા પત્ની શોભાબેન વગેરે ત્યાં આવી ગયા હતા જેથી ઝઘડો કરતા ત્રણેય ભાઈઓ ત્યાંથી ભાગી ગયા હતા ત્યાં ઘણા બધા માણસો ભેગા થઇ જતા કોઇએ 108 બોલાવતા એમ્બયુલન્સ આવી જતા મને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ આવ્યા હતા આ ફરિયાદ આધારે થોરાળા પોલીસે ભારતીય ન્યાય સંહીતા (બી.એન.એસ.)ની કલમ – 118(2), 115(2),352, 3(5) તથા જી.પી.એક્ટ કલમ 135 (1) મુજબ ગુનો નોંધ્યો હતો. જોકે ત્યાર બાદ સારવારમાં ચનાભાઈનું મોત નીપજતા બનાવ હવે હત્યામાં પલટાયો છે ભાણેજે મામાની હત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે પોલીસે હત્યા કરી નાસી છૂટેલા ત્રણ હત્યારા ભાણેજોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનેલા ચીનાભાઇ જાડેજા બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં હતાં. તે ચાર બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા હતાં. અન્ય ભાઇ, બહેનોના નામ હંસાબેન, ભરતભાઇ, રેખાબેન, ધમાભાઇ, કારીબેન, ઉષાબેન છે. તેને સંતાનમાં છ દિકરા અને બે દિકરી છે. જેના નામ સીમા, શની, રાધિકા, આકાશ, સંતોષ, રોહિત, રોહન અને રાજેશ છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
વાવડી રોડ પરથી તમંચો અને ખાલી મેગ્ઝીન સાથે કુખ્યાત શખ્સ પકડાયો : હથિયાર મૂળ જામનગરના અને હાલ પોરબંદર રહેતા શખસનું હોવાની કબૂલાત
આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પુનિતનગરના ટાંકા તરફ જવાના રસ્તે વાવડી ગામના ગેટ નજીકથી કુખ્યાત ઠુંડી નામના શખસને દેશી તમંચા સાથે પોલીસે ઝડપી લીધો હતો અને તેના કબજામાંથી એક પિસ્તોલનું મેગ્ઝીન પણ કબજે કર્યું હતું. રાજકોટ એસઓજી પીઆઇ એન બી ચૌધરીની રાહબરીમાં પીએસઆઈ બી વી ચુડાસમાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદિસંપસિહ ચૌહાણ અને યશપાલસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે વાવડી ગેટથી પુનિતના ટાંકા તરફ જવાના રસ્તે, જીઈબી ઓફિસ નજીકથી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા યશ ઉર્ફે ઠુંડી રસિકભાઈ બકરાણિયને ઝડપી લઈ રૂ.5,000ની કિંમતનો 6 ઈંચની લંબાઈ ધરાવતો દેશી બનાવટનો તમંચો તેમજ ખિસ્સામાંથી એક સ્ટીલનું ખાલી મેગ્ઝીન મળી આવ્યું હતું જેથી તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી પૂછતાછ કરતા યશે કબૂલાત કરી હતી કે, તેનો ભાઈ જયદીપ અને કરણ મેર ગોંડલ ચોકડી નજીક કૌશર પાને ગત શનિવારે હતા ત્યારે વિશ્વરાજ જાડેજા કરણ મેરને શોધવા અને ઝઘડો કરવા આવ્યો હતો અને આ સમયે ઝપાઝપી થતાં વિશ્વરાજના નેફામાંથી તમંચો આંચકી લીધો હતો. આ સમયે પિસ્તોલનું મેગ્ઝીન પણ પડી ગયું હતું. ત્યાર બાદ બન્ને પક્ષ વચ્ચે એક-બે દિવસમાં સમાધાન થઇ ગયું હતું. જોકે યશે આ હથિયાર પોતાની પાસે રાખી લીધાનું જણાવ્યું હતું પકડાયેલા શખ્સ સામે મારામારી, ધમકી, દારૂ સહીત 9 ગુના નોંધાઈ ચુક્યા છે.
- Advertisement -
રાજકોટના યોગીનગરમાં પરિણીતાનો આપઘાત, પતિને અન્ય મહિલા સાથે અફેર હોવાનો આક્ષેપ : કારખાનેદાર પતિ અને સાસરિયાઓ ત્રાસ આપતા હતા : બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
રાજકોટના સાધુ વાસણી રોડ પર આવેલા યોગીનગરમાં રહેતાં તરૂણાબેન બેચરભાઈ ભીમાણી ઉ.37એ ગઈકાલે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પતિને બીજી મહિલા સાથેના અફેર બાબતે સમજાવતા મારકૂટ કરતો અને સાસુ, સસરા શારીરિક માનસિક ત્રાસ આપતાં આ પગલું ભર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં યુનિવર્સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ મૃતક તરૂણાબેનના પતિ ગોંડલ રોડ પર શિવમ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લાસ્ટીકનું કારખાનું ચલાવે છે. ૧૪ વર્ષની પુત્રી ધોરણ ૮માં અને ૧૦ વર્ષનો પુત્ર ધોરણ ૪માં અભ્યાસ કરે છે. આજે બપોરે પતિ અને પુત્ર કારખાને હતા અને પુત્રી શાળાએ ગઈ હતી. પાછળથી આ પગલું ભરી લીધું હતું. પુત્રી શાળાએથી ઘરે આવી ત્યારે દરવાજો ખખડાવતાં નહીં ખોલતાં પાડોશીને બોલાવ્યા હતા. ત્યારબાદ ફોન કરી જાણ કરાતાં પતિ બેચરભાઈએ આવી દરવાજો તોડી અંદર જોતા પત્નીને લટકતી હાલતમાં જોઈ તુરંત જ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહનું પીએમ કરાવ્યા બાદ આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. મૃતક તરૂણાબેનના કૌટુંબિક ભાઈ મિલનભાઈ લાલપરાએ જણાવ્યું કે તેના ફઈના પિતા હયાત નથી. પાંચ બહેનમાં ચોથા નંબરના હતા. માતા વાછકપર બેડી ગામે રહેતા મોટા જમાઇની સાથે રહે છે. ફઈના સાસુ સવિતાબેન અને સસરા ગોવિંદભાઈ ધ્રોલના માનસર ગામે રહે છે. પતિ બેચરભાઈને બીજી મહિલા સાથે સંબંધ હોવાથી બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતાં. ફઈ સમજાવવા જતા પતિ મારકૂટ કરતો અને કહેતો કે “તારૂ કોઈ છે નહીં તારાથી કાંઈ નહીં થાય, તારે જે કરવું હોય તે કર’ છેલ્લા દોઢ વર્ષથી શારિરીક માનસિક ત્રાસ આપતો હતો અને સાસુ-સસરા પણ પુત્રનો સાથ આપી મેણાં ટોણાં મારતા હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં BOB બેંકના નામે વીડિયો કોલ કરી નિવૃત્તના ખાતામાંથી ગઠિયાએ 5.29 લાખ ઉપાડી લીધા : ક્રેડિટ કાર્ડના વેરિફિકેશનના બહાને બેંકની વિગતો મેળવી APK ફાઇલ ડાઉનલોડ કરાવી : સાયબરમાં ફરિયાદ
રાજકોટમાં સાયબર ઠગોએ બેંક ઓફ બરોડાના નામે વીડિયો કોલ કરી 75 વર્ષીય નિવૃત્તને નિશાન બનાવ્યા હતા. ક્રેડિટ કાર્ડના વેરિફિકેશનના બહાને બેંક અને ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી ઠગોએ તેમને ખાનગી બેંકની બેંક સિનિયર સિટીઝન પેન્શન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાની વાત કરી APK ફાઈલ મોકલી હતી. આ ફાઇલ ઓપન કર્યા બાદ બે દિવસમાં વૃદ્ધના બેંક ખાતામાંથી અલગ-અલગ છ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.5.29 લાખ ઉપડી ગયા હતા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખસો અને તપાસમાં ખૂલે તેવા બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે રેસકોર્સ રિંગ રોડ પર પોલીવસ્ત્ર ભવન પાસે ક્રેસન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા અકબરઅલી અબ્દુલહુશેન ભારમલ ઉ.75એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત 8 સપ્ટેમ્બરે અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યા બાદ વીડિયો કોલ આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ પોતે બેંક ઓફ બરોડામાંથી બોલતી હોવાનું જણાવી વૃદ્ધે ક્રેડિટ કાર્ડ માટે કરેલી અરજીના વેરિફિકેશનના બહાને બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી હતી. ત્યારબાદ ખાનગી બેંકની બેંક સિનિયર સિટીઝન પેન્શન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા APK ફાઈલ મોકલી હતી, જે વૃદ્ધે ઓપન કરી હતી. ત્યાર બાદ 12 સપ્ટેમ્બરે વૃદ્ધના બેંક ખાતામાંથી રૂ.25 હજાર, રૂ.2 લાખ, રૂ.80 હજાર, રૂ.1 લાખ અને રૂ.20 હજાર મળી કુલ રૂ.4.25 લાખ ઉપડી ગયા હતા. બાદમાં 14 સપ્ટેમ્બરે વધુ રૂ.1.04 લાખ ઉપડી જતાં કુલ રૂ.5.29 લાખની ઠગાઈ થઈ હતી. છેતરપિંડીની જાણ થતાં વૃદ્ધે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી અને બે અલગ-અલગ એક્નોલેજમેન્ટ નંબર મેળવ્યા હતા. જોકે, બાદમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટના કેફેમાં લાયસન્સ વગર હિન્દી ફિલ્મનાં ગીતો વગાડાતાં ગુનો : હેલોવિન નાઈટ અંતર્ગત યોજાયેલી ડીજે પાર્ટીનો વિડીયો ઉતારી લીધો હતો
રાજકોટના ન્યુ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કોકોનટ કાઉન્ટી પાર્ટી લોન્સ સામે કયુરે કેફે બાય મસાલા ડાયરીઝમાં હેલોવિન નાઈટ અંતર્ગત યોજાયેલી ડીજે પાર્ટીમાં મેંજુરી વગર હિન્દી ફિલ્મો વગાડવા અંગે કોપીરાઈટ હેઠળ ગુનો નોંધાયો છે. રાજકોટમાં રહેતા અને જુદા-જુદા મ્યુઝિક લેબલ્સના કોપીરાઈટ ધરાવતી કંપનીના લાયસન્સીંગ ઓફિસર સંજયસિંહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા. ૧૫નાં રોજ કયુરે કેફે બાય મસાલા ડાયરીઝમાં | તા.૩૧ના રોજ હેલાવિન નાઈટના કાર્યક્રમની રિલ્સ જોઈ હતી. જેથી મિત્ર સાથે તે કાર્યક્રમમાં ગયા હતા જેમાં જુદા-જુદા હિન્દી ફિલ્મનાં ગીતો વગાડાયા હતા. આ તમામ ગીતનાં કોપીરાઈટસ તેના કલાયન્ટસ પાસે છે. નિયમ મુજબ આ ગીતો વગાડતા પહેલાં લાયસન્સ પ્રાપ્ત કરવું જરૂરી છે. જેથી કોપીરાઈટનું ઉલ્લંઘન કરી આ ગીતો વગાડાતા કેફે વિરૂધ્ધ રાજકોટ તાલુકા પોલીસમાં કોપીરાઈટ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં તબીબ પતિએ 1.33 કરોડના 880 ગ્રામ સોનાના દાગીના ઓળવી જઈ પત્નીને માર મારી કાઢી મૂકી : તબીબ પતિ સામે છૂટાછેડાની પિટિશન છતાં દાગીના, રોકડ પરત આપવાનો ઈન્કાર કરી દીધો : પોલીસ ફરિયાદ
રાજકોટના નાનામવા મેઇન રોડ પર સત્ય સાંઈ હોસ્પિટલ નજીક આવેલી અક્ષર શ્યામલ વિહાર સોસાયટીમાં રહેતા ડૉક્ટર પતિ વિરુદ્ધ તેમની પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ, મારપીટ અને અંદાજે રૂ.1.33 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સ્ત્રીધન ઓળવી જવાની ગંભીર ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે આ મામલે બી.એન. એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શ્યામલ વિહાર સોસાયટીમાં રહેતા પૂનમબેન દલસુખભાઇ ગિનોયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ દલસુખ ગાંડુભાઈ ગિનોયાનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી પૂનમબેન ના લગ્ન 21 વર્ષ પહેલાં રીતરિવાજ મુજબ મૂળ બાલાપરના અને હાલ રાજકોટમાં પ્રેક્ટિસ કરતા ડૉ. દલસુખ ગાંડુભાઈ ગિનોયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને સંતાનમાં 20 વર્ષનો પુત્ર અને 11 વર્ષની પુત્રી છે. લગ્ન સમયે પૂનમબેનના પિતા તરફથી 880 ગ્રામ સોનું અને 320 ગ્રામ ચાંદીના દાગીના સ્ત્રીધન તરીકે ભેટ આપવામાં આવ્યા હતા. આ તમામ ઘરેણાં રાજકોટ કો-ઓપરેટિવ બેંકની મવડી રોડ શાખામાં આવેલા પતિ-પત્નીના લોકરમાં રખાયા હતા. પરિણીતાનો આક્ષેપ છે કે, ગત તા.8-01-2024 અને 19-1-2024ના રોજ તેમના પતિએ લોકર ઓપરેટ કર્યું હતું. ત્યારબાદ તા.1-2-2024ના પતિએ તેમને પોપટપરા ખાતે હોર્સ રાઇડિંગનું ફોર્મ લેવા મોકલી હતી અને ત્યારબાદ ફરિયાદી પૂનમબેન પર શંકા કરી ઘરમાં આવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ફરિયાદી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા ત્યારે પણ પિયર પક્ષની સમજાવટથી ફરિયાદ કરી ન હતી. પતિ કબાટમાંથી રૂ.3.52 લાખની રોકડ પણ ચોરી ગયાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.
ખીરસરા પેલેસ પાસેથી 1.686 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો : ગ્રામ્ય એન્ટી નાર્કોટિસ વિંગ્સનો દરોડો : સુરતથી લાવ્યો હોવાની કબૂલાત
રાજકોટના ખીરસરા પેલેસ પાસેથી 1.686 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સને ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે ઝડપી લઇ 90 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે પકડાયેલ શખ્સ સુરતના રેલ્વે ટ્રેક પાસેથી અજાણ્યા શખ્સ પાસેથી ગાંજો લાવ્યો હોવાની કબૂલાત આપી હતી હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં માદક પદાર્થ વેંચતા કે ખરીદતા શખ્સો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે એન્ટી નાર્કોટીકસ વિંગના ઈન્ચાર્જ પીઆઈ જે. એ.ખાચરની રાહબરીમાં પીએસઆઈ જી.જે.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ લકકીરાજસિંહ જાડેજા, મયુરભાઈ વિરડા મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખીરસરા પેલેસથી મોટાવટા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ દરગાહ પાસે એક શખ્સ પોતાના હાથમાં એક બેગ લઇને શંકાસ્પદ હાલતમાં ઉભો હોય જેથી તે શખ્સને અટકમાં લઇ બેગપેકમાં શુ ભરેલ છે જે બાબતે કડકાઇથી પુછતા તે શખ્સે બેગમાં ગાંજો હોવાનું જણાવું હતું જેથી તેનું નામઠામ પૂછતાં પોતે મૂળ યુપીનો હાલ મેટોડા જીઆઇડીસી ગેઇટ નંબર 3માં હાર્દ મશીન ટુલ્સ નામના કારખાનાની ઓરડીમાં રહેતો સરફરાજ હુસૈન પીર મુહમ્મદ હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી 84300નો 1.686 કી.ગ્રા. ગાંજો, મોબાઈલ સહીત 89300 નો મુદામાલ કબ્જે કરી તેની પુછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તે સુરત રેલ્વે ટ્રેક પાસેથી કોઈ અજાણ્યા શખ્સ પાસેથી ખરીદી કરી આવતો હતો. હાલ પોલીસે ગાંજો ક્યાં સપ્લાય કરવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ યથાવત રાખી છે.
રાજકોટની બે જવેલરી શોપમાંથી 1.43 લાખના દાગીનાની ચોરી કરી મહિલા ગેંગ પલાયન : વેપારીની નજર ચૂકવી હાથફેરો કરનાર અજાણી મહિલા સામે બે ગુના : સોનાનો ચેઇન, નાકના 5 દાણા, નાક-કાનની 2 બાલી અને કાનની બે જોડી બુટી ચોરી લીધી
રાજકોટમાં દિવાળી ટાણે જ તસ્કર ટોળકી સક્રિય થઇ છે બે જવેલરી શોપમાં દાગીના ખરીદવાના બહાને ઘુસી વેપારીની નજર ચુકવી 1.43 લાખના દાગીના ચોરી અજાણી મહિલાઓ નાસી જતા આજી ડેમ પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે. રાજકોટના કોઠારીયામાં રહેતા અને રોલેક્ષ રોડ લીલાવતી કોમ્યુનીટી હોલની સામે વેરાઈ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા કાર્તીકભાઈ રાજેશભાઈ વઘાસીયા નામના વેપારીએ આજી ડેમ પોલીસમાં ત્રણ અજાણી મહિલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 19 તારીખે સાંજે 3 અજાણી સ્ત્રી સોનાના વસ્તુની ખરીદી કરવા આવી હતી અને સોનાની લેડીસ રીંગ, નાકની બાલી, લેડીસ ચેઈન લેવાનુ જણાવતા મે આ બધી વસ્તુ દેખાડી હતી અને આ બધી જોઈને તેમને પસંદ નથી તેવું જણાવીને જતી રહી હતી બાદમાં આ બધી વસ્તુ જોઈ તપાસી પરત મુકતો હતો ત્યારે તેમાથી ગળામાં પહેરવાનો એક લેડીસ ચેઈન ન હતો સોનાનો લેડીસ ચેઈન 55 હજારનો 4 ગ્રામનો મળી આવેલ નહિં જેથી સી.સી.ટી.વી ચેક કરતા ખરીદી કરવા આવેલ અજાણી સ્ત્રીઓમાંથી એક સ્ત્રીએ નજર ચુકવી સોનાનો લેડીસ ચેઈન ચોરી લીધો હોય તેવું જોવા મળતા ફરિયાદ નોંધાવી હતી જયારે મૂળ બાબરાના હાલ કોઠારીયામાં રહેતા અને રોલેક્ષ રોડ પર દેવમ જવેલર્સ નામની દુકાન ચલાવતા ચિરાગભાઈ વલ્લભભાઈ રામાણીએ બે અજાણી સ્ત્રી સામે 88,292ના દાગીનાની ચોરી અંગે આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયળમાં જણાવ્યું હતું કે ગત 3 તારીખે સાંજે બે અજાણી સ્ત્રી સોનાના વસ્તુની ખરીદી કરવા આવી હતી અને સોનાની નાકમાં પહેરવાની ચુંક બાલી તથા કાનમા પહેરવાની બુટી લેવા છે તેવું કહેતા મેં અલગ- અલગ વસ્તુ દેખાડી હતી જેમાંથી એક સોનાના દાણાની ખરીદી કરી હતી અને બાકીની વસ્તુ પસંદ નથી તેવું જણાવીને જતા રહ્યા હતા બાદમાં આ બધી વસ્તુ હું જોઈ તપાસી પરત મુકતો હતો ત્યારે તેમાથી નાકમાં પહેરવાના 5 દાણા, નાક-કાનમાં પહેરવાની 2 બાલી અને કાનમાં પહેરવાની બુટી બે જોડી ન હતા જે કુલ સોનાની 88,292ની ગણી શકાય જે મળી આવેલ નહિં અને ત્યાર બાદ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા ખરીદી કરવા આવેલ બે અજાણી સ્ત્રીઓમાંથી એક સ્ત્રીએ મારી નજર ચુકવી સોનાના દાગીના ચોરી લીધા હોય જેથી ફરિયાદ નોંધાવતા પીઆઈ એચ એન પટેલએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉપલેટાના નીલાખા ગામે મગફળીની ફોતરીમાં સંતાડેલો 2.53 લાખનો દારૂ ઝડપી લેતી એલસીબી : કાર સહીત 5 લાખના મુદામાલ સાથે ભાણવડના શખ્સની ધરપકડ : વાડીમાલિક સહીત બેની શોધખોળ
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ગ્રામ્ય એલસીબીની ટીમે ઉપલેટાના નીલાખા ગામે વાડીમાં દરોડો પાડી મગફળીની ફોતરીમાં અને કારમાં સંતાડેલા 2.53 લાખના દારૂ સાથે ભાણવડના શખ્સની ધરપકડ કરી વાડીમાલિક અને માલ આપનાર જામનગરના શખ્સની શોધખોળ હાથ ધરી છે પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહીત 5,08,680 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લામાં દારૂ ઉતારવા સક્રિય બનેલા બુટલેગરો ઉપર ધોંસ બોલાવવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે એલસીબી પીઆઇ જે પી રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે એમ ચાવડા, એચ સી ગોહિલ, આર વી ભીમાણી, પી એન ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બળદોકિયા, મેહુલભાઈ સુવા, અરવિંદસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, કૌશિકભાઈ જોષી, શક્તિસિંહ જાડેજા, મીરલભાઈ ચંદ્રવાડીયા, અબ્દુલભાઇ શેખ સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ઉપલેટાના નીલાખા ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડી મગફળીની ફોતરીમાં અને કારમાં સંતાડેલો 2,53,680 રૂપિયાનો 1812 બોટલ દારૂ ઝડપી લીધો હતો પોલીસે અહીંયાથી મૂળ ભાણવડના હાલ ઉપલેટા રહેતા રોહિત ગોવિંદભાઇ ડાંગરની ધરપકડ કરી પૂછતાછ કરતા વાડીમાલિક લખમણ સિદાભાઈ મકવાણા હોવાનું અને દારૂનો જથ્થો જામનગરના નગા જગાભાઈ કરમુર હોવાનું જણાવતા ગુનો નોંધી દારૂ, કાર, મોબાઈલ સહીત 5,08,680 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.



