પ્રદૂષણ ફેલાવતા ઉધોગોની નોટિસ આપી નામ જાહેર નહીં કરતા વિભાગ સામે શંકા – કુશંકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં નવા ઉધોગો સ્થાપવા પાછળનું હેતુ અહીંના લોકોને બેરોજગારી મળે અને રાજ્યમાં આર્થિક વ્યવસ્થા સુધારે તે માટેનો છે પરંતુ આ ઉધોગોની સાથે અનેક એવા એકમો પણ સ્થપાય છે જેના લીધે કેટલાક અંશે સ્થાનિકોને રોજગારી સાથે આવનારી પેઢીને બરબાદી પણ મળે છે. આ પ્રકારના એકમોમાં મોટાપાયે થતા પ્રદૂષણન લીધે ઉધોગના આસપાસ વસતા નાના મળતા જીવજંતુ અને માનવ જીવન પર પણ બહુ જ મોટી અને નથી અસર દેખાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠેર ઠેર મંજૂરી સાથે ખોલવામાં આવેલા પ્લાયવુડ, પેપર મિલ, બ્રોમિન, મેડિકલ વેસ્ટ રિસાયક્લિન સહિતના ઉધોગોમાં મોટાપાયે થતા હવા અને પાણી અને જમીનના પ્રદૂષણના લીધે સ્થાનિકો હવે જાગૃત પણ થઈ રહ્યા છે. હાલમાં જ ધ્રાંગધ્રાના સોલડી ગામે મેડિકલ વેસ્ટમાંથી રિસાયક્લિન કરતા ઉધોગના પબ્લિક હાયરિંગમાં ગ્રામજનો દ્વારા ઊહાપોહ કર્યો હતો જે બાદ પાટડી પંથકના પેપર મિલમાંથી ઊડતી ઝીણી બારીક ધૂળ ખેતરને નુકશાન કરતું હોવાનું સામે આવ્યું હતું આ પ્રકારે જિલ્લામાં અનેક બાયોકોલના કારખાના અને ઉદ્યોગો પણ પ્રદૂષણ ફેલાવતા હોય છે જેની સામે સુરેન્દ્રનગર જિલ્લાના ગુજરાત પોલ્યુશન વિભાગ કંટ્રોલ શાખા દ્વારા સમયાંતરે નોટિસો તો આપે છે પરંતુ નોટિસ ક્યાં ઉધોગોને આપી અને બાદમાં કામગીરી શું કરવામાં આવી તે અંગેની માહિતી ગુપ્ત રાખી પ્રજા સમક્ષ ન આવે તેની યોગ્ય કાળજી રાખે છે ખરેખર જીપીસીબી દ્વારા ઉધોગોના નામ અને કામગીરી જાહેર ન થાય તે અંગેની કાળજી લેવા કરતા પ્રદૂષણ અટકે તેની કામગીરીમાં રસ લેવો જોઈએ પરંતુ અહીં જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઉધોગોને નોટિસ આપ્યા બાદ શું થયું ? તે અંગે કુલડીમાં ગોળ ભાગ્યો હોય તે પ્રકારે આટોપી લેવાઈ છે. જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કામગીરી સને પણ અનેક શંકા કુશંકા ઊભી થાય છે.



