ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિંછીયાના અજમેર ગામમાં રહેતા ફરિયાદીએ પોતાની સગીર વય 12 વર્ષ 10 માસની પુત્રીને લલચાવી ફોસલાવી ભોગ બનનાર સાથે અવારનવાર બળાત્કાર કરી ફરિયાદીના વાલીપણામાંથી અપહરણ થયા અંગેની ફરિયાદ સુરેન્દ્રનગરના નાનીમોલડી પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 363, 366, 376(2)(જે), 376(2)એન, 376(3) અને પોક્સો એક્ટની કલમ 5(એલ) તથા 6 મુજબની ફરિયાદ નાનીમોલડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી, જે કામે આ કામના આરોપી વિજયભાઈ ઓઘડભાઈ ધરજીયાની પોલીસ દ્વારા તા. 6-5-2022ના રોજ ધરપકડ કરવામાં આવેલી અને કોર્ટ સમક્ષ રજૂ કરતાં આરોપીને તે દિવસથી જેલહવાલે કરવામાં આવેલો અને નામદાર સેશન્સ કોર્ટ (સ્પેશ્યલ પોક્સો અદાલત) સુરેન્દ્રનગરના જજે આરોપીનો કેસ ચાલી જતાં આરોપીને 20 વર્ષની સજા કરવામાં આવેલી, જેની સામે આરોપીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સજાના હુકમ સામે અપીલ કરતાં સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના વિંછીયાના અજમેરમાં રહેતાં ફરિયાદીની દીકરી ભોગ બનનારના માતાએ ગત તા. 5-5-2022ના રોજ સુરેન્દ્રનગરના નાનીમોલડી પોલીસ સ્ટેશનમાં પોતાની 12 વર્ષ 10 માસની પુત્રીને લલચાવી ફોસલાવી ભોગ બનનાર સાથે અવારનવાર બળાત્કાર કરી ફરિયાદીના વાલીપણામાંથી અપહરણ થયા અંગેની ફરિયાદ સુરેન્દ્રનગરના નાનીમોલડી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363, 366, 376(2)(જે), 376(2)એન, 376(3) અને પોક્સો એકેટની કલમ 5(એલ) તથા 6 મુજબની ફરિયાદ નાનીમોલડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. આરોપી વિજયભાઈ ઓઘડભાઈ ધરજીયાને નામદાર અદાલતે કેસ ચાલી જતાં તા. 12-11-2024ના રોજ આરોપીને 20 વર્ષની સજા કરવામાં આવેલી, જેની સામે આરોપીએ પોતાના વકીલ મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સજાના હુકમ સામે અપીલ કરતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ જાદવ તેમજ મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એમ. એસ. પાડલીયા રોકાયેલા હતા.



