સોનાચાંદીના દાગીના તથા 1.50 લાખ રૂપિયા રોકડની ચોરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે જેમાં એક બાદ એક જિલ્લાના તમામ તાલુકા મથકે ચોરીની ઘટનાઓ બનવા પામી રહી છે જેમાં આ વખતે લીંબડી શહેરમાં રહેતા પરિવાર સુરેન્દ્રનગર લગ્ન પ્રસંગે જતા પાછળથી તસ્કરો દ્વારા રહેણાક મકાનને ટાર્ગેટ કરી ખાતર પડ્યું હતું. જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી શિવ શક્તિ સોસાયટી ખાતે રહેતા દાનાભાઈ ખોડાભાઇ પરમાર તથા પરિવારજનો સુરેન્દ્રનગર ખાતે ગત 30 એપ્રિલના રોજ લગ્ન પ્રસંગે ગયા હોય જે પ્રસંગ પૂર્ણ કરી ગત 2 મેના રોજ લીંબડી પોતાના ઘરે પરત ફરતા ઘરમાં જઈ જોયું તો ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો જેથી તપાસ કરતા સીના અને ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા 1.50 લાખ રૂપિયાની ચોરી થઈ હતી જે અંગે લીંબડી પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઘરમાંથી દાગીના અને રોકડ સહિત કુલ 3.37 લાખની મત્તાની ચોરી થઈ હોવાનો ગુન્હો નોંધાવ્યો છે.



