ખનન માફિયાઓના “પરાક્રમ” સામે તંત્રના બે કર્મચારીઓનો “વિ” “શું”
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર જિલ્લાના છેલા ત્રણ દાયકાથી ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનન પર ચોટીલા પ્રાંત અધિકારીએ બ્રેક લગાવી દીધી છે. પરંતુ હજુય કેટલાક વિસ્તારોમાં છાના ખૂણે રાત્રીના અંધારામાં કોલસા ખનનનો ખેલ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં મૂળી પંથકના અસુંદરાળી, ભેટ, વગડીયા, ધોળિયા સહિતના ગામોમાં મોડી રાત્રે કોલસાના કુવાઓ ધમધમી ઉઠે છે.
- Advertisement -
દિવસ દરમિયાન આ કોલસાના કુવામાં ચરખી દ્વારા મજૂરોને ઉતારી બાદમાં ચરખી કાઢી લેવામાં આવે છે અને દિવસ દરમિયાન કૂવામાં શ્રમિકો કોલસો એકઠો કરી રાખે છે જ્યારે સૂર્યાસ્ત થતા જ કૂવા પર ફરીથી ચરખી લગાવી અંદર એકઠો કરેલો કોલસો બહાર કાઢીને વાહન મારફતે હેરફેર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ખનિજ માફિયાઓના આ “પરાક્રમ” સામે તંત્રનો “વી”ચાર “શું” હશે ? તે કોલસાના વહીવટમાં કાળા હાથ કરતા સ્થાનિક તંત્રના બે કર્મચારીઓ જ કહી શકે ! પરંતુ રાત્રીના અંધારામાં થયો આ કોલસાના કરીવારથી એક વાત પાક્કી છે કે ચોટીલા પ્રાંત અધિકારીનો ડર હવે ખનિજ માફિયાઓના હૃદયમાં બેસી ગયો છે. ત્યારે આગામી સમયમાં ચોટીલા પ્રાંત અધિકારી મૂળી પંથકમાં રાત્રીના સમયે થતા આ કોલસાના ખનિજ ચોટી પર ત્રાટકી વધુ એક મેગા દરોડો કરશે તેવી પણ પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે.



