અકસ્માત સર્જનાર સિટી બસમાં પથ્થરમારો કરી, ડ્રાયવરને માર માર્યો હતો
ડ્રાયવરને અમોને કેમ ન સોંપ્યો ? ઍમ્બ્યુલન્સમાં કેમ મોકલી દીધો ? કહી ટોળાંનો હુમલો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગઈકાલે ઇન્દિરા સર્કલ પાસે સીટી બસના ચાલકે સાતેક વાહનોને હડફેટે લઈ ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દિધા હતાં, જે બનાવમાં પોલીસ પર ટપલી દાવ કરનાર ટોળા સામે પણ ગુનો નોંધાયો હતો.
મૂળ ઉપલેટના અને હાલ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતાં અજયભાઈ ભીખાભાઈ ડાભી ઉ.40એ 15થી 20 લોકોના ટોળાં સામે યુની. પોલીસ મથકમાં નોંધાવેલ જણાવ્યું હતું કે, તેઓ પોલીસ વિભાગમાં શહેરમાં વર્ષ 2011 થી ફરજ બજાવે છે. હાલમાં તેમની ફરજ ટ્રાફિક સેકટર – 4 વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા બે દિવસથી મારી ફરજ બજાવે છે ગઈકાલે તે ફરજ પર 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ ઈન્દીરા સર્કલ પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરતા હતા, તે દરમ્યાન સવારના આશરે દસેક વાગ્યાના અરસામાં કોટેચા ચોકથી આકાશવાણી ચોક તરફ જવાનું સિગ્નલ ખુલતા તે બાજુની સાઇડ ઉપર ઉભી ટ્રાફિક નિયમન કરતા હતા. તે દરમ્યાન એક આરએમસીની સીટી બસ 4. ૠઉં-03-ઇણ-0466ની પુરપાટ ઝડપે કોટેચા ચોકથી સિગ્નલ ખુલતા અચાનક આવી જતા બસના ચાલકે રસ્તાના રાહદારીઓ, બાઈક ચાલકો તથા કાર ચાલકો કે જેઓ આગળની સાઈડ યુનિવર્સિટી રોડ તરફ જતા હતા ત્યારે તેઓને અડફેટે લઈ તેઓની ઉપરથી બસ ચલાવી દેતા અચાનક ત્યાં અકસ્માત સર્જાયો હતો જે બનાવ ગંભીર હોય, થોડીક વારમાં જ લોકોના ટોળા ભેગા થઈ જતા તેઓ ટ્રાફિક નિયમન કરી પ્રથમ કોલ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરેલ અને વધુ પોલીસ ફાળવવા જણાવેલ હતું. તેમજ રાહદારીઓમાંથી કોઈએ 108 ને ફોન કરેલ હતો, તેમજ સીટી બસના ચાલકે સાતથી આઠ રાહદારીઓને હડફેટે થઈ લીધેલ હોય, જેથી માણસો તેઓની કાબુ બહાર થતા પ્રથમ તેઓની ફરજ હતી કે, ત્યાં ટોળુ વિખેરવું તેમજ ટોળાને કંટ્રોલ કરવાની કામગીરી દરમ્યાન 15 થી 20 અજાણ્યા માણસોના ટોળાએ છુટા પથ્થરના ઘા મારી કોર્પોરેશનની સીટી બસના કાચ તોડ ફોડ કરવા લાગેલ હતાં.
- Advertisement -
બાદમાં બસનો દરવાજો ખોલી જે ટોળાએ બસના ડ્રાયવરને સીટ ઉપરથી ખેંચીને નીચે ઉતારી રોડ ઉપર માર મારવા લાગતા, તે દરમ્યાન તેઓએ ટોળાની વચ્ચે પડી ટોળાને વિખેરાઈ જવા સુચના કરેલ હતી, તેમ છતા ટોળું વિખેરાયેલ નહી અને માર મારવાનું ચાલુ રાખેલ જેથી તેઓએ ડ્રાઇવરને વધુ મારમાથી છોડાવેલ હતો, ડ્રાયવરને ઈજા થયેલ હોય, જેથી 108 મારફત સરકારી હોસ્પી. ખાતે સારવાર માટે મોકલી આપેલ હતો બાદમાં બીજી 108 આવતા ટોળાને હટવા માટે જણાવેલ અને સાઇડમાં જવાનું કહેતાં ટોળું તેમની ઉપર ઉશ્કેરાઈ ગયેલ અને તે ટોળામાના કેટલાક શખ્સો તેમની સાથે ઝપાઝપી અને ગાળા ગાળી કરી જણાવવા લાગેલા કે, ડ્રાયવરને અમોને કેમ ન સોંપ્યો ? અને એંબ્યુલન્સમાં કેમ મોકલી દીધો ? તેમ કહી ટોળાના માણસો હલ્લા બોલ કરી પોલીસ વાળા ભાઈએ જ બસ ડ્રાયવરને બચાવેલ છે, તેમ કહી કેટલાક શખ્સોએ પોલીસ વાળાને મારો મારો તેમ કહી બુમો પાડવા લાગેલા અને ટોળુ વધુ ઉશ્કેરાઈ ગયેલ હાથાપાઈ કરવા લાગેલા હતાં. ટોળું બેફામ થઈ અને સ્થિતિ કાબુ બહાર જતા ટોળાના માણસો વધુ માર મારવા પ્રયત્ન કરતા સંજોગો વસાત તેઓ ત્યાથી બચવા બીઆરટીએસ રૂટ ઉપર ભાગેલ અને અમુક શખ્સો તેમની પાછળ દોડેલ હતા, જેથી ટોળાના મારથી બચવા કે.કે.વી. પોઈન્ટ ઉપર પહોંચેલ હતા, જે અંગે બનાવની હકીકત ત્યાના ફરજ પરના હાજર કર્મચારીને કરતાં તેઓએ તુરંત બનાવ સ્થળે વધુ પોલીસ ફોર્સ મોકલી આપવા કંટ્રોલમાં જાણ કરેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ફરજમાં રૂકાવટ, સરકારી વાહનમાં તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે આરોપીને પકડવા તજવીજ આદરી હતી.



