ધાર્મિક કાર્યના પત્રિકામાં સનાતન ધર્મને નીચો દર્શાવવા પ્રયાસનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
એક તરફ વીરપુરના જલારામ બાપાના અન્નક્ષેત્ર અંગે વિવાદિત નિવેદન બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સામે રાજ્યભરમાં લોહાણા સમાજ દ્વારા ભારે રોષ વ્યક્ત કરાયો છે તેવામાં હજુ આ પ્રકારના વાણી વિલાસ કરતા સંતો સુધરતા નથી ત્યારે ધ્રાંગધ્રા વજેન્દ્ર વિહાર સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી સમયમાં સત્સંગી જીવન કથા અંગે જાહેર કરેલ કંકોત્રીમાં સનાતન ધર્મને નીચો દેખાડવા ના પ્રયાસ કરાયો હોય તેવા વાક્યનો ઉચ્ચાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ધ્રાંગધ્રાના જોગેશભાઈ ઘેલાણી દ્વારા આ કથાની પત્રિકામાં કરેલ ઉચ્ચારણ બાબતે સ્વામી સામે વિરોધ દર્શાવતા અગાઉ છેક રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી જે બાદ જોગેશભાઈ ઘેલાણી દ્વારા હવે પત્રિકા છપાવનાર આયોજક સ્વામી માફી માંગે તેવી માંગ કરી છે જોગેશભાઈ ઘેલાણી દ્વારા જણાવ્યું હતું કે વજેન્દ્ર વિહાર મંદિરના આયોજક સ્વામી દ્વારા જે પ્રકારે પત્રિકા છપાવી સનાતન ધર્મને નીચું દર્શાવવા માટે ઉચ્ચાર કર્યો છે તે સખી લેવામાં નહીં આવે અને આ બાબતે ક્યારે ટેલીફોનીક ચર્ચા થઈ ત્યારે ભક્તોને આકર્ષવા માટે પત્રિકામાં લખાણ કરાયું હોવાનું સ્વામી દ્વારા જણાવ્યું હતું જે બાબતે સ્પષ્ટ પણે સસ્તી પ્રસિધ્ધિ માટે આ આખોય કરશો ઘડયો હોવાનું જમાવ્યું છે જેથી હવે સ્વામી જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી છે.