ગેરકાયદે ધમધમતી કોલસાની ખાણો માનવભક્ષી સાબિત થઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણોમાં માત્ર ખનીજનો જ નહીં પણ અનેક શ્રમિકોની મોતનો સોદો પણ થવા લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ, સાયલા કે પછી મૂકી પંથકમાં માનવ જીવનની કોઈ અહેમિયત રહી નથી. આ કોલસાની ખાણમાં વારંવાર શ્રમિકો મોતને ભેટે છે અને ખનિજ માફીયાઓ આ મોતનો સોદો મૃતક શ્રમિકોના પરિવાર સાથે કરે છે. સામાન્ય રૂપિયા આપી આખોય મામલો દબાવી દેવાય છે. જ્યારે સામાન્ય રીતે એની વિસ્તારમાં એક કે તેથી વધુ લોકોના મોત થાય ત્યારે આખુંય તંત્ર ધંધે લાગે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂકી અને સાયલા વિસ્તારમાં ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણીના એક નહીં બે નહીં પરંતુ તેનાથી વધુ શ્રમિકો કોલસાની ખાણમાં કામ કરતા હોય ત્યારે ભેખડ ધસી જવાથી મોત પામે છે ત્યાર તેઓને પરિવારનું છેલ્લું પાણી પણ નશીબ થતું નથી. આ તરફ તંત્ર પણ કોલસાનો ગેરકાયદે ધંધો કરતા ખનિજ માફીયાઓ સાથે આખુંય ઓપરેશન પર પડી પરિવારને સર્વના આપવાને બદલે યેનકેન પ્રકારે ડરાવી ધમકાવી રૂપિયાના જોરે પોતાના પરિવારના સભ્યનું મોત કુદરતી રીતે અથવા તો અકસ્માત થયાનું મન મનાવે છે. આ પ્રકારની ઘટના અહીં સામાન્ય નથી કારણ કે જિલ્લામાં ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણમાં ક્યારેક તો આવી ઘટના બને છે અને શ્રમિકોના મોતને લઈને સ્થાનિક તંત્ર પણ મૂંગા મોઢે પોતાનો બદઇરાદો પાર પડે છે. ત્યારે થાનગઢ , મૂળી અને સાયલા પંથકમાં લગભગ બે હજારથી પણ વધુ ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે જેની સામે તંત્ર આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા વારંવાર શ્રમિકોના મોતનો મામલો સામે આવે છે.
- Advertisement -
તંત્રની ઢીલી નીતિ જ શ્રમિકોના મોતનું મુખ્ય કારણ?
થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાં લગભગ બે હજારથી પણ વધુ ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી રહી છે પરંતુ તંત્રના એકપણ અધિકારી ગેરકાયદેસર કોલસાની ખાણને બંધ કરાવવાના નક્કર પગલા ભરતી નથી જેના લીધે વારંવાર શ્રમિકોના મોત થવાની ઘટનાઓ સામે આવે છે.
ખનિજ માફિયાઓની સાથે તંત્રની પણ માનવતા મરી પડી
- Advertisement -
કોલસાની ગેરકાયદેસર ખાણીમાં શ્રમિકોના મોત થતા ખનિજ માફીયાઓ કાયદાના ડરથી મૃતકના પરિવારને રૂપિયાના જોરે મામલો દબાવવા માટે પ્રયત્ન કરે છે પરંતુ અહીં તંત્ર પણ શ્રમિકના મળતું કારણ જાણતા હોવા છતાં પણ સત્ય સામે લાવવાને બદલે ખનિજ માફિયાઓની કાળી કરતૂત પર પડદો ઢાંકવાનું કાર્ય કરે છે.



