દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુકત મંત્રીઓ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ‘જન આશિર્વાદ યાત્રા’ થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા ઘ્વા૨ા ‘જન આશિર્વાદ યાત્રા’ રાજકોટ મહાનગર ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થયો હતો. આ તકે તેઓએ રાજયના પૂર્વ નાણામંત્રી તેમજ કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાના આશિર્વાદ ગ્રહણ કરી ‘જન આશિર્વાદ યાત્રા’નો પ્રારંભ કરેલ હતો. આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડો. ભરત બોઘરા, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
પુરૂષોતમભાઈ રૂપાલાએ ‘જન આશિર્વાદ યાત્રા’ દરમ્યાન કર્ણાટકના પૂર્વ ગર્વનરના આશિર્વાદ ગ્રહણ કર્યા
You Might Also Like
Follow US
Find US on Social Medias


