ભાજપના સુંદર આયોજનથી મંત્રમુગ્ધ થતા શહેરીજનો રાજકોટ મહાનગર ખાતે “જન આશિર્વાદ યાત્રા’માં એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું વિવિધ રૂટ પર શહેર ભાજપ ઘ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ, ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માગદર્શન હેઠળ આ ‘જન આશિર્વાદ યાત્રા’ને સફળ બનાવવા તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, તમામ વોર્ડના પ્રમુખ મહામંત્રી–પ્રભારીઓ, તમામ વોર્ડના કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સદસ્યો, શહેર ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ કાર્યકર્તાઓ, તેમજ શહેર ભાજપના વિવિધ સેલના સંયોજકોએ પણ જહેમત ઉઠાવી હતી. અને ‘જન આશિર્વાદ યાત્રા’ના સમગ્ર રૂટ ઉપર મોરચા અને સેલના કાર્યકર્તાઓ ઘ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું, અને આ ભવ્ય આયોજનમાં પોતાનો સિંહફાળો આપ્યો હતો, અને ‘જન આશિર્વાદ યાત્રા’ના સમગ્ર રૂટ પર સ્ટેજ માઈક ટ્રાફીક વ્યવસ્થા સંકલન સહીતની વ્યવસ્થા સંભાળી હતી.
‘જન આશિર્વાદ યાત્રા’ દરમ્યાન કેન્દ્રીય મંત્રીને વધાવતા મોરચા શ્રેણીના કાર્યકર્તાઓ
You Might Also Like
Follow US
Find US on Social Medias


