ટંકારા પોલીસે આરોપીને દબોચી કાયદાનું ભાન કરાવ્યું
હાથમાં દારૂની બોટલ રાખી ચાલક સીનસપાટા કરતો જોવા મળ્યો, અંતે અકસ્માત સર્જ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
છેલ્લા ઘણા સમયથી સોસીયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો સ્ટંટ કરતા નજરે પડે છે. ક્યારેક બાઇક પર તો ક્યારેક કાર ચલાવીને પોતાની જાતને મહાન દેખાડવાના પ્રયત્ન કરતાં હોય તેવામાં અન્ય લોકોના જીવ પણ જોખમમાં નાખતા જરાપણ અચકાતા નથી હોતા. આવો જ એક કિસ્સો રાજકોટ મોરબી રોડ પર જોવા મળ્યો હતો. જેમાં જાવેદ નામનો એક શખ્સ પોતાની કાર લઈને દારૂની બોટલ હાથમાં રાખી કાર ચલાવી સીન નાખતા અકસ્માત સર્જી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ટંકારા પોલીસના હાથે લાગતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
રાજકોટ-મોરબી હાઇવે રોડ, ઉપર સ્વીફટ કારમાં નશાની હાલતમાં સ્ટંટ કરનાર ઇસમને પકડી પાડી ટંકારા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલીસ સ્ટાફની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના ડેમી ડેમ-02 ના બારનાલા ઉપર સ્વીફ્ટ કાર નંબર-ૠઉં-36-અક-3047ના ચાલકે નશાની હાલતમાં આઇસર ટ્રકના ઠાઠાના ભાગે અકસ્માત કર્યો હતો. જે વાહન ચાલક આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો રજીસ્ટર કરી તપાસ દરમ્યાન જાણવા મળેલ કે વાહન ચાલક આરોપીના કબ્જા વાળી સફેદ કલરની સ્વીફ્ટ કાર જેના રજીસ્ટર નં.ૠઉં-36-અક-3047 રાજકોટ-મોરબી હાઇવે રોડ ઉપર કારમાં નશાની હાલતમાં જોખમી રીતે ચલાવીને રાજકોટ થી મોરબી તરફના હાઇવે રોડ પર સ્ટંટ કરનાર ઇસમ જાવેદ ઇસ્માઇલભાઇ સૈચા (ઉ.વ. 32) રહે. રણછોડનગર સાઇબાબાના મંદિર પાસે મોરબીવાળાને પકડી પડ્યો છે. આ ઘટનાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઇરલ થયેલ હોય જે કાર શોધી કાઢી તેમજ આરોપી વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ-281,324(4) તથા એમ.વી.એકટ કલમ- 177,184, 185,3-181 મુજબ ગુન્હો નોંધી કાયદેરસની કાર્યવાહી હાથ ધરેલ છે.