માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી વિવિધ વોર્ડના કાર્યકર્તાઓએ ઉષ્માભેર સ્વાગત કર્યુઃ રૈયા ચોકડી ખાતે, કેકેવી સર્કલ ખાતે અને ઉમીયા ચોકડી ખાતે વિવિધ વોર્ડના અગ્રણીઓ, વિવિધ મોરચાના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી જવાબદારી સંભાળીઃ તમામ વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા
શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને શહેરીજનોનો ‘જન આશિર્વાદ યાત્રા’ને સફળ બનાવવા બદલ જાહેર આભાર વ્યક્ત કરતા: કમલેશ મિરાણી
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ‘જન આશિર્વાદ યાત્રા’નું રાજકોટ મહાનગર ખાતે ભવ્ય સન્માન થયા બાદ આજે રાજકોટ મહાનગર ખાતે માધાપર ચોકડીથી કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાની ‘જન આશિર્વાદ યાત્રા’નો પ્રારંભ રંગેચંગે પ્રારંભ થયો હતો આ તકે માધાપર ચોકડી ખાતે યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરાયુ હતુ, ફટાકડા, ડીજે બેન્ડ અને દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ, ‘જન આશિર્વાદ યાત્રા’ના સમગ્ર રૂટ રૈયા ચોકડી, કેકેવી સર્કલ અને ઉમીયા ચોકડી ખાતે કાર્યકર્તાઓ, વિવિધ સંસ્થાઓ, શહેરીજનો ધ્વારા ઉમળકાભેર સન્માન કરાયુ હતું. અને ખુલ્લી જીપમાં પુરૂષોતમભાઈ રૂપાલાએ કાર્યકર્તાઓ તેમજ શહેરીજનોનું અભિવાદન ઝીલ્યુ હતું. અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઈક પર સવાર થઈ ઝંડીઝંડા સાથે આ યાત્રામાં જોડાયા હતા અને સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ છવાયો હતો.
આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,મેયર ડો પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા,ભાનુબેન બાબરીયા, રાજુભાઈ ધ્રુવ, રાજુભાઈ બોરીચા, વંદનાબેન ભારાજ, કાશ્મીરાબેન નથવાણી સહીતના ઉપસ્થિત રહયા હતા. આ તકે ધનસુખ ભંડેરી, નિતીન ભારઘ્વાજ, કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, બીનાબેન આચાર્ય ધ્વારા પુરૂષોતમભાઈ રૂપાલાનું બુકે થી સ્વાગત કરાયું હતું.
- Advertisement -
આ તકે પુરૂષોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે જન આશિર્વાદ યાત્રાનો માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જનજન ના આશિર્વાદ પ્રાપ્ત થાય અને નરેન્દ્રભાઈ મોદીનું ભારતને વિશ્વગુરૂ બનાવવાનું સપનુ સાકાર થાય એ માટે પ્રાર્થના કરાશે ત્યારે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી આ ‘જન આશિર્વાદ યાત્રા’ પસાર થઈ હતી અને તમામ વોર્ડના કાર્યકર્તાઓ, શહેર ભાજપના વિવિધ મોરચાના કાર્યકર્તાઓ, સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા, જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રૈયા ચોકડી ખાતે, કેકેવી સર્કલ ખાતે, ઉમીયા ચોકડી ખાતે વિવિધ વોર્ડ ના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વાગત સહીતની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી. ત્યારે કમલેશ મિરાણીએ આ યાત્રાને સફળ અને ભવ્યતમ બનાવવા બદલ શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને શહેરીજનોનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.


