સ્વામિનારાયણ મંદિર સરધાર ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
કોરોનાના કપરા કાળમાંથી આપણે પસાર થયા કોરોના કાળમાં રાજ્ય સરકારની કામગીરીના વખાણ કરી અભિનંદન પાઠવ્યા. કોરોનાના કપરા કાળમાં લોકોને સુરક્ષિત રાખવા જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સારી કામગીરી કરી છે. કોરોનાની શરૂઆતમાં તો આપણી પાસે ટેસ્ટ માટે પણ લેબોરેટરી ન હતી. શરૂઆતમાં માત્ર એક લેબોરેટરી હતી. એની બદલે આજે ૨ હજાર કરતા વધુ લેબ બનાવી શક્યા, પીપીઈ કીટ પણ આજે જોઈએ એટલી બનાવી શકાય છે અને અન્ય દેશને પણ સપ્લાય કરી શકીએ છીએ. આપણી એરલાઈન્સે એર ઇન્ડિયાના સંચાલકોએ ૧૦૦ કરતા વધુ દેશોમાં જીવન રક્ષક દવાઓ પહોચાડવાનું પરાક્રમ કર્યું છે. આ કારણે દુનિયામાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવી શાખ ઉભી કરી કે સંકટ સમયે માત્ર ભારત જ મદદ કરી શકે તેવી છાપ ઉભી થઇ અને ગલ્ફ જેવા દેશોએ આપણને ઓક્સીજનની જરૂરીયાત હતી ત્યારે આપણા દેશને મદદ કરી.
ગુજરાતમાં ૪ કરોડ થી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સમગ્ર દેશની અંદર ૫૫ કરોડના આંકડાને આંબી ગયા છે. વિરોધીઓની ટીકા કરવામાં મને રસ નથી અને લોકોને અપીલ કરી કે જેમણે પણ હજી રસી ન લીધી હોય તે કોરોના સામેની રસી વહેલાસર લઇ લે અને મારું સૌભાગ્ય છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં કામ કરવાનો અવસર મળ્યો છે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સર્વે સમાજને સાથે રાખી આપણને સૌને સાથે રાખી ગુજરાતનો અવાજ મજબુત કરવાની તક આપી છે.
- Advertisement -
આ જન આશીર્વાદ યાત્રાને પ્રજાજનોએ ખુબ આવકારી અને સફળ પ્રતિસાદ આપ્યો. ભારતીય જનારા પાર્ટીના સંગઠન અને સરકારના સમન્વયથી કોરોનાની કપરી પરિસ્થિતિમાં જે રીતે પ્રજાના સેવાકીય કાર્યો કરવામાં આવ્યા તે બદલ પ્રજાજનોએ આશીર્વાદ આપ્યા અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનો સાથ આપવાનું વચન પણ આપ્યું,
તારીખ ૧૯ ઓગષ્ટ,૨૦૨૧નના રોજ ઊંઝા ઉમિયા માતાના મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો.
જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધીમાં યાત્રાઓનું અનોખું યોગદાન રહ્યું છે. મુરલી મનોહર જોશીની “એકતા યાત્રા” તેમજ શ્રી લાલ કૃષ્ણ અડવાણીજી “રથયાત્રા” આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની “સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા” જેવી અનેક યાત્રાઓ થકી ચેહરાને સ્થાન આપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી યુવા તેમજ સાચા જન સેવકને પ્રજાની સેવા કરવાનો એક અનેરો અવસર આપ્યો છે.
નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા છે અને ભારતની પ્રતિષ્ઠાને વિશ્વમાં પ્રસ્થાપિત કરી રહ્યા છે તે આપણા સૌ માટે ગૌરવ અને આનંદનો વિષય છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારે ૩૭૦ની કલમ રદ કરી. કાશ્મીરની અંદરની પરિસ્થિતિનો સામનો કરવા જે પ્રયાસો થયા, ભારતની સુરક્ષાને લઈ જે નિર્ણયો થયા, આપણી સૈન્યનું મનોબળ વધારવા જે નિર્ણયો થયા આવા અસંખ્ય નિર્ણયો રાજકીય ઈચ્છાશક્તિને કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યા.
- Advertisement -
mspઅંગેનો નિર્ણય પણ સરકારે કર્યો અને msp રાજ્ય સરકાર સાથે મળી છેવાડાના ખેડૂત સુધી પહોચે તેવા પ્રયાસો થયા છે. ખેડૂતોને મજબુત કરવા અને તેમની જિંદગીમાં સુધારા આવે તે માટે કેટલીક યોજનાઓ સરકારે જાહેર કરી છે. જેમાં સુજ્જ્લામ સુફલામ અંગે થતા ફાયદા જણાવ્યા હતા. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૦ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેતીને મજબુત કરવા ઘણા કામો કર્યા છે. ખેડૂતોને કેસીસી મળે છે. ખેડૂતો પહેલા ૧૮ ટકા વ્યાજે પાક ધિરાણ લેતા હતા. અને આજે ગુજરાતના ખેડૂતને ૦ ટકે પાક ધિરાણ મળે છે. તેના માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર માન્યો, સાથે પશુપાલકોને પણ ખેડૂતોની જેમ કેસીસી મળે છે. જે ગુજરાત સહીત દેશના પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય છે. ખેતી પછી પશુપાલક ક્ષેત્રે વધુ રોજગારી મળી રહે છે સાથે મસ્ત્ય પાલકોને પણ કેસીસીનો લાભ મળે છે. સમુદ્ર ખેડૂતોને પણ હવે કેસીસી લાભ મળે તેવો નિર્ણય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. અને આની અસર ગ્રામ્ય જીવન ઉપર થવાની છે. અને આ યોજનાને છેવાડાના માનવી સુધી લઇ જવાની છે તેનો આગ્રહ કર્યો.


