ઉપલેટામાં દબાદબાભેર“જન આશીર્વાદ યાત્રા”નું સ્વાગત તમામ સમાજને વર્ગના પ્રતિનિધિઓ દ્વારા મનસુખભાઈ માંડવીયાનું અદકેરું સન્માન.
- ઉપલેટાખાતે“જન આશીર્વાદ યાત્રા” પહોચી ત્યારે તમામ સમાજ, વર્ગ, જ્ઞાતિઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજીનું દબદબાભેર સ્વાગત કરી સન્માન કરાયું હતું.
- આ“જન આશીર્વાદ યાત્રા”માંઉપલેટા ખાતે યોજાયેલ જન સભામાં સાથે ઉપસ્થિત રહેલ સર્વ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશકિસાન મોરચા પ્રમુખ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, જીલ્લા દૂધ દેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડિયા સહીતના જીલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.
- મનસુખભાઈ માંડવીયાએ ઉપલેટા ખાતે પ્રાસંગિક ઉદબોધનમાં એવું જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી“સર્વજન હિતાય”ના સૂત્રને સાથે લઇ ચાલતો પક્ષ છે, નવા મંત્રી મંડળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૭ ઓબીસી, ૨૦ એસ.સી.,એસ.ટી., ૧૪ યુવાનો અને ૧૧ જેટલી મહિલાઓને સ્થાન આપી દરેક સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે.
વેપાર, ઉદ્યોગ અને કિસાનો બધા વર્ગ માટે ભારત સરકારે જનતાની સાથે જ ચર્ચા કરી જનતા વચ્ચે રહી વિવિધ યોજના, પેકેજ આપ્યા છે, છતાં વિરોધપક્ષો દ્વારા વિરોધ કરી સંસદની કાર્યવાહી અટકાવવામાં આવે છે, અમે પણ યુપીએ વખતે વિરોધ વ્યક્ત કરતા હતા જ પરંતુ જનતાના હિતમાં થતી ચર્ચાઓમાં અમે ક્યારેય વિરોધ કર્યો નહોતો. CAGનો રીપોર્ટ ખુદ જ્યારે કહેતો હોય કે ક્યાંક ગરબડ થઈ છે ત્યારે અમે એ વખતે વિરોધ વ્યક્ત કર્યો જ હતો.

- કોવીડ-૧૯ જેવી વૈશ્વિક બીમારી સામે અનેક પડકારો વચ્ચે પણ વિશ્વના વિકસિત દેશોની સમાંતર સંશોધનો કરી, દેશમાં જ વેક્સીન બને તેવી ત્વરિત કાર્યવાહીના કારણે આજે આપણો દેશ અન્ય દેશોને પણ વેક્સીન આપી મદદરૂપ થયોછે. બીજી લહેર વખતે જયારે ગંભીર સ્થિતિ સર્જાઈ એ વખતે આ જ દેશો આપણા દેશની મદદે આવ્યા હતા.રેમડીસીવર ઈન્જેકશનની જરૂર પડી ત્યારે એક જ મહિનામાં ૩૦ હજારના રોજના ઉત્પાદન સામે રોજના ૩.૫૦ લાખ ઉત્પાદનની ક્ષમતા જુદા-જુદા પાંચ પ્લાન્ટમાં વધારી દેવાઈ હતી.
- દેશની જનતાની વચ્ચે રહી તેની જરૂરીયાતને સમજીને જ આ બધી યોજના અને આરોગ્યલક્ષી, કૃષિલક્ષી, હાઈ-વે, પાણી, સિંચાઈ વગેરે યોજના લાવીએ છીએ.આજે પણ ચૂંટણી ન હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલગ-અલગ કેન્દ્રીય પ્રધાનોને જનતાની વચ્ચે જઈ જનતા જનાર્દનના આશીર્વાદ મેળવી તેમની જરૂરિયાતો સમજવા“જન આશીર્વાદ” યાત્રા યોજી છે.
- હિન્દુસ્તાનનો ઈતિહાસ પણ ભવ્ય અને ભાતીગળ હતો. જે જળવાઈ રહે તે માટે બે હજાર કરોડ ખર્ચીને પણ લોથલ ઉભું કરવું છે. જ્યાં હજારો વર્ષ પહેલાની માળખાગત સુવિધા, વાણીજ્ય, વ્યાપાર વિગેરેની ઝાંખી કરવાનો જનતા જનાર્દનને લહાવો મળશે.



