રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગોંડલ તથા જેતપુર વિભાગીય કચેરીમાં છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. ૭૯.૧૩ કરોડના ખર્ચે રસ્તા, પુલો અને મકાનના કામો પૂર્ણ કરાયા છે, જેમાં રસ્તાના કામો રૂ.૩૩.૮૮ કરોડના ખર્ચે, પુલોના કામો રૂ.૧૧.૩૦ કરોડના ખર્ચે અને મકાનના કામો રૂ.૩૩.૯૫ કરોડના ખર્ચે પૂર્ણ કરાયા છે.
છેલ્લા બે વર્ષમાં પ્રગતિ હેઠળના કામો જોઇએ તો રસ્તાના કામો રૂ.૨૬૧.૧૦ કરોડના ખર્ચે, પુલોના કામો રૂ.૧૫.૯૦ કરોડના ખર્ચે અને મકાનના કામો રૂ.૨૦.૩૧ કરોડના ખર્ચે થઇ રહયા છે.
- Advertisement -
આ ઉપરાંત હાલના પ્રગતિ હેઠળના કામો જોઇએ તો, રૂ. ૬૦ કરોડના ખર્ચે સીકસ લેન ફલાય ઓવર બ્રીજ/ અંડર પાસ એટ માધાપર જંકશન રાજકોટ- જામનગર રોડ તથા રૂ.૪૦ કરોડના ખર્ચે વાઇડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ ઓફ રાજકોટ- જામગર રાજય ધોરી માર્ગ કિમી ૮/૨૦૦ પાસેથી પરાપીપળિયા- ખંઢેરી- નારણકા રોડ(એઇમ્સ એપ્રોચ રોડ) બની રહયા છે.
રૂ. ૩૫.૩૧ કરોડના ખર્ચે થનારા મહત્વના પ્રગતિ હેઠળના કામો જોઇએ તો ખર્ચે ધોરાજી ઉપલેટા રોડ ભાદર બ્રીજનું કામ, ધોરાજીના મહેસુલી સેવા સદન, વિછિયા તાલુકાના ફુલઝર ગામે તથા આસલપુર ગામે હાઇસ્કુલ બનાવવાનું કામ તેમજ એનસીસી ગ્રુપ હેડ કવાર્ટર એટ રાજકોટના કામોનો સમાવેશ થાય છે. તેમ રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયુ છે.


