ઉદય કાનગડ, જીતુ કોઠારી, ડો. પ્રદિપ ડવ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા.
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ, મહામંત્રી જીતુ કોઠારી, શહેર ભાજપ યુવા મોરચાના અગ્રણી પૃથ્વીરાજસિહ વાળા, હીરેન રાવલ, યુવા મોરચાના મહામંત્રી કિશન ટીલવા સહીતના આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી તા. ૧૯ ઓગષ્ટના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ‘જન આશિર્વાદ યાત્રા’ અંતર્ગત યુવા મોરચાની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કમલેશ મિરાણીએ માર્ગદર્શન આપતા જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રા’ થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે ‘જન આશિર્વાદ યાત્રા’નું શહેર ભાજપ ધ્વારા શાનદાર સ્વાગત થશે ત્યારબાદ રેસકોર્ષ, કીસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ, ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ સમાપન થશે ત્યારે યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ સર્જાશે ત્યારે આ જન આશિર્વાદ યાત્રા અંતગર્ત યુવા મોરચાના કાર્યક્તઓને વિવિધ જવાબદારીઓની સોંપણી કરાઈ હતી.


