પવનદીપને ઈન્ડિયન આઈડલ-12ની ટ્રોફી સાથે રૂા.25 લાખ અને વૈભવી કાર ઈનામમાં મળી.
અરૂણીતા કાંજીલાલ ફર્સ્ટ રનર્સઅપ અને સાયલી કાંબલે સેક્ધડ રનર્સઅપ બની : ખિતાબ મળતા પવનદીપ અને તેના માતા ભાવુક બન્યા: અનેક દાવેદારો શો ભલે ન જીત્યા પરંતુ ગાવાની સોનેરી તક વિવિધ હસ્તીઓ તરફથી મળી
હું એકસાઈટમેન્ટ અને નર્વસતાની મિશ્ર લાગણી અનુભવું છું: પવનદીપ
પવનદીપે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પ્રથમ વખત એવું બન્યું છે કે અમને ફાઈનલમાં સતત 12 કલાક પર્ફોર્મન્સ આપવાનો મોકો મળ્યો છે. હું અત્યારે મિશ્ર લાગણી અનુભવુ છું. હું એકસાઈટેડ અને નર્વસ પણ છું. દર્શકો તરફથી અમને ભરપુર પ્રેમ મળ્યો છે. દર્શકોએ અમને અમારું શ્રેષ્ઠ બતાવવાનો અદભૂત અનુભવ આપ્યો છે. પ્રમાણીકપણે કહું તો મારી જીવનની આ પ્રથમ મહાન યાદગાર પળ છે.

- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશના પોપ્યુલર સિંગીંગ રીયાલીટી શો ‘ઈન્ડીયન આઈડલ-12’ની સીઝનનો અંત આવી ગયો છે અને સૌથી લાંબા ચાલેલા ગ્રાન્ડ ફિનાલેમાં આખરે હિમાચલ પ્રદેશનો બહુમુખી પ્રતિભા ધરાવતો સ્પર્ધક પવનદીપ રાજન ઈન્ડિયન આઈડલ-12 ની સીઝનનો વિજેતા બની ટ્રોફી જીતી ગયો છે.પવનદીપને ઈન્ડિયન આઈડલની ટ્રોફીની સાથે રૂા.25 લાખ અને એક લકઝરીયસ કાર ઈનામમાં મળી છે.
ગ્રાન્ડ ફિનાલેમાં પવનદીપ રાજનની જોરદાર ટકકર અરૂણીતા કાંજીલાલ, મોહમ્મદ દાનીશ, સન્મુખપ્રિયા, નિહાલ તૌરો અને સાયલી કાંબલે સાથે હતી. ઉલ્લેખનીય છે કે શોમાં સન્મુખપ્રિયા છઠ્ઠા નંબરે રહી હતી તેના પછી પાંચમા ક્રમે નિહાલ તૌરો, ચોથા ક્રમે મોહમ્મદ દાનિશ જયારે સાંયલી કાંબલે, સેક્ધડ રનર્સઅપ અરૂણીતા જીતથી એક ડગલુ પાછળ ફર્સ્ટ રનર્સઅપ બની શકી હતી. બીજી બાજુ પવનદીપની જીત પર ઓડીયન્સમાં બેઠેલી તેની મા ખુબજ ભાવુક થઈ ગઈ હતી.
- Advertisement -
પવનદીપની જીત પર જજ અને સંગીતકાર વિશાલ ડડલાનીએ જણાવ્યુ હતું કે જયારે મેં પહેલીવાર આપને સાંભળ્યા ત્યારે જ મને લાગી ગયુ હતું કે આ એક સ્ટાર પફોર્મર છે. આ વર્ષે ફાઈનલ સુધી પહોંચવામાં સ્પર્ધકોને ઘણી મહેનત કરવી પડી હતી. આ બધા પડાવોને પાર કરીને પોતાના પર્ફોમન્સમાં એકાગ્રતા રાખી 6 સીંગરોએ ફાઈનલ માટે દાવેદારી નોંધાવી હતી.એક એકથી ચડિયાતા હોય ઈન્ડિયન આઈડલનાં ફાઈનલમાં પની જગ્યાએ 6 સ્પર્ધકોએ દાવેદારી નોંધાવી હતી. આ વખતે પવનદીપ રાજન, મોહમ્મદ દાનીશ, સન્મુખપ્રિયા, અરૂણીતા કાંજીલાલ અને નિહાલ તૌરો અને સાયલી કાંબલે ફાઈનલ જંગમાં હતા.


