ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ ક્લબ અને એચ. પી. હેતલભાઈ રાજ્યગુરુના સંયુક્ત ઉપક્રમે તા. 1-1-2025ના રોજ જયપુર ફૂટ કેમ્પ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાના ફોટોવાળુ સરકાર માન્ય ઓળખપત્ર આધારકાર્ડ અને ડોક્ટરનું વિકલાંગ સર્ટિફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને એચ.પી. હેતલભાઈ રાજ્યગુરુના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્પ તા. 1-1-2025થી 3-1-2025 સુધી જાન્યુઆરી માસના રોજ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતાં લોકોને તા. 1-1-25 ગુરુવારના રોજ સવારે 8-30 કલાકે સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ ફોન નં. 0281-2457168 ખાતે દર્દીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ એચ.પી. રાજ્યગુરુના હેતલભાઈ રાજ્યગુરુ તથા કમાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને આ કેમ્પ ડો. પ્રવિણભાઈ એલ. રાજ્યગુરુની પુણ્યસ્મૃતિમાં યોજાશે. આ કેમ્પને સફળ બનાવવા જે. કે. સરાઠે તેમજ સરગમ ક્લબના કમિટી મેમ્બર આ કેમ્પમાં રાજસ્થાનના ડોકટરો જગનલાલ ચૌધરી, હેમંત શર્મા, તુફનસિંહ તોમર સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.



