સરકાર ખેડૂત લક્ષી યોજનાઓ લાવી રહી છે ત્યારે તંત્ર દ્વારા ખાતરની અછત સર્જાતા ખેડૂતો વિમાસણમાં
રવિ પાકનાં વાવેતર સમયે DAP ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ધરમના ધક્કા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો ચોમાસુ પાક લઈને હવે શિયાળુ પાક ઘઉંની તૈયારી કરી રહ્યા છે.ખેતરમાં ખેડ કરી ખેતરો ઘઉંના પાક માટે તૈયાર કરી રહ્યા છે.ઘઉંના પાક માટે અત્યંત ઉપયોગી એવું ઉઅઙ ખાતર હાલમાં મળતું નથી. ત્યારે ઘઉંનો પાક કેમ લેવો તેવી વિમાસણમાં ગીરનાં ખેડૂતો પડ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી ખેડૂતોને કુદરતનો માર તો સહન કરવો પડે છે.ઉપરાંત પડ્યા પર પાટું સમાન ખાતરની અછત પણ મૂંઝવણમાં મુકાવી દે છે.ઉઅઙ ખાતર ઘઉંનાં પાક માટે પાયાની જરૂરિયાત છે.દર વર્ષે રવીપાકની સીઝનમાં ખાતરની અછત પ્રવર્તી જ રહે છે.ત્યારે ખેડૂતોના મનમાં પ્રશ્ન ઉદભવે છે કે આવું શા માટે થાય છે..??? કોઈ કાળા બજારીયા ખાતરનો સંગ્રહ કરી રહ્યા છે કે ઉત્પાદન ઓછું છે…? ઈફકો માંથી શા માટે પૂરતા પ્રમાણમાં સપ્લાય મળતી નથી…? ખેડૂતોની માંગ છે કે, ’સરકાર આ બાબતે ખાસ ધ્યાન આપી ઉઅઙ ખાતરની વ્યવસ્થા કરે.



