By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    2 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    3 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    3 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    3 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    4 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    4 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રદ્ધા V/S સંશય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રદ્ધા V/S સંશય
Author

શ્રદ્ધા V/S સંશય

Khaskhabar Editor
Last updated: 2024/09/21 at 4:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

તાજેતરમાં ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી વિધેયક બહુમતીથી પસાર કર્યું, કોઈને નડે એવી શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા એવી વ્યવહારુ વ્યાખ્યા ગુજરાત સરકારે અપનાવી છે

- Advertisement -

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ ઓછું અંતર હોય છે. અનેક અનેક પ્રથાઓ, માન્યતાઓ અને નીતિરીતિઓ આપણે માત્ર ને માત્ર શ્રદ્ધા આધારિત રહીને અપનાવતા હોઈએ છીએ. શ્રીમદ ભગવદગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે શ્રદ્ધાવાનને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.શ્રદ્ધા શબ્દ ભગવદગીતામાં અનેક વાર આવે છે. ભક્તિ શબ્દ પ્રમાણમાં ઓછો આવે છે. શ્રદ્ધા બળવાન છે. સાથે સાથે શ્રીકૃષ્ણ કહે છે કે જેને જ્ઞાન નથી અને શ્રદ્ધા પણ નથી એવો સંશયાત્મા વિનાશ પામે છે. કૃષ્ણ બહુ ટ્રિકથી કહી દે છે કે જો જ્ઞાન હશે તો શ્રદ્ધા નહિ હોય તો પણ ચાલશે. આપણે હવે શ્રદ્ધાથી જ્ઞાન વિજ્ઞાન તરફ પ્રયાણ કરતા લોકો બની ગયા છીએ. બાજરો ખાતા પહેલા એના પોષક તત્વો ગુગલ કરીને નક્કી કરીએ છીએ કે હા યાર બાજરામાં તો બહુ મિનરલ્સ છે.. પણ આપણે આપણા સેંકડો વડવાઓ ઉપર શ્રદ્ધા નથી રાખતા કે એ લોકો બાજરાના રોટલા ખાઈને હાડમારીમા પણ અલમસ્ત રહેતા અને અનેક બાળકો ઉત્પન્ન કરતા. આજે આવા અશ્રદ્ધાવાન યુવાનો નાની વયે હાર્ટ એટેક કે ડિપ્રેશન નો ભોગ બનવા લાગ્યા છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે શ્રદ્ધા ના રાખો , સંશય કરો  ‘કોઈનું કીધેલું ના માની લો’.

આ સૂત્ર આજથી 365 વર્ષ અગાઉ સ્થપાયેલી રોયલ સોસાયટી નામની વટવૃક્ષ સમાન સંસ્થાનું છે. આ સંસ્થા આજની તારીખે એટલી જ કાર્યરત છે અને જગતમાં વિજ્ઞાનનો પ્રસાર પ્રચાર કરવાનું કામ એનું છે . તમે વિજ્ઞાન ઉપર વિશ્વાસ મૂકીને વેક્સીન લઇ લો છો અથવા તો બાજરાના પોષક તત્વો ગુગલ કરો છો એની પાછળ આ સંસ્થાએ કરેલ વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર છે. વિજ્ઞાન સંશયમાં માને છે , વિજ્ઞાન શ્રદ્ધા રાખવાની ના પાડે છે. સત્ય તારવવા માટે વિજ્ઞાન “સાયન્ટીફિક મેથોડોલોજી” નામની એક પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા અંતર્ગત કોઈપણ બાબતને સાયન્સની એરણે સાબિત થવા માટે ગાણિતિક અને પ્રયોગિક એમ બેય રીતે સાબિત થવું પડે. ઝાડ પરથી સફરજન નીચે પડે તે પ્રાયોગિક સાબિતી થઇ કે ગુરુત્વાઆકર્ષણ છે પણ એમ વિજ્ઞાન માને નહીં. ઝાડ ઉપરથી ફળ નીચે પડ્યું એની ગાણિતિક થિયરી પણ આપવી પડે. થિયરી અને પ્રેક્ટિકલ એમ બેય રીતે જયારે કોઈ બાબત ખરી ઉતરે ત્યારે વિજ્ઞાન એને “સિધ્ધાંત” (હફૂ) તરીકે માન્યતા આપે છે, આથી આઈંસ્ટાઈને આપેલી થિયરી હજુ થિયરી છે “લો(હફૂ)” અર્થાત સિદ્ધાંત નથી. કેમકે એની પ્રાયોગિક પુષ્ટિ પૂર્ણ રીતે થવાની બાકી છે. સાયન્ટિફિક મેથોડોલોજી રોયલ સોસાયટીના સ્થાપક સર ફ્રાન્સિસ બેકને આપેલી છે. આજે આપણે શ્રદ્ધાને બદલે વિજ્ઞાનને આધારે નિર્ણય લેતા થવા લાગ્યા છીએ. વિજ્ઞાન આથી ઈશ્વરને સ્પષ્ટ્ રીતે નથી સ્વીકારતું.

કેમકે ઈશ્વરનું અસ્તિત્વ સાયન્ટિફિક મેથોડોલોજી વડે સાબિત કરવું અશક્ય છે. તે ના તો ગાણિતિક રીતે સાબિત થઇ શકે અને ના તો પ્રયોગ કરો એમાં એ(ઈશ્વર) હાજરી પુરાવે. બેય રીતે ઈશ્વરની સાબિતી મળે પછી વિજ્ઞાન ગળું ખોંખારીને ઈશ્વરને પોતાની માન્યતા આપે. પણ એ કદી બને એમ નથી કેમકે ઈશ્વરનું રૂપ અગમ્ય અચિંત્ય છે. આદિ શંકરાચાર્ય કહી ગયા કે ઊટડ વાશ્ર્નટ ડયૃણ ઇમ ઘળરુટ અધ્ઢર્ળીં અર્થાત જેમ હાથીનું વર્ણન અંધ લોકો કરે એમ આપણે આપણી લિમિટેડ ઇન્દ્રિયો વડે ઈશ્વરને પામી શકીએ છીએ.આદિ શંકરાચાર્ય નો કહેવાનો અર્થ એમ કે ઈશ્વરને જાણી કે સમજી શકવું અશક્ય છે. આથી હિન્દૂ સહીત તમામ ધર્મોમાં એ બાબતે એક મત છે કે જો ઈશ્વરને માનો છો તો શ્રદ્ધાપૂર્વક જ માનવું પડશે કેમકે વૈજ્ઞાનિક રીતે ઇશ્વર સાબિત થઇ શકે એમ નથી. પણ એક પ્રોબ્લેમ છે. ઈશ્ર્વર ઉપર શ્રદ્ધા રાખવાની વાત કરવી સહેલી છે પણ ખરેખર શ્રદ્ધા રાખવી અઘરી બાબત છે. માણસ વિપત્તિમાં મુકાય ત્યારે ચિંતા અને ભયથી ગ્રસિત થઇ જાય છે , હવે જો એને ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદધા હોય તો એણે શામાટે ભયભીત કે ચિંતિત થવું જોઈએ?

- Advertisement -

આમ, માણસ ક્યારેય ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી શકતો નથી. માણસ હમેશા શ્રદ્ધા અને સંશય વચ્ચે ક્યાંક ઝૂલતો રહે છે. ઘડીક શ્રદ્ધા રાખે પણ તરતજ સંશયો એને ઘેરી લે છે. મોટાભાગના નાસ્તિકો એટલે જ નાસ્તિક બન્યા હોય છે કે એમને જગતમાં જોવા મળતા દુ:ખ પીડા હિંસા છેતરપીંડી વગેરેને કારણે ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય છે. ભગતસિંહ એક ક્રાંતિકારી હતા જેમણે લખ્યું છે કે આ જગતમાં જે દુ:ખો પીડા અને હિંસાની ભરમાર છે એ જોતા મને નથી લાગતું કે કોઈ ઈશ્વર હોય. જાણીતા બ્રોડકાસ્ટર સર ડેવિડ એટર્નબરો જેમના પ્રકૃતિને લગતા ટીવી પ્રોગ્રામ ખુબ જાણીતા છે એમને પૂછવામાં આવ્યું કે તમે તો પ્રકૃતિના અનેક રંગ જોયા છે , તમે ઈશ્વર ઉપર શ્રદધા રાખતા હશોને ? સર ડેવિડ એટનબરો એ ઉત્તર આપ્યો કે “મેં બહુરંગી પતંગિયા જોયા છે અને આફ્રિકામાં એક દરિદ્ર બાળકની આંખમાં ઘૂસીને એને અંધ બનાવી દેતો કીડો પણ જોયો છે , હું નથી માનતો કે ઈશ્વર હોય કે જે કોઈને અંધ બની જવા દે” જગતમાં જોવા મળતી વિષમતાઓને કારણે શ્રદ્ધા રાખવી અઘરું બનતું જાય છે.આથી ધર્મોએ સ્વર્ગ અને નર્કની , જહન્નમ અને જન્નતની , હેવન અને હેલની કલ્પનાઓ કરી છે. સ્વર્ગ એક એવું સ્થાન હોય જ્યા બધું બરાબર હોય. નકરું સુખ અને આનંદ હોય. કોઈ દુ:ખ કે કોઈ ગમગીની નહી. નર્ક એનાથી વિરુદ્ધ. જૈન શૈવ અને બૌદ્ધ મત કહે છે કે સ્વર્ગ નર્ક માનસિક અવસ્થાઓ છે. ખરેખર સ્વર્ગ કે નર્ક નામના સ્થાન કશે છે નહિ. જાણીતા બહુશ્રુત વિદ્વાન રેને દ કાર્ટે નું એક વાક્ય બહુ જાણીતું છે ” ઈં વિંશક્ષસ , વિંયયિરજ્ઞયિ ઈં ફળ ” અર્થાત “હું વિચારું છું એટલે મારું અસ્તિત્વ છે” . કાર્ટે નો કહેવાનો અર્થ એમ કે હું જ્યારે ઇન્દ્રિયોથી મળતા ડેટા થકી શ્રદ્ધાપૂર્વક એને સાચો માનીને એના પર વિચાર શરુ કરૂ છું ત્યારે જ મારું અસ્તિત્વ પ્રગટ થાય છે. સરકાર જ્યારે રૂપિયા છાપે છે એમાં કોઈ શક્તિ નથી હોતી પણ લોકોએ સરકાર ઉપર મુકેલી શ્રદ્ધા એ રૂપિયાને શક્તિશાળી બનાવે છે.બાકી તે કાગળના પત્તા સિવાય કશું નથી. શ્રદ્ધા મોટું બળ છે. તે કદી નિરાશ નથી કરતી. હા સંશય રાખવો પડે જેથી શ્રદ્ધાના સ્વર્ગની બોર્ડર ક્રોસ કરીને અંધશ્રદ્દધાના નર્કમાં ના પડી જવાય.

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

TAGGED: faith, Faith V/S Skepticism, Skepticism
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તિરૂપતિ મંદિર લાડુ માટે નંદિની બ્રાન્ડ ઘી ખરીદશે
Next Article ગુજરાતી બાળ સાહિત્ય: વો ભી ક્યા દિન થે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?