રાજકોટ જિલ્લાની સીરીઝ એચ.જી.વી.માં GJ03BY –મોટર કારમાં GJ0૩MB અને મોટરસાયકલ પ્રકારના વાહનો માટે GJ03MCના બાકી ગોલ્ડન તેમજ સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન યોજાશે.
રાજકોટ – પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા એચ.જી.વી. પ્રકારના વાહનો માટે GJ03BY મોટર કાર પ્રકારના વાહનો માટે GJ0૩MB સીરીઝના તથા મોટરસાયકલ પ્રકારના વાહનો GJ03MC સીરીઝના તથા અગાઉની બાકી સીરીઝના બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોના ઈ- ઓકશન થી શરુ કરવામાં આવનાર છે. એચ.જી.વી. પ્રકારના વાહનો માટે ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૪૦,૦૦૦ તથા સિલ્વર નંબર માટે રૂ. ૧૫,૦૦૦, મોટરકાર પ્રકારના વાહનો માટે ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૪૦,૦૦૦ તથા સિલ્વર નંબર માટે રૂ. ૧૫,૦૦૦,તેમજ મોટરસાયકલ પ્રકારના વાહનો માટે ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૮,૦૦૦ તથા સિલ્વર નંબર માટે રૂ. ૩૫૦૦ રાખવામાં આવેલ છે.
- Advertisement -
ગોલ્ડન,અને સિલ્વર મેળવવા માટે તા. ૨૭/૦૭/૨૦૨૧ થી તા. ૨૮/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૨૯/૦૭/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી તા.૨૯/૦૭/૨૦૨૧ના સાંજના ૪:૦૦ કલાક સુધી ઓનલાઈન ઈ ઓકશન ચાલુ રહેશે. ઓકસન પૂર્ણ થયે વર્ગીકરણનું લિસ્ટ તા.૨૯/૦૭/૨૦૨૧ ના રોજ નોટિસબોર્ડ પર સાંજે ૪:૧૫ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
ઈ ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ – ૫ માં એ-પેમેન્ટ થી ભરી દેવી તેમજ હરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે. ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.


