રૂ.૬૦ લાખના ખર્ચે જીવાપર-ગુંદાળા(જામ) રોડ અને નાળાના કામો પ્રગતિ હેઠળ
રાજકોટ – જસદણ તાલુકાના જીવાપર ગામે રૂ.૬૦ લાખના ખર્ચે વિકાસ કામો થઇ રહયા છે. જેમાં જીવાપર ગુંદાળા(જામ) રોડ તથા નાળાના કામો પ્રગતિ હેઠળ છે. રૂ.૧.૦૫ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ બનશે. જીવાપરમાં પશુઓની વિનામૂલ્યે સારવાર માટે ૧૯૬૨ મોબાઇલ દવાખાનું મંજૂર થયું છે, જેનો નવા રૂટમાં સમાવેશ થશે.
- Advertisement -
ગત વર્ષે મંજૂર થયેલા અને પૂર્ણે થયેલા કામો જોઇએ તો મહેશભાઇ કાળુભાઇના ઘરની દક્ષિણ બાજુ નરશીભાઇ નાગજીભાઇ વાળી બજારમાં ભૂગર્ભ ગટરનું કામ રૂ.૩.૫૦ લાખના ખર્ચે, પ્રાથમિક શાળા ખાતે પેવર બ્લોકનું કામ રૂ. ૨ લાખના ખર્ચે, ભીમભાઇ ભગવાનભાઇના ઘરથી થોરખાણ મુખ્ય રસ્તે મુખ્ય ગટરનું કામ રૂ.૧.૫૦ લાખના ખર્ચે, પૂર્વ અને દક્ષિણ પ્લોટમાં પાઇપ લાઇનનું કામ રૂ.૧ લાખના ખર્ચે, હરેશભાઇ ઘાઘાભાઇના ઘરથી હરેશભાઇ પરબતભાઇના ઘર સુધી ભગર્ભ ગટરનું કામ રૂ.૧ લાખના ખર્ચે, બસ સ્ટેન્ડ બનાવવાનું કામ રૂ.૨.૫૦ લાખના ખર્ચે તેમજ રૂ. ૧ લાખના ખર્ચે સીસી રોડ બનાવવાના કામોનો સમાવેશ થાય છે.
આ તમામ વિકાસ કામો પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના માર્ગદર્શન હેઠળ કરાશે તેમ જસદણના પ્રાંત અધિકારી પી.એચ.ગલચરની યાદીમાં જણાવાયું છે.


