By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    20 hours ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    20 hours ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    20 hours ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    20 hours ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    20 hours ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    19 hours ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    19 hours ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    7 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    20 hours ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈન્કમ ટેક્સ, અપરિગ્રહ અને સમાજવાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઈન્કમ ટેક્સ, અપરિગ્રહ અને સમાજવાદ
Author

ઈન્કમ ટેક્સ, અપરિગ્રહ અને સમાજવાદ

Khaskhabar Editor
Last updated: 2024/07/13 at 4:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

તાજેતરમાં ફ્રાન્સમાં ડાબેરી ઝુકાવ ધરાવતી સરકાર ચૂંટાઈને આવી. કહેવાય છે કે આ નવી સરકાર ધનિકો ઉપર નેવું ટકા જેટલો ઇન્કમ ટેક્સ લાગુ પાડવાનું વિચારી રહી છે.
અગાઉ ફ્રાન્સમાં ફ્રાન્સીસ હોલાન્ડેની સરકારે ધનિકો ઉપર 70 ટકા ઇન્કમ ટેક્સ લગાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો પણ તેને ફ્રેન્ચ સંસદમાં પસાર કરાવી શક્યા નહોતા.
બરાક ઓબામા પણ અમેરિકામાં ધનિકો ઉપર સીતેર ટકા આસપાસ ટેક્સની ભલામણ કરી ચુક્યા છે. પણ એમને ય પ્રતિસાદ મળ્યો નહોતો.
ધનિકો ઉપર આકરો ઇન્કમ ટેક્સ નાખવો તે એક અર્થશાસ્ત્રીય પગલું છે. આવક વેરાનો ડેટા લઈને સરકારની આવક સાથે જ્યારે એને જોડવામાં આવે અને ગ્રાફ બનાવવામાં આવે તો ખ્યાલ આવે છે કે સીતેર ટકા જેટલો મહત્તમ ઈનકમટેક્સ (ધનિકો ઉપર ) લાગુ પાડવાથી સરકાર ને મહત્તમ આવક પ્રાપ્ત થાય. આ ગ્રાફને લેફર કર્વ કહેવાય છે. આ ગ્રાફ ઉપરથી ખ્યાલ આવે છેકે સીતેર ટકાથી વધારે ઈનકમ ટેક્સ લાગુ પાડવાથી સરકારની આવક ઘટી જાય છે કેમકે લોકોની કમાવાની શક્તિ નબળી પડે છે. (જુઓ લેફર કર્વ નું ચિત્ર) .
શુક્રાચાર્ય સ્મૃતિમાં ગુરુ શુક્રાચાર્ય કહે છે કે રાજાએ પ્રજાને પહેલા કર ભરવા પાત્ર થાય એટલા આવકના સ્ત્રોત આપવા જોઈએ અને પછી મધમાખી , જળો જેમ અનુક્રમે ફૂલનો રસ અને લોહી ચૂસે છે એમ પ્રજા પાસેથી થોડો થોડો ટેક્સ વસુલ કરવો જોઈએ .
ઇન્કમટેક્સ સહુથી પહેલા ઇસ્લામિક રાજ્યોમાં નોન મુસ્લિમ લોકો ઉપર લાગુ પાડવામાં આવેલો વેરો હતો. જેને જઝીયા કહેવાતો અને તે જે તે બિન -મુસ્લિમ વ્યક્તિની આવક ઉપર આધારિત હતો.ખ્રિસ્તીઓએ મુસ્લિમો સાથે ક્રૂઝેડ નામનાં ધર્મયુદ્ધ કરવા માટે પણ ઈનકમ ટેકસ લાગુ પાડ્યો હોવાના ઉલ્લેખ છે. મુસ્લિમ કાળમાં ભારતના લોકો ઉપર સહુથી વધુ પચાસ ટકા જેટલો અધધ વેરો લાગુ પડ્યો હતો. હિંદુ રાજ્ય વ્યવસ્થામાં લોકો વધુમાં વધુ પચીસ ટકા કરવેરો આપતા હતા.
અન્યથા હિંદુ સંસ્કૃતિમાં વેરો હમેશા ઉપજ કે વેચાણ ઉપર રહેતો. આવક ઉપર વેરો ક્યારેય નહોતો.
આવક વેરાની શરૂઆત લોકશાહી સાથે ઈંગ્લેન્ડમાં થઇ. આ ઇન્કમ ટેક્સ પ્રોગ્રેસિવ પ્રકારનો હતો. અર્થાત ધનિકો ઉપર તે વધુ હતો અને ગરીબો ઉપર એકદમ ઓછો. સામ્યવાદી / સમાજવાદી અને લોકશાહી વિચારધારા હમેશા ધનિકો ઉપર ભારે અને ગરીબો ઉપર નહિવત ઈનકમ ટેક્સ ની ભલામણ કરે છે. અંગ્રેજોએ ભારતમાં પણ ઈનકમ ટેકસ માળખું રચી કાઢ્યું જેમાં રાજવીઓ અને ધનવાનો ને જ ઈનકમ ટેકસ ભરવાનો હતો. પણ વાઘ લોહી ચાખી ગયો હતો એટલે પછી તો લોકોને લૂંટવા માટે દરેક વર્ગને ઈનકમ ટેક્સ ની જાળમાં ફસાવવામાં આવ્યા. આજે મધ્યમ વર્ગ પણ ઈનકમ ટેકસ ભરે છે અને કરચોરી પણ કરી શકતો નથી.
ઇન્કમ ટેક્સ એક લેવલર નું કામ કરે છે અને ગરીબ ધનિક વચ્ચેની જે ખીણ છે એને જરા ઓછી કરે છે. જ્યા સમાજવાદ /સોશિયલીઝ્મ (જે સામ્યવાદનું સોફ્ટ સ્વરૂપ છે) તેવા અતિ વિકસિત દેશોમાં કચરો વીણવા વાળા (રેગ પીકર) અને ડોકટર લગભગ સમાન કમાય છે એટલો ભારે ઈનકમ ટેક્સ છે. સામે સરકારી સવલતો પણ ખૂબ સારી ગુણવત્તા વાળી આપવામાં આવે છે.
ડાબેરીઓ હમેશા ધનિક વિરોધી હોવાથી એમને ધનિકો ઉપર ભારે ઇન્કમ ટેક્સ લગાડવાની નીતિ અપનાવે છે. ભારતમાં સમાજવાદી વિચાર ધરાવતી કોંગ્રેસે એક સમયે 2 લાખ કે તેથી વધુની આવક ઉપર 97% ઇન્કમ ટેક્સ લગાડયો હતો.
ઇન્કમટેક્સ ને કારણે ધનવાનોની ધન કમાવાની અને સંઘરવાની લાલસા ઘટે તે ઉદ્દેશ્ય હોય છે. વણજોઈતું સંઘરવું યોગ, જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ એમ તમામ ભારતીય દર્શનોમાં પાપ ગણવામાં આવ્યું છે. અપરિગ્રહ એટલે કે સંઘરાખોરીના ત્યાગને તમામ ભારતીય દર્શનોમાં અગત્યનો નિયમ ગણવામાં આવ્યો છે.નાણાંને સંસ્કૃતમાં દ્રવ્ય કહેવાય છે જે વહેતું રહેવું જોઈએ.
જાણીતા પ્રાકૃતિક ચિકિત્સક ડોક્ટર મહેરવાન ભમગરા કહેતા કે જે સમાજોમાં ધન સંઘરવાની વૃત્તિ વધારે છે તેઓ ટૂંકું અને રોગમય જીવન જીવે છે અને પેટની બીમારીઓથી પીડાય છે.
કાશ્મીરના ગિલગિટ હુંઝા પ્રાંતમાં વર્ષોથી કોઈ અતિ ધનિક બનતું નથી. બધા શાકાહાર કરે છે અને દીર્ઘાયુ નિરોગી જીવન જીવે છે. ગિલગિટમાં બસો વર્ષ પહેલા ગયેલ એક અંગ્રેજ સંશોધકે ત્યાંના સ્થાનિકને પૂછ્યું કે તમારે ત્યાં કોઈ અતિ ધનિક બને તો તમે શું કરો ??
સ્થાનિકે ઉત્તર આપ્યોકે ” તો અમે એનું ગળું કાપી નાખીએ.”ખ્રિસ્તીઓની એમીષ કમ્યુનિટી પણ આવું સામહીક જીવન જીવે છે અને આવકની વહેંચણી સમાન રીતે કરે છે જેથી એમનામાં કોઈ અતિ ધનિક બનતું નથી.
જ્યા જ્યા લોકો સુદીર્ઘ અને સ્વસ્થ જીવન જીવે છે ત્યાં ત્યાં આવકની વહેચણી સમાન છે અને કોઈ અતિશય ધનવાન બનતું નથી. જ્યા જ્યા આવકની વહેચણી અસમાન છે ત્યાં લોકો દુ:ખી અને રોગમય જીવન જીવે છે.
ગાંધી કહેતા કે જ્યા સુધી આવકની વહેંચણીમાં અતિ અસમાનતા છે ત્યાં સુધી ગુનાખોરી અટકશે નહિ. ઇન્કમ ટેક્સ થીયરિટિકલ રીતે આવકની આ અસમાન વહેંચણીને થોડી સમાન કરવાનો પ્રયાસ છે. પણ વાસ્તવમાં શું થાય છે ?? વાસ્તવમાં ઇન્કમ ટેક્સ બચાવવા માટે અપાર ભ્રષ્ટાચાર થાય છે. ઇન્કમ ટેક્સ ને લીધે “કાળા નાણાં” નામના શબ્દનો જન્મ થયો છે.સ્વિસ બેંકો ભારતીયોના કાળા નાણાંથી ઉભરાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે આ કાળું નાણું એટલું બધું છે કે જો એની પૂર્ણ રિકવરી થાય તો દરેક ભારતીયને પંદર લાખ રૂપિયા જેટલી રકમ મળે. જોકે અમુક અણસમજુ અણઘડ લોકો એ વડાપ્રધાનશ્રીની આ વાતને કોઈ વાયદો માનીને અપપ્રચાર કર્યો હતો.
જે સ્વિત્ઝર્લેન્ડના ઘડિયાળ ઉદ્યોગથી કાર્લ માર્ક્સને નફાની સમાન વહેંચણીનો વિચાર આવેલો એ જ સ્વીત્ઝર્લેન્ડ આખા જગતનું કાળું નાણું સંઘરીને માલામાલ થયું છે તે કેવી વિસંગતિ છે!!!
કાર્લ માર્ક્સ એ જ્યારે ત્યાંનો ઘડિયાલ ઉદ્યોગ જોયો ત્યારે એણે નિરીક્ષણ કર્યું કે ઘડિયાળ ફેકટરીના માલિકો કોઈ માલેતુજાર ઉદ્યોગપતિઓ નથી પણ સામાન્ય કારીગરો પોતે છે . વળી એક ઘડિયાળ સેંકડો પૂર્જાઓથી બને છે અને દરેક પૂર્જાનાં સ્પેશિયાલિસ્ટ કારીગર હોય છે. ઘડિયાળ ના વેચાણનો નફો તમામ કારીગરો વચ્ચે વહેંચવામ આવે છે , કારીગરોનું શોષણ કરવામાં નથી આવતું. આ જોઈને કાર્લ માર્ક્સને સામ્યવાદ એટલે કે નફાની સમાન વહેંચણીનો વિચાર આવ્યો હતો. કાર્લ માર્ક્સ પોતે યહૂદી હતા અને યહૂદીઓ જગતની નાણાં વ્યવસ્થા ઉપર કબજો ધરાવે છે. માર્કસ પોતે એક ધનવાન વકીલના પુત્ર હતા. તે પણ એક વિસંગતિ છે. આમ, ઈનકમ ટેક્સ આધુનિક સમયનું અનિવાર્ય અનિષ્ટ છે. પણ જો પારદર્શક અને સુચારુ વ્યવસ્થા થકી એનું નિયમન કરવામાં આવે તો તે એક અમોઘ શસ્ત્ર છે જેના થકી પિરામિડની ટોચ ને બુઠ્ઠી કરી શકાય છે અર્થાત્ ધનવાનોનાં ધન સંગ્રહને ઓછો કરી શકાય છે..
ધનની સમાન વહેચણી એક આદર્શવાદ છે જે પૂર્ણ રીતે શક્ય નથી પણ એની નજીક પહોંચી શકાય છે. ધનિકો ઉપર માપસર ઈનકમ ટેકસ એક આદર્શવાદ છે જેને કારણે ભારતના 0.1 ટકા ધનિકો કુલ ઈનકમ ટેક્સ નો પચીસેક ટકા ભાગ ભરે છે પણ વાસ્તવમાં એની કાળી બાજુ કાળાં નાણાં છે જે અનેક અનિષ્ટોને જનમ આપે છે.

- Advertisement -

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

TAGGED: Income tax, socialism
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાનને તો પોતાની ક્ષમતા અને સામર્થ્યમાં વિશ્ર્વાસ છે જ પણ ભક્તોને વિશ્ર્વાસ છે ખરો?
Next Article એક વર્ષ પહેલાં ગામમાં માતાજીના માંડવાના હિસાબ મામલે યુવાનની તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?