By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 hours ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 day ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 day ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    4 hours ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    4 hours ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    4 hours ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    4 hours ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 hours ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 hours ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    1 day ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    1 day ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    6 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 hours ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 day ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઈ પડકાર અમારા પાયાને નબળો પાડી શકે નહીં : ગૌતમ અદાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > કોઈ પડકાર અમારા પાયાને નબળો પાડી શકે નહીં : ગૌતમ અદાણી
બિઝનેસ

કોઈ પડકાર અમારા પાયાને નબળો પાડી શકે નહીં : ગૌતમ અદાણી

Khaskhabar Editor
Last updated: 2024/06/24 at 5:20 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE
નિષ્ફળતાનો સામનો કરવાની ક્ષમતા એ સફળતાનું વાસ્તવિક માપ
અદાણી એન્ટરપ્રાઇઝીસની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને ગૌતમ અદાણીનું સંબોધન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
અદાણી એન્ટરપ્રાઈઝની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ ગઈ છે. આજે એટલે કે 24મી જૂને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો 62મો જન્મદિવસ પણ છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ એજીએમમાં શેરધારકોને સંબોધન કર્યું હતું. અદાણી ગ્રૂપની એજીએમમાં ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું છે કે 2024 એ અદાણી એન્ટરપ્રાઇઝિસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે જણાવ્યું કે અદાણી એન્ટરપ્રાઈઝ આ વર્ષે તેની લિસ્ટિંગની 30મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.
ગૌતમ અદાણીએ કહ્યું કે નિષ્ફળતાનો સામનો કરવાની ક્ષમતા એ સફળતાનું વાસ્તવિક માપ છે. તેણે કહ્યું કે મેં મારું શિક્ષણ મારી માતા પાસેથી લીધું છે. હું બનાસકાંઠાના રણમાં મોટો થયો છું અને દ્રઢતાનું મૂલ્ય શીખ્યો છું. આ દ્રઢતા ગયા વર્ષે જેટલી હતી કદાચ પહેલા ન હતી.
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે અદાણી જૂથે વિદેશી શોર્ટ સેલર દ્વારા અમારી અખંડિતતા અને પ્રતિષ્ઠા પરના હુમલાનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો. અમે સાબિત કર્યું કે કોઈ પડકાર અદાણી ગ્રુપના પાયાને નબળો પાડી શકે નહીં. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે હિંમત, વિશ્વાસ અને હેતુ માટે પ્રતિબદ્ધતા. તેમણે કહ્યું કે એક વિદેશી શોર્ટ સેલર દ્વારા અમારી દાયકાઓની મહેનત પર સવાલ ઉઠાવાયા હતા. અમારી અખંડિતતા અને પ્રતિષ્ઠા પરના અભૂતપૂર્વ હુમલાનો સામનો કરીને, અમે વળતો મુકાબલો કર્યો અને સાબિત કર્યું કે કોઈપણ પડકાર એ પાયો બની શકે નહીં કે જેના પર તમારું જૂથ સ્થાપિત થયું છે. તે બે બાજુનો હુમલો હતો, અમારી નાણાકીય સ્થિતિની અસ્પષ્ટ ટીકા અને તે જ સમયે એક વિકૃતિ ઝુંબેશ અમને રાજકીય યુદ્ધના મેદાનમાં ખેંચી રહી છે. અમને બદનામ કરવા, મહત્તમ નુકસાન કરવા અને અમારી મહેનતથી કમાયેલા બજાર મૂલ્યને ખતમ કરવા માટે બનાવવામાં આવ્યું હતું.
આ વર્ષ અનેક રીતે મહત્વનું સીમાચિહ્નરૂપ બની રહ્યું છે. જોગાનુજોગ તે અમારી 30મી વર્ષગાંઠ છે.આથી અદાણી એન્ટરપ્રાઈઝના 1994માં તેના પ્રથમ આઈપીઓથી લઈને અમે જે પડકારોનો સામનો કરીને અમે જે સફળતા હાંસલ કરી છે તે સુધીની અનેરી સફર ઉપર પાછલી નજર કરવાનો અને ઉજવણી કરવાનો આ રુડો સમય છે.
મારા વિનમ્ર દૃષ્ટિકોણ મુજબ આપણી સિદ્ધિઓમાં આપણી સફળતાનું સાચું માપ ઓછું અને પ્રતિકૂળતાનો સામનો કરવાની આપણી ક્ષમતા વધુ છે. મારા કિસ્સામાં મેં મારી માતા પાસેથી મારા જ્ઞાનના પાઠ પ્રાપ્ત કર્યા છે. બનાસકાંઠાના કઠોર રણમાં ઉછરીને મેં ખરી તાકાત દ્રઢતામાં રહેલી છે તેવો પાઠ તેમની પાસેથી શીખ્યો છું.
આ દ્રઢ મનોબળે જ અમને દેશની સૌથી પ્રશંસનીય કંપનીઓમાંની એક બનવાનો માર્ગ કંડાર્યો છે અને પાછલા વર્ષે જ અમે અમારા દ્રઢ મનોબળનો પરિચય કરાવ્યો હતો આનાથી વધુ મજબૂત સાબિતી અગાઉ ક્યારેય દર્શાવી ન હતી.
એક વિદેશી શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોનો આપણે સામનો કરવો પડ્યો હતો જેણે અમારી દાયકાઓની મહેનત પર સવાલ ઉઠાવ્યા હતા. અમારી પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા ઉપર થયેલા અભૂતપૂર્વ હુમલાનો સામનો કરીને અમે વળતો મુકાબલો કરીને એ પૂરવાર કર્યું  છે કે જે પાયા ઉપર આપના જૂથની સ્થાપના કરવામાં આવી છે તેને કોઈપણ પડકાર નબળું પાડી શકે નહીં.
ટકી રહેવાની હિંમત, અમારી ક્ષમતાઓમાં વિશ્વાસ અને અમારા હેતુને સિધ્ધ કરવા માટેની પ્રતિબદ્ધતા.એવા અમારા  આ ત્રણ મુખ્ય મૂલ્યો ધરાવતા પાયાઓ છે. આ મૂલ્યો સાથેની સ્થાપના 2012 માં કરવામાં આવી હતી અને પસાર થતા દરેક વર્ષ સાથે વધુ સુસંગત અનુકુળતા સાધવાનું ચાલુ રાખ્યું છે. સામાન્ય શોર્ટ સેલર્સ નાણાકીય બજારોમાંથી નફો રળી લેવાને લક્ષ્ય બનાવે છે. પરંતુ આ શોર્ટ સેલરનો ઇરાદો અલગ હતો તે દ્વિપક્ષીય હુમલો હતો – અમારી નાણાકીય સ્થિતિની અસ્પષ્ટ ટીકા અને તે જ સમયે વિકૃત માહિતી ફેલાવવાની ઝુંબેશ અમોને રાજકીય સંઘર્ષનામેદાનમાં ખેંચી ગઈ. આ હુમલો અમારી ફોલો-ઓન પબ્લિક ઑફર બંધ થયાના બે દિવસ પહેલા ગણતરીપૂર્વકની ચાલબાજી હતી. પશ્ચિમના પ્રસાર માધ્યમોના એક ભાગ દ્વારા વ્યાપક રીતે અમને બદનામ કરી મહત્તમ નુકસાન કરવા અને અમારી મહેનતથી કમાયેલા બજાર મૂલ્યને નષ્ટ કરવા માટે પ્રપંચ રચવામાં આવ્યું હતું.
આ શોરબકોરને ધ્યાને લઇ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા ઋઙઘ દ્વારા સફળતાપૂર્વક રૂ.20,000 કરોડ એકત્ર કરવા છતાં, અમારા રોકાણકારો પ્રત્યેના અમારા સમર્પણ અને નૈતિક વ્યાપાર પ્રથાઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વળગી રહીને અમે આ રકમ પરત કરવાનો અસાધારણ નિર્ણય લીધો.
આ સ્થિતિમાં જ્યાં મોટાભાગની કંપનીઓ ભાંગી પડી હશે, તે સંજોગોમાં આપણી લિક્વિડિટી આપણી સૌથી મોટી સંપત્તિ બની ગઈ છે. આપણી રોકડ અનામતને વધુ વધારવા માટે અમે વધારાના રૂ.40,000 કરોડ ઊભા કર્યા છે, જે અમારા દેવાની ચુકવણીના આગામી બે વર્ષને આરામથી આવરી લે છે. આ નિર્ણાયક કાર્યવાહી આપની કંપનીની મહાન શક્તિનો પુરાવો છે. તેણે બજારનો વિશ્વાસ પુન:સ્થાપિત કર્યો અને આપણે માર્જિન-લિંક્ડ ફાઇનાન્સિંગમાં રૂ.17,500 કરોડની પૂર્વ ચુકવણી કરીને કોઈપણ અસ્થિરતા સામે આપણા પોર્ટફોલિયોનું રક્ષણ કર્યું છે.
વધુમાં દેવાની ચુકવણીમાં આજ સુધી ક્યારેય કોઈ પડકારોનો સામનો કરવો પડ્યો ના હોવા છતાં અમે ફક્ત છ મહિનામાં અમારું દેવું અને ઊઇઈંઝઉઅ રેશિયો 2.5ડ્ઢ સુધી ઘટાડવાનું પસંદ કર્યું હતું જે હવે 2.2ડ્ઢથી પણ નીચું છે. આ અભિગમે આપણી નાણાકીય સ્થિતિસ્થાપકતાને માત્ર મજબૂત જ કરી નથી પરંતુ ભવિષ્યના વિસ્તરણ માટે આપણા હેડરૂમમાં પણ વધારો કર્યો છે.
જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે આપણા પગલાંને સમર્થન આપ્યું ત્યારે આ  હુમલા સામેનું  આપણું વલણ વધુ દ્વેષપૂર્ણ સાબિત થયું. વધુમાં કામકાજની શ્રેષ્ઠતા અને પારદર્શક જાહેરાતો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને માત્ર રેટિંગ એજન્સીઓ અને નિષ્ણાંત નાણાકીય સમુદાયો જ નહીં પણ ૠચૠ પાર્ટનર્સ, ઝજ્ઞફિંહઊક્ષયલિશયત, ઈંઇંઈ, ચઈંઅ અને યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન જેવા આદરણીય વૈશ્વિક રોકાણકારો દ્વારા પણ માન્ય કરવામાં આવી હતી. જેમણે આપણા વ્યવસાયમાં રોકાણ કરવાનું પસંદ કર્યું છે.  જે ઝંઝાવાતોએ આપણી. કસોટી કરી હતી તેણે જ આપણને વધુ શક્તિશાળી બનાવ્યા છે.
આજે વિશ્વ એક ચોરાહે પર આવીને ઉભું છે. ભૌગોલિક રાજકીય તણાવે વૈશ્વિક સંબંધોને તણાવની સ્થિતિમાં લાવી મૂક્યા છે, ત્યારે ક્લાયમેટ ચેન્જ સામેની લડાઈ વધુ પડકારરૂપ બની છે અને ટેક્નોલોજી પરિવર્તન આપણી જીવનશૈલી અને કામ કરવાની રીતને અવરોધે છે. અનિશ્ચિતતાના આ વાતાવરણમાં વિશ્વ ભારતનો ઉદય જોઈ રહ્યું છે. આ ભારતનો સમય છે. જટિલ વિશ્વમાં હવે આપણે સ્થિરતા, સહકાર અને પ્રગતિ માટેનું બળ છીએ. અને તે ભારતની સૂક્ષ્મ આર્થિક સ્થિરતા અને મહત્વાકાંક્ષી વિકાસ યોજનાઓ છે જે આપણા આત્મવિશ્વાસને પ્રેરિત કરે છે. આ ઉત્તરોત્તર ચડતા ગુણાંકની અસરને જોતાં ભારત સરકારે આ નાણાકીય વર્ષ માટે તેનું ભંડોળ 16% વધારી રૂ. 11 લાખ કરોડથી વધુનું  કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં વાર્ષિક ખર્ચમાં ત્રણ ગણો વધારો થયો છે.
આનાથી પણ વધુ સુસંગત હકીકત એ છે કે, જ્યારે રાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે તખ્તો સજ્જ કરે છે, ત્યારે ભંડોળ અને કાર્યવાહીનો મોટો હિસ્સો રાજ્ય સ્તરે હોય છે. આપણા કિસ્સામાં ભારતના 24 રાજ્યોમાં ફેલાયેલી આપણી કામગીરી સાથે રાજ્ય સરકારોએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાના અમલીકરણની પહેલના આપણે નજરોનજરના સાક્ષી છીએ. મને એ કહેતા ગૌરવ થાય છે કે 2023માં આપણી  રેકોર્ડ-બ્રેકીંગ સિદ્ધિઓ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે ચાલવાના અભિગમ તેમજ મોટા પાયે સૌથી વધુ કઠીન અને પડકારરુપ પ્રોજેક્ટને અજોડ કુશળતા સાથે અમલમાં મૂકવાની આપણી ક્ષમતાને વિશિષ્ટ રીતે રેખાંકિત કરે છે.  હું આપ સમક્ષ ખાવડાનું ચિત્ર પ્રસ્તુત કરું તો  વિશ્વના સૌથી મુશ્કેલ રણમાં જેની ગણના થાય છે એ હવે  કેટલાક સો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલેશનનું ઘર બન્યું છે. પહેલેથી જ 3,000 મેગાવોટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરી રહયો છે, આગામી પાંચ વર્ષમાં 30 ૠઠ ક્ષમતા વિકસાવવાની આપણી આક્રમક સમયરેખા સાથેનું  લક્ષ્ય છે. જે  બેલ્જિયમ અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોને વીજળી આપવા માટે પૂરતો હશે. આપણા માટે ખાવડા પાર્ક ટકાઉપણા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.

You Might Also Like

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

TAGGED: ADANI, Gautam Adani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્ટીલ્સ ડિસ્ટ્રિબ્યુશનમાંથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝંપલાવશે વિસામણ ગ્રુપ
Next Article સંસદનું સત્ર આજથી શરૂ NEET કૌભાંડનો વિરોધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસસ્પોર્ટ્સ

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બિઝનેસ

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?