નિષ્ફળતાનો સામનો કરવાની ક્ષમતા એ સફળતાનું વાસ્તવિક માપ
અદાણી એન્ટરપ્રાઇઝીસની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને ગૌતમ અદાણીનું સંબોધન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
અદાણી એન્ટરપ્રાઈઝની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ ગઈ છે. આજે એટલે કે 24મી જૂને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનો 62મો જન્મદિવસ પણ છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ એજીએમમાં શેરધારકોને સંબોધન કર્યું હતું. અદાણી ગ્રૂપની એજીએમમાં ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું છે કે 2024 એ અદાણી એન્ટરપ્રાઇઝિસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે જણાવ્યું કે અદાણી એન્ટરપ્રાઈઝ આ વર્ષે તેની લિસ્ટિંગની 30મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.
ગૌતમ અદાણીએ કહ્યું કે નિષ્ફળતાનો સામનો કરવાની ક્ષમતા એ સફળતાનું વાસ્તવિક માપ છે. તેણે કહ્યું કે મેં મારું શિક્ષણ મારી માતા પાસેથી લીધું છે. હું બનાસકાંઠાના રણમાં મોટો થયો છું અને દ્રઢતાનું મૂલ્ય શીખ્યો છું. આ દ્રઢતા ગયા વર્ષે જેટલી હતી કદાચ પહેલા ન હતી.
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે અદાણી જૂથે વિદેશી શોર્ટ સેલર દ્વારા અમારી અખંડિતતા અને પ્રતિષ્ઠા પરના હુમલાનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો. અમે સાબિત કર્યું કે કોઈ પડકાર અદાણી ગ્રુપના પાયાને નબળો પાડી શકે નહીં. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે હિંમત, વિશ્વાસ અને હેતુ માટે પ્રતિબદ્ધતા. તેમણે કહ્યું કે એક વિદેશી શોર્ટ સેલર દ્વારા અમારી દાયકાઓની મહેનત પર સવાલ ઉઠાવાયા હતા. અમારી અખંડિતતા અને પ્રતિષ્ઠા પરના અભૂતપૂર્વ હુમલાનો સામનો કરીને, અમે વળતો મુકાબલો કર્યો અને સાબિત કર્યું કે કોઈપણ પડકાર એ પાયો બની શકે નહીં કે જેના પર તમારું જૂથ સ્થાપિત થયું છે. તે બે બાજુનો હુમલો હતો, અમારી નાણાકીય સ્થિતિની અસ્પષ્ટ ટીકા અને તે જ સમયે એક વિકૃતિ ઝુંબેશ અમને રાજકીય યુદ્ધના મેદાનમાં ખેંચી રહી છે. અમને બદનામ કરવા, મહત્તમ નુકસાન કરવા અને અમારી મહેનતથી કમાયેલા બજાર મૂલ્યને ખતમ કરવા માટે બનાવવામાં આવ્યું હતું.
આ વર્ષ અનેક રીતે મહત્વનું સીમાચિહ્નરૂપ બની રહ્યું છે. જોગાનુજોગ તે અમારી 30મી વર્ષગાંઠ છે.આથી અદાણી એન્ટરપ્રાઈઝના 1994માં તેના પ્રથમ આઈપીઓથી લઈને અમે જે પડકારોનો સામનો કરીને અમે જે સફળતા હાંસલ કરી છે તે સુધીની અનેરી સફર ઉપર પાછલી નજર કરવાનો અને ઉજવણી કરવાનો આ રુડો સમય છે.
મારા વિનમ્ર દૃષ્ટિકોણ મુજબ આપણી સિદ્ધિઓમાં આપણી સફળતાનું સાચું માપ ઓછું અને પ્રતિકૂળતાનો સામનો કરવાની આપણી ક્ષમતા વધુ છે. મારા કિસ્સામાં મેં મારી માતા પાસેથી મારા જ્ઞાનના પાઠ પ્રાપ્ત કર્યા છે. બનાસકાંઠાના કઠોર રણમાં ઉછરીને મેં ખરી તાકાત દ્રઢતામાં રહેલી છે તેવો પાઠ તેમની પાસેથી શીખ્યો છું.
આ દ્રઢ મનોબળે જ અમને દેશની સૌથી પ્રશંસનીય કંપનીઓમાંની એક બનવાનો માર્ગ કંડાર્યો છે અને પાછલા વર્ષે જ અમે અમારા દ્રઢ મનોબળનો પરિચય કરાવ્યો હતો આનાથી વધુ મજબૂત સાબિતી અગાઉ ક્યારેય દર્શાવી ન હતી.
એક વિદેશી શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોનો આપણે સામનો કરવો પડ્યો હતો જેણે અમારી દાયકાઓની મહેનત પર સવાલ ઉઠાવ્યા હતા. અમારી પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા ઉપર થયેલા અભૂતપૂર્વ હુમલાનો સામનો કરીને અમે વળતો મુકાબલો કરીને એ પૂરવાર કર્યું છે કે જે પાયા ઉપર આપના જૂથની સ્થાપના કરવામાં આવી છે તેને કોઈપણ પડકાર નબળું પાડી શકે નહીં.
ટકી રહેવાની હિંમત, અમારી ક્ષમતાઓમાં વિશ્વાસ અને અમારા હેતુને સિધ્ધ કરવા માટેની પ્રતિબદ્ધતા.એવા અમારા આ ત્રણ મુખ્ય મૂલ્યો ધરાવતા પાયાઓ છે. આ મૂલ્યો સાથેની સ્થાપના 2012 માં કરવામાં આવી હતી અને પસાર થતા દરેક વર્ષ સાથે વધુ સુસંગત અનુકુળતા સાધવાનું ચાલુ રાખ્યું છે. સામાન્ય શોર્ટ સેલર્સ નાણાકીય બજારોમાંથી નફો રળી લેવાને લક્ષ્ય બનાવે છે. પરંતુ આ શોર્ટ સેલરનો ઇરાદો અલગ હતો તે દ્વિપક્ષીય હુમલો હતો – અમારી નાણાકીય સ્થિતિની અસ્પષ્ટ ટીકા અને તે જ સમયે વિકૃત માહિતી ફેલાવવાની ઝુંબેશ અમોને રાજકીય સંઘર્ષનામેદાનમાં ખેંચી ગઈ. આ હુમલો અમારી ફોલો-ઓન પબ્લિક ઑફર બંધ થયાના બે દિવસ પહેલા ગણતરીપૂર્વકની ચાલબાજી હતી. પશ્ચિમના પ્રસાર માધ્યમોના એક ભાગ દ્વારા વ્યાપક રીતે અમને બદનામ કરી મહત્તમ નુકસાન કરવા અને અમારી મહેનતથી કમાયેલા બજાર મૂલ્યને નષ્ટ કરવા માટે પ્રપંચ રચવામાં આવ્યું હતું.
આ શોરબકોરને ધ્યાને લઇ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા ઋઙઘ દ્વારા સફળતાપૂર્વક રૂ.20,000 કરોડ એકત્ર કરવા છતાં, અમારા રોકાણકારો પ્રત્યેના અમારા સમર્પણ અને નૈતિક વ્યાપાર પ્રથાઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વળગી રહીને અમે આ રકમ પરત કરવાનો અસાધારણ નિર્ણય લીધો.
આ સ્થિતિમાં જ્યાં મોટાભાગની કંપનીઓ ભાંગી પડી હશે, તે સંજોગોમાં આપણી લિક્વિડિટી આપણી સૌથી મોટી સંપત્તિ બની ગઈ છે. આપણી રોકડ અનામતને વધુ વધારવા માટે અમે વધારાના રૂ.40,000 કરોડ ઊભા કર્યા છે, જે અમારા દેવાની ચુકવણીના આગામી બે વર્ષને આરામથી આવરી લે છે. આ નિર્ણાયક કાર્યવાહી આપની કંપનીની મહાન શક્તિનો પુરાવો છે. તેણે બજારનો વિશ્વાસ પુન:સ્થાપિત કર્યો અને આપણે માર્જિન-લિંક્ડ ફાઇનાન્સિંગમાં રૂ.17,500 કરોડની પૂર્વ ચુકવણી કરીને કોઈપણ અસ્થિરતા સામે આપણા પોર્ટફોલિયોનું રક્ષણ કર્યું છે.
વધુમાં દેવાની ચુકવણીમાં આજ સુધી ક્યારેય કોઈ પડકારોનો સામનો કરવો પડ્યો ના હોવા છતાં અમે ફક્ત છ મહિનામાં અમારું દેવું અને ઊઇઈંઝઉઅ રેશિયો 2.5ડ્ઢ સુધી ઘટાડવાનું પસંદ કર્યું હતું જે હવે 2.2ડ્ઢથી પણ નીચું છે. આ અભિગમે આપણી નાણાકીય સ્થિતિસ્થાપકતાને માત્ર મજબૂત જ કરી નથી પરંતુ ભવિષ્યના વિસ્તરણ માટે આપણા હેડરૂમમાં પણ વધારો કર્યો છે.
જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે આપણા પગલાંને સમર્થન આપ્યું ત્યારે આ હુમલા સામેનું આપણું વલણ વધુ દ્વેષપૂર્ણ સાબિત થયું. વધુમાં કામકાજની શ્રેષ્ઠતા અને પારદર્શક જાહેરાતો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને માત્ર રેટિંગ એજન્સીઓ અને નિષ્ણાંત નાણાકીય સમુદાયો જ નહીં પણ ૠચૠ પાર્ટનર્સ, ઝજ્ઞફિંહઊક્ષયલિશયત, ઈંઇંઈ, ચઈંઅ અને યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન જેવા આદરણીય વૈશ્વિક રોકાણકારો દ્વારા પણ માન્ય કરવામાં આવી હતી. જેમણે આપણા વ્યવસાયમાં રોકાણ કરવાનું પસંદ કર્યું છે. જે ઝંઝાવાતોએ આપણી. કસોટી કરી હતી તેણે જ આપણને વધુ શક્તિશાળી બનાવ્યા છે.
આજે વિશ્વ એક ચોરાહે પર આવીને ઉભું છે. ભૌગોલિક રાજકીય તણાવે વૈશ્વિક સંબંધોને તણાવની સ્થિતિમાં લાવી મૂક્યા છે, ત્યારે ક્લાયમેટ ચેન્જ સામેની લડાઈ વધુ પડકારરૂપ બની છે અને ટેક્નોલોજી પરિવર્તન આપણી જીવનશૈલી અને કામ કરવાની રીતને અવરોધે છે. અનિશ્ચિતતાના આ વાતાવરણમાં વિશ્વ ભારતનો ઉદય જોઈ રહ્યું છે. આ ભારતનો સમય છે. જટિલ વિશ્વમાં હવે આપણે સ્થિરતા, સહકાર અને પ્રગતિ માટેનું બળ છીએ. અને તે ભારતની સૂક્ષ્મ આર્થિક સ્થિરતા અને મહત્વાકાંક્ષી વિકાસ યોજનાઓ છે જે આપણા આત્મવિશ્વાસને પ્રેરિત કરે છે. આ ઉત્તરોત્તર ચડતા ગુણાંકની અસરને જોતાં ભારત સરકારે આ નાણાકીય વર્ષ માટે તેનું ભંડોળ 16% વધારી રૂ. 11 લાખ કરોડથી વધુનું કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં વાર્ષિક ખર્ચમાં ત્રણ ગણો વધારો થયો છે.
આનાથી પણ વધુ સુસંગત હકીકત એ છે કે, જ્યારે રાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે તખ્તો સજ્જ કરે છે, ત્યારે ભંડોળ અને કાર્યવાહીનો મોટો હિસ્સો રાજ્ય સ્તરે હોય છે. આપણા કિસ્સામાં ભારતના 24 રાજ્યોમાં ફેલાયેલી આપણી કામગીરી સાથે રાજ્ય સરકારોએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાના અમલીકરણની પહેલના આપણે નજરોનજરના સાક્ષી છીએ. મને એ કહેતા ગૌરવ થાય છે કે 2023માં આપણી રેકોર્ડ-બ્રેકીંગ સિદ્ધિઓ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે ચાલવાના અભિગમ તેમજ મોટા પાયે સૌથી વધુ કઠીન અને પડકારરુપ પ્રોજેક્ટને અજોડ કુશળતા સાથે અમલમાં મૂકવાની આપણી ક્ષમતાને વિશિષ્ટ રીતે રેખાંકિત કરે છે. હું આપ સમક્ષ ખાવડાનું ચિત્ર પ્રસ્તુત કરું તો વિશ્વના સૌથી મુશ્કેલ રણમાં જેની ગણના થાય છે એ હવે કેટલાક સો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલેશનનું ઘર બન્યું છે. પહેલેથી જ 3,000 મેગાવોટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરી રહયો છે, આગામી પાંચ વર્ષમાં 30 ૠઠ ક્ષમતા વિકસાવવાની આપણી આક્રમક સમયરેખા સાથેનું લક્ષ્ય છે. જે બેલ્જિયમ અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોને વીજળી આપવા માટે પૂરતો હશે. આપણા માટે ખાવડા પાર્ક ટકાઉપણા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.



