જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા પણ બાઈક રેલીમાં જોડાયાં
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.02
- Advertisement -
લોકસભા ચૂંટણી 2024માં કોઈપણ મતદાર પોતાનાં મતદાનનાં અધિકારથી વંચિત ન રહી જાય અને જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તેવા સંકલ્પ સાથે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. વેરાવળ બાર એસોસિએશન દ્વારા મતદાન જાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજેન્દ્રભૂવન રોડ ખાતે આવેલ કોર્ટ બિલ્ડીંગ ખાતેથી પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ પી.એસ.ગઢવીએ આ બાઈક રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિતના અધિકારીઓ અને વકીલો જોડાયા હતાં. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ પી.એસ.ગઢવીએ આ બાઈક રેલીને પ્રસ્થાન કરાવતાં જણાવ્યું હતું કે, ચૂંટણી એ એક પર્વ છે. લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરવું જરૂરી છે.
તસવીર : પરાગ સંગતાણી