By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    24 hours ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    24 hours ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    2 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    3 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    1 day ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    1 day ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    2 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    2 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    3 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    4 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 day ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 day ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 day ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 day ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    2 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    4 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોનાકાળમાં ગ્રામીણ મહિલાઓને રોજગારી આપવા સમગ્ર રાજ્યમાં પ્રથમ નવતર પ્રયોગ રાજકોટ જિલ્લામાં સફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોરોનાકાળમાં ગ્રામીણ મહિલાઓને રોજગારી આપવા સમગ્ર રાજ્યમાં પ્રથમ નવતર પ્રયોગ રાજકોટ જિલ્લામાં સફળ
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

કોરોનાકાળમાં ગ્રામીણ મહિલાઓને રોજગારી આપવા સમગ્ર રાજ્યમાં પ્રથમ નવતર પ્રયોગ રાજકોટ જિલ્લામાં સફળ

Khaskhabar Editor
Last updated: 2021/06/30 at 11:51 AM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

મહિલા સ્વસહાય જૂથ અને મનરેગાનુ જોડાણ કરીને ખેતીલક્ષી પાયલોટ પ્રોજેક્ટને પ્રતિસાદ મળતા હવે સમગ્ર રાજકોટ જિલ્લામાં મહિલાઓના જૂથને મંજુરી અપાશે

રાજકોટના વિંછીયા તાલુકાના ઓરી ગામે પાયલોટ પ્રોજેક્ટમાં બહેનોએ બાગાયત નર્સરી અને જસદણના ગોખલાણા ગામે બહેનોએ વર્મી કમ્પોસ્ટ બનાવ્યું

મનરેગામાંથી દૈનિક રોજગારી અને રો- મટીરીયલનો ખર્ચ અપાયો રોપા- પ્રાકૃતિક ખાતરના વેચાણની આવક પણ બહેનોને થશે.

Contents
મહિલા સ્વસહાય જૂથ અને મનરેગાનુ જોડાણ કરીને ખેતીલક્ષી પાયલોટ પ્રોજેક્ટને પ્રતિસાદ મળતા હવે સમગ્ર રાજકોટ જિલ્લામાં મહિલાઓના જૂથને મંજુરી અપાશેરાજકોટના વિંછીયા તાલુકાના ઓરી ગામે પાયલોટ પ્રોજેક્ટમાં બહેનોએ બાગાયત નર્સરી અને જસદણના ગોખલાણા ગામે બહેનોએ વર્મી કમ્પોસ્ટ બનાવ્યુંમનરેગામાંથી દૈનિક રોજગારી અને રો- મટીરીયલનો ખર્ચ અપાયો રોપા- પ્રાકૃતિક ખાતરના વેચાણની આવક પણ બહેનોને થશે.

- Advertisement -

રાજકોટ, મનરેગા એટલે માત્ર રાહતના કામો એવી માનસિકતામાંથી ગ્રામીણ લોકોને બહાર લાવી રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ મનરેગા યોજનાનું પૂરેપૂરું ફંડ ગ્રામીણ વિકાસ માટે વપરાય તેવા હેતુએ    સમગ્ર રાજ્યમાં પ્રથમ એક નવો પ્રયોગ કર્યો છે.  પ્રાકૃતિક ખેતી, કોરોના કાળમાં મહિલાઓને સામૂહિક રોજગારી, ખેતીલક્ષી પ્રોજેક્ટમાં મહિલાઓના સાહસને પ્રોત્સાહન સહિત બહુઆયામી પાયલોટ પ્રોજેક્ટ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ઓરી ગામે હાથ ધરી સ્વ સહાય જૂથ સખી મંડળની બહેનોએ બાગાયત નર્સરી અને જસદણ તાલુકાના ગોખલાણા ગામે વર્મી કમ્પોસ્ટ  બનાવવાનું  પૂર્ણ કરતા અને તેમાં આશાસ્પદ પરિણામો મળતાં હવે સમગ્ર રાજકોટ જિલ્લામાં ખેતીલક્ષી પ્રોજેક્ટોને પણ મનરેગામાં જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 રાજકોટ જિલ્લામાં હાથ ધરાયેલા આ બાગાયત નર્સરી અને વર્મી કમ્પોસ્ટ ખેતીલક્ષી પ્રોજેક્ટની વિશિષ્ટતા એ છે કે તેમાં બહેનોને મનરેગામાંથી માનવદિન રોજગારી પ્રતિદિન રૂ.૨૨૯ મળે છે. લેબર વર્ક નો રેશિયો જળવાતો હોવાથી રો- મટીરીયલમાં પણ યોજનાને જોડી શકાય છે. જ્યારે સ્વસહાય જુથની બહેનો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે જોડાયેલી હોવાથી તેમના જૂથને રૂ.૧૦,૦૦૦ રિવોલ્વીંગ ફંડ,સી.આઇ.એફ રુ. ૭૦,૦૦૦  અને સાહસને આગળ વધારવા રૂ. ૧ લાખ સુધીની લોન પણ મળે છે.

- Advertisement -

સ્વસહાય જૂથના બીજા પ્રોજેક્ટમાં એવું બનતુ હતુ કે બહેનોને તેમના પ્રોજેક્ટનો ઉત્પાદન શરૂ થાય ત્યાં સુધીના સમયગાળામાં રોજગારી મળતી ન હતી અને ઇન્વેસ્ટમેન્ટ થતું હતું. અને તેમાં મનરેગાનુ જોડાણ થતાં બહેનોને પ્રથમ દિવસથી જ રોજગારી મળવાનું શરૂ થઈ જાય છે. જ્યારે ઉત્પાદન શરૂ થાય છે ત્યારે બહેનોની આવકમાં વધારો થાય છે. જેથી ગ્રામીણ મહિલાઓને કાયમી અને ટકાઉ આજીવિકા આપી શકાય છે. ગ્રામીણ અર્થતંત્ર ખેતી આધારિત હોવાથી આ પ્રોજેક્ટમાં ઉત્પાદનો ખેતીમાં જ ઉપયોગી બને તેવા પસંદ કરવામાં આવ્યા છે જેથી માર્કેટ મળવાનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી.

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ઓરી ગામના લક્ષ્મી મિશન મંગલમ માં ૧૦  બહેનો જોડાયેલા છે. મંડળના પ્રમુખ મનિષાબેન જયંતીભાઈ જમોડ છે.એન.આર.એલ.એમ.યોજનાના કર્મચારીઓ દ્વારા તેમને મનરેગા સાથે જોડાણ કરી બાગાયત નર્સરી કરવાની શક્યતાઓ અંગે મંડળને માર્ગદર્શન આપ્યું હતું .બહેનોએ મિટિંગ કરી આ પ્રોજેક્ટ માં રૂપિયા ૨.૪૬ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. નર્સરીની શરૂઆત કરવા માટે આયોજન મુજબ જગ્યા પસંદ કરવામાં આવી અને ગ્રામ પંચાયતમાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. શ્રમિકો બહેનોના જોબકાર્ડ કાઢવામાં આવ્યા.તાલુકા પંચાયતમાં દરખાસ્ત મંજુર કરવામાં આવતા ૨૦,૦૦૦ જેટલા રૂપા ઉગી શકે એટલા બિયારણની ખરીદી કરવામાં આવી હતી . જામફળી, દાડમ, લીંબુ, સરગવો જેવા દસ પ્રકારના બાગાયતી રોપા તૈયાર કરવામાં આવ્યા છે .

આ મંડળની બહેનોને ૭૦૦ દિવસની રોજગારી પ્રતિદિન રૂ.૨૨૯ લેખે મળશે.૨૦,૦૦૦ રોપા રુ.૨૦ લેખે વેચવાના આયોજન સાથે વેચાણ થયે તેની આવક પણ મંડળને થશે. એ જ રીતે જસદણ તાલુકાના ગોખરાણા ગામે પણ એન.આર.એલ.એમ હેઠળ ખોડીયાર મિશન મંગલમ  સ્વ સહાય જૂથની ૧૦ બહેનોએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને રોજગારી માટે  વર્મી કમ્પોસ્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

 આ  બીજા પ્રોજેક્ટની વિગત એવી છે કે સૌ પ્રથમ બહેનોને દેશી ખાતર માટે અળસિયા બેડમાં કઈ રીતે છોડવા સહિતના પ્રશ્નો હતા અને તે માટે એન આર એલ એમ યોજના જસદણ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી તેમને તાલીમ આપવામાં આવી હતી. વર્મિ કમ્પોસ્ટની કામગીરી શરૂ કરવા માટે મનરેગા શાખા દ્વારા રૂ ૧.૭૪ લાખનું ૪૦૬ દિવસની માનવદિન રોજગારી સાથે માલસામાન અને મજૂરીનું એસ્ટીમેન્ટ બનાવી મંજૂરી આપવામાં આવી હતી. એસ્ટીમેન્ટ મુજબ ૧૨×૪×૨ ની સાઈઝના ૬ બેડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.એક બેડમાં ૩ ટન છાણ-કચરો, ૧૦ કિલોગ્રામ અળસિયા, ૧૦ નંગ કોથળા સાથે ૪૫ દિવસના અંતે વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થાય તે રીતે કામગીરી શરૂ કરવામાં આવી હતી .

 આ પ્રોજેક્ટની બીજી વિશેષતા એ છે કે ગામનો કચરો, છાણના ઉકરડા મંડળના પ્રોજેક્ટની જરૂરિયાત છે .એ રીતે ગામમાં સ્વચ્છતા આવશે અને સાથોસાથ વર્મિકમ્પોસ્ટ લીધે પ્રાકૃતિક ખાતર તૈયાર થશે તે મંડળની  ખેડૂત પરિવારની બહેનો તેમજ ગામના ખેડૂતોને પણ ઉપયોગી બનશે. કુલ છ બેડમાં વર્ષમાં સાત વખત ખાતર તૈયાર થતું હોવાથી એક બેડ ની આવક વાર્ષિક રૂ .૮૦૦૦૦ ની આવક લેખે રુ.૪.૮૩ લાખની ઉત્પાદનની આવક અને ૪૦૬ દિવસની માનવદિનની રોજગારી રૂ.૯૨ હજારથી વધુ મળી કુલ રૂ.૫.૭૫ લાખ ની આવકનો મંડળની ૧૦ બહેનોને અંદાજ છે.

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા લાઇવલીહુડ  મેનેજર વી.બી.બસીયાએ  જણાવ્યું હતું કે આ બંને ગામમાં સફળતા પછી વિછીયા તાલુકાના ભાડલી,ભોયરા,ફુલઝર,વાંગધ્રા  તેમજ જસદણ તાલુકાના કાળાસર ગામે પણ નર્સરી આ રીતે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનો દ્વારા આ રીતે કન્વર્ઝન કરીને શરૂ કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આ પ્રોજેકટનું પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ નિરીક્ષણ કરેલ છે.

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે પટેલે જણાવ્યું હતું કે મનરેગા હેઠળ ૪૦થી વધુ કામો હાથ પર લઈ શકાય તેમ છે. અમે જિલ્લાના મુખ્ય લાઈન ડિપાર્ટમેન્ટને પણ જે તે સરકારી કચેરીઓ અને બિલ્ડિંગોમાં મનરેગા હેઠળ કામગીરી કરવા જણાવ્યું છે. કોરોના કાળમાં મહિલાઓને રોજગારી મળી રહે તેમજ મહિલા મંડળ દ્વારા તૈયાર થતી ચીજવસ્તુઓ ખેતીના કામમાં જ ઉપયોગી બને અને મહિલાઓ નવા સાહસમાં જોડાય તે માટે રાજ્યમાં સૌપ્રથમ વખત અમે આ નવતર પ્રયોગ કર્યો હતો અને તેમાં અમને મહદઅંશે સફળતા મળી છે એટલે સમગ્ર જિલ્લામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આયોજન કર્યું છે.

You Might Also Like

મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા

બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી

શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ

સોમવારથી બાલ-દાઢી કટીંગમાં 20 %નો વધારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજથી ૩૦ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી અને બે સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસી આપવામાં આવશે
Next Article રાજકોટ શહેરમાં સભા સરઘસબંધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?