By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે
AuthorNaresh Shahરાષ્ટ્રીયલાઇફ સ્ટાઇલ

તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 12:32 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

એક કલાકમાં સામાન બાંધીને હું ટેક્સીમાં નીકળી પડયો અને દિવસભર ન્યૂયોર્કમાં આંટા મારતો રહ્યો. બપોરે ભારતીય દુતાવાસમાં મિત્ર નટવરસિંહને મળ્યો અને સાંજે એરપોર્ટ પહોંચ્યો. હું આખો દિવસ અપરાધીની જેમ ભાગતો રહ્યો હતો, ડાકુઓનો કોઈ સાગરિત હોઉં તેમ઼ પ્લેને ઉડવાની શરૂઆત કરી ત્યાં સુધી હું ડરતો રહ્યો કે ક્યાંક છેલ્લી ક્ષ્ાણોમાં ન્યૂયોર્ક પોલીસ આવી ન જા ય અને મને પકડી ન લે

-નરેશ શાહ

- Advertisement -

એ વખતે આર. કે. નારાયણ પદ્મભૂષણનો ખિતાબ પામી ચૂક્યા હતા. અમેરિકામાં તેમની એક નોવેલના નાટય રૂપાંતરથી તેમને સંતોષ નહોતો તેથી તેમણે સહમતિ રદ કરી દીધી હતી. આ કારણે અમેરિકન દિગ્દર્શક તેમના પર કેસ કરવાનું વિચારી રહ્યો હતો. જો સમન્સ બજવણી થઈ જાય તો આર. કે. નારાયણ દેશ છોડી ન શકે અને અમેરિકામાં કેસ લડે તો ખુવાર થઈ જાય… હેમખેમ ભારતમાં પાછા આવી ગયેલા આર. કે. નારાયણે પોતાની જે નોવેલના રાઈટસ નાટક માટે વેચ્યાં હતા, એ નોવેલનું નામ હતું : ગાઈડ.

એ 196પનું વરસ હતું અને એ જ વરસે દેવઆનંદ અભિનિત ગાઈડ ભારતમાં રિલીઝ થઈ ગઈ હતી. જો કે સર્જક તરીકે આર. કે. નારાયણને ગાઈડ ફિલ્મથી પણ સંતોષ નહોતો થયો.

પોતાના બચ્ચાંનો ઉછેર કોઈ અન્ય થકી થાય ત્યારે સંતોષનો સંપૂર્ણ ઓડકાર ભાગ્યે જ આવતો હોય છે. આવી જ ફિલીંગ સર્જકોને તેમના સર્જનના અન્ય માધ્યમમાં થતાં રૂપાંતરણ વખતે યા પછી થતી હોય છે. આ વાત બેસ્ટસેલર લેખક ચેતન ભગતને લાગુ પડે છે તો પદ્મવિભૂષણ આર. કે. નારાયણને પણ. રાસીપુરમ ક્રિષ્નાસ્વામી ઐય્યર નારાયણસ્વામીને સાહિત્યપ્રેમીઓ આર. કે. નારાયણ તરીકે વધુ આદર આપે તો ટીવીના દર્શકો તેમને માલગૂડી ડેઝ સિરિયલ થકી જાણે અને સરેરાશ લોકો તેમને દેવઆનંદની (દિગ્દર્શક : વિજય આનંદ) કલાસિક ફિલ્મ ગાઈડથી ઓળખે છે. 13મી મે, ર001ના દિવસે, પંચાણું વરસે ફાઈનલ એકઝિટ લેનારા આર. કે. નારાયણસરે ગાઈડ નવલકથા લખી ત્યારે પચાસ વરસના હતા. સાલ હતી 19પ6. આગલા વરસે જ ભીષણ દુકાળને લીધે મૈસુરના તમામ જલસ્ત્રોત સૂકાઈ ગયા હતા અને તેમણે જોયું કે મૈસુર કોર્પોરેશને બ્રાહ્મણો પાસે જાહેરમાં અગિયાર દિવસ મંત્રોના જાપ કરાવ્યાં હતા. બારમા દિવસે વરસાદ થયો પણ હતો… આ ઘટના પરથી નારાયણસરના સર્જક દિમાગમાં એક પ્લોટ ઘુમરાવા લાગ્યો હતો : એક એવો માણસ કે જે કમને સંત બનવા માટે સહમત થાય છે

- Advertisement -

ગાઈડ નોવેલ કે ફિલ્મની થીમ આ. 19પ6માં જ પોતાની દીકરીને પરણાવીને સાસરે વિદાય ર્ક્યા પછી એકલાં પડેલા આર. કે. નારાયણ રોકફેલર ફાઉન્ડેશનની ગ્રાંટ પર વિદેશ જઈને નવું સર્જન કરવા માટે તૈયાર થયા. નવલકથાની થીમ દિમાગમાં હતી જ, અમેરિકાના બર્કલે શહેરમાં પહોંચીને નારાયણસરે પહેલાં તો વ્યાજબી બજેટ તેમજ યોગ્ય વાતાવરણવાળું રહેવા માટેનું સ્થળ (હોટેલ) શોધ્યું અને પ્રતિ દિવસ સાત ડોલરની ટેરિફવાળી હોટલ છોડીને મહિનાના પંચોતેર ડોલરવાળી હોટેલના રૂમમાં શિફટ થયા અને ત્રણ મહીના ત્યાં જ રહીને તેમણે એંસી હજાર શબ્દોમાં નવલકથાનો પ્રથમ ડ્રાફટ પૂરો ર્ક્યો. તેનું નામ ગાઈડ. 1964માં તેમની આ જ નોવેલને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો. એ જ વરસે દેવઆનંદે તેમને પહેલાં પત્ર લખ્યો અને પછી રૂબરૂ મળ્યાં. દેવઆનંદ ગાઈડ પરથી બે ભાષામાં (હિન્દી-અંગે્રજીમાં) ફિલ્મ બનાવવા માંગતા હતા. ગાઈડ ના રાઈટસ માટે દેવઆનંદે ચેક બુક કાઢીને નારાયણસરને ભરવા માટેની એમાઉન્ટ પૂછી. પોતાની આત્મકથા માય ડેઈઝમાં આર. કે. નારાયણ લખે છે કે, અચાનક લાભની આવી ઘટનાથી મારી વિચાર – શક્તિ બહેર મારી ગઈ હતી… સ્વસ્થ થયા પછી મામૂલી રકમ એડવાન્સમાં લઈને નારાયણસરે અમુક પર્સેન્ટેજ (નફામાંથી) રોયલ્ટી મેળવવાનો દેવઆનંદ સાથે કરાર ર્ક્યો. નારાયણસરનું લોજિક ઈમાનદાર હતું: ફિલ્મની સાથે જ લાભ-નુકશાન મેળવીશ. નાહકનો લાભ નહીં લઉં…

196પમાં રિલીઝ થયેલી ગાઈડ ફિલ્મ માત્ર સુપરહિટ જ નહોતી થઈ, પણ ઓલટાઈમ કલાસિકનો દરજ્જો તેને મળેલો છે. હિન્દી સિનેમાની પ્રથમ સો ફિલ્મમાં ગાઈડનું નામ ઉમેરવું ફરજિયાત છે પણ મજા એ છે કે ગાઈડ રિલીઝ પછી આર. કે. નારાયણને મૌખિક તેમજ લેખિત જણાવવામાં આવ્યું કે ગાઈડ ફિલ્મે કોઈ નફો ર્ક્યો નથી. નફો થશે ત્યારે તમને ભૂલ્યાં વગર, તમારો હિસ્સો મોકલી આપવામાં આવશે… જો કે નારાયણસરનું મન તો શરૂઆતથી જ ફિલ્મ બાબતે ખાટું થવા લાગ્યું હતું એવું તેમણે પોતાની આત્મકથા માય ડેઝમાં લખ્યું છે. ગાઈડનું લોકાલ નારાયણસરે માલગૂડી દેખાડયું હતું કે જેનું(કાલ્પનિક) સર્જન તેમનું જ હતું. ભારતમાં માલગૂડી શહેર ક્યાંય છે જ નહીં. તેથી માલગૂડી જેવા સ્થળો દેખાડવા માટે આર. કે. નારાયણને સાથે લઈને આખું યુનિટ મૈસુરમાં ફર્યું હતું. સર્જકે લાગતા-વળગતાં સ્થળો દેખાડયા કે જે તેમની વાર્તા સાથે મેચ થતા હતા. સ્થળો જોયાં પછી જો કે યુનિટ પાછું આવ્યું જ નહીં. મોડેથી નારાયણસરને ખબર પડી કે ફિલ્મ મૈસુરની બદલે જયપુરમાં શૂટ થઈ રહી છે. આર. કે. નારાયણે વાંધો લીધો પણ તેમને કહી દેવામાં આવ્યું કે સિનેમાના મોટા પરદામાં રંગ ભરવા માટે જયપુર જ યોગ્ય છે. આમ પણ તમારા માલગૂડી નું અસ્તિત્વ જ ક્યાં છે ?

નારાયણસરને તો વહીદા રહેમાનના પાત્રના કેન્વાસ પર વાંધો હતો કારણ કે એમની હિરોઈન રાષ્ટ્રીય કક્ષ્ાાની નહોતી કે બોઈંગમાં ઉડનારી કે પ્રશંસકોને ઓટોગ્રાફ આપનારી નહોતી. ફિલ્મવાળાએ મારી હિરોઈનને વીઆઈપી બનાવી દીધી એમ કહેનારા નારાયણસરને કલાઈમેક્સ પણ બહુ નિરાશાજનક લાગતો હતો… બેશક,આ ગાઈડના જન્મદાતા સર્જકનો અભિપ્રાય છે. તમારી જેમ મને પણ વિજય આનંદની ગાઈડ કલાસિક જ લાગે છે પણ એટલે જ કંઈ આપણે તેના મૂળ રચયિતાની લાગણીને નજરઅંદાઝ કરીએ એ કેવું ? પડોશણ આપણને આદર્શ સ્ત્રી લાગે પણ એ જ વાત પડોશણના પતિને માન્ય જ હોય એવું શક્ય ખરું ? ગાઈડ ફિલ્મ અને નારાયણસરનું પણ આવું જ માનવું રહયું.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જામનગર ખાતે નાગરિક પુરવઠા રાજ્યમંત્રી દ્વારા લોકદરબારનું કરાયું આયોજન
Next Article પ્રાચીન આર્યાવર્તની એવિયેશન ટેક્નોલોજી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?