ખાસ-ખબર ન્યૂઝ
જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ શ્યામ મહિલા મંડળ દ્વારા મહાશિવરાત્રિ અને મહિલા દિવસ નિમિતે મહિલા મંડળની બહેનો દ્વારા પુણ્યનું ભાથું કમાવા ભવનાથ ખાતે આવેલ કડિયા જ્ઞાતિ વાડીના અન્નક્ષેત્રમાં સવારથી રસોઈ તૈયાર કરવામાં મદદરૂપ થયા હતા અને હજારો શિવ ભક્તોને ભોજન પીરસવામાં સતત કામગીરી કરેલ. મહિલા મંડળની બહેનોમા પ્રમુખશ્રી મીનાબેન ગોહેલ સહિત અરૂણાબેન ભાલીયા, ભાવનાબેન ચાવડા,હર્ષાબેન કાચા, પારૂલબેન જેઠવા, પારૂલબેન સાપરા, સંધ્યાબેન રાઠોડ, દક્ષાબેન પરમાર, પારૂલબેન કાચા, લીલાબેન કાચા, કરૂણાબેન મારૂ, જયોતિબેન ટાક, જીજ્ઞાબેન ચોટલીયા, હંસાબેન ચોટલીયા, વજીબેન ચાવડા, મિતલ ગોહેલ, વૈશાલી ચોટલીયા, રુચિતા ચાવડા, મનિષા મારૂ, કાજલ ખેતાણી, સ્નેહલ ચાવડા વગેરે બહેનો એ સતતપણે કામગીરી બજાવી મહિલા દિવસની ઉજવણી કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્ધવીનર કિશોરભાઈ ચોટલીયા તથા ભરતભાઈ ભાલીયા દ્વારા જાહેમત ઉઠાવવામાં આવેલ હતી.