ભવનાથને કિલ્લેબંધી કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાશિવરાત્રી મેળો આવતીકાલથી શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેષ ધાંધલીયા તેમજ એલસીબી અને એસઓજી સાથે પોલીસ સ્ટાફ દ્વારા ભવનાથમાં ખાસ મેગા ડ્રાઇવર યોજવામાં આવી હતી.
- Advertisement -
શિવરાત્રી મેળામાં 10 લાખથી વધુ ભાવિકો જ્યારે ઉમટવાના હોય તે અનુસંધાને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જળવાય રહે અને આવતા ભાવિકોને કોઇ અગવડતા ન પડે તેવા પ્રયાસો શરૂ કર્યા છે જેમાં સાત વોંચ ટાવર, ત્રણ બીડીએસ ટીમ સહિત સ્નીફર ડોગ, 79 સીસીટીવી કેમેરા, 10 સર્વેલન્સ ટીમ, કુલ રર સ્ટેજ, ચાર રાઉટી તેમજ ભવનાથ પોલીસ સ્ટેશનમાં કંન્ટ્રોલ રૂમ દ્વારા 19 લોકેશન ઉપર નજર રાખવામાં આવશે.
આ મેળા બંદોબસ્તમાં 7 ડીવાયએસપી, 23 પીઆઇ, 117 પીએસઆઇ, 1084 પોલીસ, 136 ટ્રાફીક પોલીસ, 529 હોમગાર્ડ, 596 જીઆરડી સહિત કુલ 2799 પોલીસ જવાનો બંદોબસ્ત જાણવશે. તેની સાથે મહાશિવરાત્રી મેળાના ચાર દિવસ સુધી પોલીસ દ્વારા સઘન ચેકીંગ સાથે પેટ્રોલીંગ કરવામાં આવશે.



