3 શખ્સોને બે રિક્ષા સાથે કુલ રૂા.5.18 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સહિત આંતર જિલ્લામાં મુસાફરોની રીક્ષામાં બેસાડી રૂપિયા તેમજ કિંમતી માલ-સામાન સેરવી લેતી ગેંગનો પર્દાફાશ જૂનાગઢ ક્રાઇમ બ્રાંચ પીઆઇ જે.જે.પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો.
જુનાગઢ શહેરમાં રીક્ષામાં બેસાડી મુસાફરોને ખંખેરી રૂપિયા પડાવતી ગેંગની ફરિયાદો ઉઠવા પામી હતી. બનાવ મામલે જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે સીસીટીવી તેમજ ટેકનીકલ સોર્સના આધારે રાજકોટમાં રહેતો દિપક ઉર્ફે ઋત્વીક કરમસિંહ સોલંકી તથા રાજકોટના કબુલીયાપરામાં રહેતો રવિ બટુક સોલંકી તેમજ સાગર ઉર્ફે બાડો મનસુખ અબસાણીયાને ઝડપી પાડી તેની પાસેથી બે ઓટોરીક્ષા તેમજ મોબાઇલ મળી કુલ રૂા.5,18,500નો મુદ્દામાલ કબ્જે કરીને તેની વધુ પુછપરછ કરતા જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા જિલ્લામાં મેસેન્જરોને રૂપિયા સેરવી લેવાના કુલ 100 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જયારે અનડીટેક કુલ 4 ગુનાને ડીટેક કરવામાં આવ્યા હતા.