દેશવિદેશના પતંગબાજોએ રાજકોટના આકાશ સપ્તરંગી પતંગોથી સુશોભિત કરી દીધું
પતંગોત્સવના પ્રારંભે ગરબાના તાલે ઝૂમીને વિદેશી પતંગ રસિકો અને મહાનુભાવોએ પતંગોત્સવને વધાવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024નો ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં શાનદાર પ્રારંભ થયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં “રણછોડ રંગીલા’ તેમજ ‘ખલાસી’ વગેરે ગીતો સાથે ગરબાના તાલે વિદેશી પતંગ રસિકો ઝૂમ્યા હતા.
દીપ પ્રાગટ્ય દ્વારા પતંગોત્સવનો પ્રારંભ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પતંગ શોખીનોને શુભેચ્છા પાઠવી હતી. મેયરશ્રી નયનાબેન પેઢડિયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પતંગ આપણી લોકસંસ્કૃતિમાં વણાયેલો છે, અને તેનો ઉલ્લેખ લોકગીતોમાં પણ જોવા મળે છે. મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે અંગ્રેજીમાં ઉદબોધન કરી વિદેશી મહેમાનોને આવકાર્યા હતાં.
વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશના અન્ય રાજ્યોના 38 જેટલા પતંગ રસિકોએ પતંગોત્સવમાં ભાગ લીધો હતો, જેમાં જર્મની, ઈરાક, મલેશિયા,ઇઝરાયેલ જોર્ડન, યુ.કે., ઈટલી, નેપાળ, લેબનોન, કોરિયા વગેરે દેશોના તેમજ ભારતના બિહાર, પંજાબ અને મહારાષ્ટ્રના પતંગ રસિયાઓનો સમાવેશ થાય છે. તેમના એક બે અને ચાર દોરીઓથી સંચાલિત અલગ અલગ પ્રકારના ફ્રેમ કેસ, સ્ટન્ટ કાઇટ્સ, પાવર કાઈટ, ટ્રેન કાઈટ, મલ્ટી કાઇટ, અટેચમેન્ટ
સાથેના પતંગો, ઉપરાંત, ડ્રેગન, ગોળાકાર, ગાંધીજીના પતંગે આકર્ષણ જમાવ્યું હતું.