ભવનાથ તળેટી ખાતે ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે 65 વડીલો જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિનિયર સિટીઝન્સ દ્વારા ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ભવનાથ તળેટી ખાતે ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેટલા વડીલોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને યુવાનોને શરમાવે તેવી સ્ફ્રુતિ સાથે ભાગ લીધો હતો
ભવનાથ સ્થિત દીનદયાળ પર્વતારોહણ કેન્દ્ર ખાતેથી સવારે 7 વાગે ઝડપી ચાલ સ્પર્ધા યોજાય હતી જેમાં 60 થી 85 વર્ષથી વધુની વયના સ્પર્ધકો માટે ત્રણ કેટેગરીમાં યોજાય હતી આ સ્પર્ધાને ભવનાથ પીએસઆઇ આંબલીયા મેડમ થતા સિનિયર સીટીઝન મંડળના પ્રમુખ જે.બી.માંકડ સહીતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો બે કિલોમીટર સુધીની સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈને સ્પર્ધા પૂર્ણ કરી હતી જયારે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડાલીસ્ટ 85 વર્ષના ભાનુમતીબેન પટેલે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ વિજેતા બન્યા હતા અને યુવાનોને વ્યસન મુક્ત તંદુરસ્તી જાળવવા માટે આવી સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ.
યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે સિનિયર સિટિઝનોએ ઝડપી ચાલમાં ભાગ લીધો
