ક્ષૌરકર્મ વાળંદ સમાજ ધંધાદાર સમિતિ-રાજકોટનો નિર્ણયઃ વધતી જતી મોંઘવારીના કારણે હેરકટિંગના ભાવ વધારો
- Advertisement -
શ્રી ક્ષૌરકર્મ વાળંદ સમાજ ધંધાદાર સમિતિ રાજકોટના પ્રમુખ અતુલભાઈ વાજાના માર્ગદર્શનમાં એસોસિએશનની એક મીટિંગ મળેલી હતી, જેમાં અત્યારની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અત્યારે વૈશ્વિક અર્થતંત્ર મોંઘવારીમાંથી પસાર થઈ રહ્યું છે જેમાંથી ભારત પણ અછૂત નથી. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થતાં અત્યારના સમયમાં ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ મોંઘું થયેલ છે, જેના લીધે સવારથી જાગીને રાત પડે ત્યાં સુધીની દરેક જીવન જરૂરી વસ્તુઓમાં પુષ્કર ભાવ વધારો થયેલો છે. આ ઉપરાંત અત્યારના સમયમાં બાળકોના શિક્ષણની ફીમાં પણ તોતિંગ ભાવ વધારો થયો છે તેમજ હેર કટિંગ સલૂનમાં ઉપયોગમાં લેવાતી કોસ્મેટિક આઈટમ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમોમાં પણ પુષ્કળ ભાવ વધારો થતાં હવે જૂના ભાવમાં સલૂનનો વ્યવસાય પોસાય તેમ નથી.સલૂન વ્યવસાયમાં કામ કરતા કારીગરોને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે યોગ્ય આવક જોઈએ, જેથી કરીને કારીગરો વતી પગારમાં પણ વધારો કરવાથી હવે જૂના ભાવમાં બિઝનેસ કરવો પોસાય તેમ ન હોવાથી શ્રી ક્ષૌરકર્મ વાળંદ સમાજ ધંધાદાર સમિતિ રાજકોટના પ્રમુખ અતુલભાઈ વાજાના માર્ગદર્શન નીચે કારોબારીની મીટિંગ મળેલ હતી, જેમાં સર્વાનુમતે તા. ૧૫/૦૬/૨૦૨૬, સોમવારથી ૨૦% નો ભાવ વધારો જાહેર કરેલ છે.




