પુત્રના આડા સંબંધોને છાવરી શિક્ષક દંપતી અને નણંદે પરિણીતાને માર મારી કાઢી મુક્ત તમામ વિરુદ્ધ ગુનો નોંધાયો
અન્ય મહિલાઓ સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતો કરતો : માવતરેથી રોકડા લાવવા દબાણ કરતા હોવાનો આક્ષેપ
- Advertisement -
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના ગોતાના એક શિક્ષક પરિવાર સામે પુત્રવધૂને પિયરમાંથી વસ્તુઓ નહીં, રોકડા જ લાવવાના કહી ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે સરકારી શિક્ષક એવા સાસુ-સસરાનો કોન્ટ્રાક્ટર પુત્ર રાત્રે 2 વાગ્યે અન્ય સ્ત્રી સાથે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો કોલ કરતા રંગેહાથ પકડાયો હતો. પુત્રના આડા સંબંધોને છાવરી શિક્ષક દંપતી અને નણંદે પરિણીતાને માર મારી કાઢી મુક્ત તમામ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. રાજકોટમાં રહેતા પ્રગતિબેન દીપ પટેલએ અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટર પતિ દીપ પટેલ, સરકારી શિક્ષક સસરા વિષ્ણુ પટેલ, સાસુ નયના પટેલ અને નણંદ માર્ગી પટેલ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન 2020માં અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે કોન્ટ્રાક્ટર એવા દીપ પટેલ સાથે થયા હતા તેણીને નાની મોટી બાબતે સાસરિયાઓ માર મારતા હતા પરિણીતા જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે પણ પતિને દવાખાને સાથે જવા દેવાતો નહોતો. પુત્રીના જન્મ બાદ એક રાત્રે બે વાગ્યે પતિના ફોન પર અન્ય સ્ત્રીનો વીડિયો કોલ આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર અન્ય સ્ત્રી સાથેના મેસેજ મળી આવ્યા હતા. સસરાએ કહ્યું કે, તારી ભૂલ છે એટલે જ મારો દીકરો બહાર જાય છે! લગ્નની પહેલી વર્ષગાંઠના દિવસે જ નણંદને જમવાનું કહેવાની સામાન્ય બાબતમાં પતિએ ઝઘડો કર્યો હતો. પતિએ ગુસ્સામાં આવી ટેબલ પર પડેલી સેન્ડવિચને પાટું મારી હવામાં ફંગોળી દીધી હતી અને પત્નીને બેરહેમીથી માર માર્યો હતો. આ ઉપરાંત જ્યારે પણ ઘરમાં કોઈ વસ્તુ ખોવાઈ જાય ત્યારે સાસુ-સસરા તું રાજકોટ પિયરમાં મૂકી આવી છે તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા શાકભાજીમાંથી ઇયળ નીકળવા જેવી સામાન્ય બાબતને પકડીને પતિએ પરિણીતાને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ પતિએ સાળાને ફોન કરીને ધમકીભર્યા લહેજામાં કહ્યું કે, ‘મેં તારી બહેનને મારેલ છે, તું આવીને લઈ જા’ આમ ત્રાસ આપતા હોવાથી અંતે ફરિયાદ નોંધાવી હતી.




