લોન મેળામાં 50 થી વધુ લાભાર્થીઓને ભાગ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમ હેઠળ યોજાયેલ લોન મેળામાં 50 થી વધુ લાભાર્થીઓને રૂા.103 લાખનું લોન-ધિરાણ આપવામાં આવ્યું હતું.આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત લીડ બેન્ક એસ.બી.આઇ., એસ.એસ.બી.સી. અને ડીએફએસ કેન્દ્ર સરકારના ઉપક્રમે આયોજીત રિટેઇલ ખાતેદારોને રૂપિયા 36.14 લાખ, ખેત ધિરાણ ખાતેદારોને રૂપિયા 61.14 લાખ અને બિઝનેશના ખાતેદારોને રૂપિયા 5.78 લાખના ધિરાણના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક બેન્કની લોન યોજના માહિતી માર્ગદર્શન આપતા 20 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ તકે બેન્કર્સ, જીઆઇડીસી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ચેમ્બર ઓફ કોમર્સ અને નાબાર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.