માનવતા અને સેવાના વ્યવસાય ગણાતા તબીબી ક્ષેત્રને લાંછન લગાડતી ઘટના
પોરબંદરની યસ બૅંકના આસિસ્ટન્ટ મેનેજરનું મોત; 55 કિલોના પુત્રનો 25 કિલોનો મૃતદેહ સોંપ્યાનો પિતાનો કાળજા કંપાવનારો આરોપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં માનવતા અને સેવાના વ્યવસાય ગણાતા તબીબી ક્ષેત્રને લાંછન લગાડતી એક ઘટના રાજકોટની જાણીતી ખાનગી હોસ્પિટલ ઇંઈૠમાંથી સામે આવી છે. પોરબંદરના એક આશાસ્પદ યુવાનના મોત બાદ તેના પિતાએ હોસ્પિટલ તંત્ર અને ડોક્ટરો પર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે. પુત્ર ગુમાવનાર પિતાએ રોષે ભરાઈને હોસ્પિટલનું લાયસન્સ રદ કરવાની અને તેને સીલ કરવાની માંગ કરી છે.
મળતી વિગત મુજબ, રાણાવાવના સીમ વિસ્તારના વશરામભાઈ મોકરિયાનો પુત્ર હિરેન, જે પોરબંદરની યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો, તેને 11 નવેમ્બરના રોજ અકસ્માત નડ્યો હતો. સિગ્મા સ્કૂલની બસે ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા હિરેનને વધુ સારવાર માટે રાજકોટની ઇંઈૠ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પિતાને આશા હતી કે મોટી હોસ્પિટલમાં પુત્ર સાજો થઈ જશે, પરંતુ 58 દિવસની લાંબી અને પીડાદાયક સારવાર બાદ આખરે હિરેને દમ તોડી દીધો હતો. હિરેનના પિતા વશરામભાઈએ હોસ્પિટલ બહાર મીડિયા સમક્ષ હૈયાફાટ રુદન સાથે જણાવ્યું હતું કે, “જ્યારે અમે હિરેનને અહીં લાવ્યા ત્યારે તેનું વજન 55 કિલો હતું, અને આજે તેનું પીએમ કરાવીને હું 25 કિલોનો મૃતદેહ લઈને જઈ રહ્યો છું.” તેમણે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલે માત્ર પૈસા કમાવવા માટે તેમના દીકરાનો ભોગ લીધો છે.
11 નવેમ્બરે સિગ્મા સ્કૂલની બસે ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા હિરેનને વધુ સારવાર માટે ઇંઈૠ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
- Advertisement -
ઇન્સ્યોરન્સ હોવાથી પુત્રને લાંબો સમય રખાયો : પિતાનો ગંભીર આરોપ
રાજકોટમાં ખાનગી હોસ્પિટલની કથિત બેદરકારીને કારણે 24 વર્ષીય યુવાન હિરેનના મોત બાદ પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. હિરેનના પિતા વસરામભાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, હિરેન પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવાથી હોસ્પિટલે માત્ર રૂપિયા પડાવવાના ઈરાદે તેને લાંબો સમય સુધી દાખલ રાખ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારથી સાચી હકીકત છુપાવવામાં આવી હતી. પિતાએ ડો. લાલચેતા સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, “ડોક્ટર નહીં પણ કસાઈ છે, જેમણે મારા દીકરાને મારી નાખ્યો છે.” આ મામલે તપાસની માંગ સાથે પરિવાર ન્યાયની આશા સેવી રહ્યો છે.



