સનસનાટીભરી લૂંટ અને મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ ઊંધા માથે: ગંભીર ઘટનામાં ફરિયાદી પતિ પણ શંકાના દાયરામાં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં નવી કોર્ટ સામે શિવસાગર પાર્કમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યે હેમાલી અલ્પેશ વરૂ ઉ.28ની તેના જ ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી ગળા પર ઇજાના નિશાન હોય તેમજ ઘરમાંથી 60 હજારના દાગીના પણ ગાયબ હોય લૂંટ વિથ મર્ડરની ઘટનામાં હાલ પોલીસે મૃતકના પતિ અલ્પેશ પરસોત્તમ વરૂને ફરિયાદી બનાવી યુનિવર્સિટી પોલીસ ફરિયાદ આધારે ગુનો નોંધી શહેરભરની પોલીસે તપાસ આદરી છે જો કે મૃતકનો પતિ પણ શંકાના દાયરામાં છે. મૂળ કેશોદના અને રાજકોટના શિવસાગર પાર્કમાં રહેતા છેલ્લા સાતેક માસથી પત્ની, માતા અને બે વર્ષની પૂત્રી સાથે રહેતા અને મિસ્ત્રી કામ કરતાં અલ્પેશભાઈ પરસોતમભાઈ વરૂ ઉ.35એ અજાણ્યા શખસ સામે 60 હજારની લૂંટ અને પત્ની હેમાલીની હત્યા કરવા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો ત્રણ ભાઈઓ તથા મારે ત્રણ બહેનો છે. મારા લગ્ન છએક વર્ષ પહેલા પોરબંદર રહેતા ચંદુભાઈ સવજીભાઈ ફટાણીયાની દીકરી હેમાલીબેન સાથે થયા હતા. મારા પત્ની હેમાલીબેન મવડી ચોકડી પાસે પેટ્રોલ પંપ બાજુમા પંદર વીસ દિવસથી ટુર બુકીંગ ઓફીસમાં કામ કરતા હતા હું કૌટુંબિક મરણ થયેલ હોય વહેલી સવારે ત્યાં ગયો હતો માતા કેશોદ ગયા હતા સવારે નવ વાગ્યે પત્ની કામે ગિયા હતી અને હું મારા કામ ઉપર રૈયા ચોકડી પાસે ગયો હતો બપોરે હું અને પત્ની સાડા બારેક વાગ્યે અમારા ઘરે પહોંચેલ અને મારા પત્નીએ ખીચડી બનાવી ત્રણેય જમ્યા હતા અને બપોરના બે વાગ્યે હું પાછી મારા કામ ઉપર ચંદન પાર્ક ખાતે ગયેલ હતો સાંજના ચાર-પાંચ વાગ્યાના અરસામાં મેં બે વાર પત્નીને ફોન કરતા ઉપાડેલ નહી. બાદ સવા છએક વાગ્યાના અરસામાં મેં ફરીવાર ફોન કરતા મારી પત્નીએ ફોન ઉપાડેલ નહીં આઠેક વાગ્યે હું ઘરે પહોંચેલ હતો.
- Advertisement -
બાઈક પાર્ક કરી ઘરમાં ગયેલ, મારા ઘરની પ્રથમ ડેલી ખુલ્લી હતી બાદ બીજી ડેલીનો આગળીયો બહારથી મારેલ હતો. જેથી મેં આગળીયો ખોલી અંદર ગયેલ તો ઘરનો દરવાજાનો આગળીયો બહારથી બંધ હતો. અને બહારની લાઇટો બંધ હતી બેડરૂમની લાઇટ બંધ હોય મેં લાઇટ ચાલુ કરતા મારી દીકરી દોડીને મને બથ ભરી ગયેલ અને મેં રૂમમાં જોતા સેટી ઉપર મારા પત્ની લોહી લુહાણ હાલતમાં પડેલ. જેથી હું તુર્ત જ મારી દિકરીને લઈને તે રૂમમાંથી બહાર નીકળી ગયેલ અને બાજુના રૂમમાં કબાટનો સામાન વેરવિખેર હાલતમાં પડેલ જોવામાં આવેલ જેથી હું ઘરની બહાર નીકળી ગયેલ અને મારી બાજુમાં રહેતા ભાવેશભાઈ અને અમારા મકાન માલીક મોમભાઈ ભરવાડનો ડેલો બાજુમાં હોય તેમને આ બનાવની જાણ કરેલ અને આ ભાવેશભાઈ તથા મોમભાઈ અને બીજા માણસોએ આવી પોલીસ તથા 108માં જાણ કરતાં પોલીસ તથા 108 એમ્બ્યુલન્સ આવી ગયેલ અને 108 એમ્યુલન્સના ડોક્ટરે પત્ની હેમાલીબેનને મૃત જાહેર કરેલ.
પત્નીને ગળાના ભાગે ઇજાના નિશાન હતા જેમાંથી લોહી નીકળતુ હતુ, અને સેટીપલંગ ઉપર મારી પત્નીના ડાબા હાથ પાસે એક કાતર પડેલ હતી જુના રૂમમાં જોતા કબાટમાં રાખેલ સોનાનો ચેઇન, સોનાની વીંટી, સોનાની લકકી જે તમામનું વજન આશરે દોઢેક તોલા જેટલુ થાય તે 60 હજારના દાગીના ક્યાંય જોવામાં આવેલ નહીં, બાદ મારા પત્નીની લાશને પી એમ. માટે સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ હતા પોરના બે વાગ્યાથી રાત્રીના સાડા આઠેક વાગ્યા દરમ્યાન કોઈ પણ સમયે પ્રવેશ કરી મારા પત્ની હેમાલીબેન (ઉ.વ.27)ને ગળાના ભાગે કોઈ તીરણ હથીયારથી ઇજા કરી તેનુ મોત નીપજાવી તેમજ બાજુના રૂમમાં કબાટમાંથી સોનાના દાગીના આશરે કિ.રૂ.60,000ની લુંટ કરી જતા રહ્યા હતા લૂંટ વિથ મર્ડરની ફરિયાદ નોંધી યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.