રાતે દૂધમાં ઊંઘની ગોળીનો ઓવરડોઝ આપ્યો, સ્કૂલવાન ડ્રાઇવરના પ્રેમમાં હત્યાનું કાવતરૂ ઘડ્યું
હસ્તિનાપુરમાં ભાડાના મકાનમાં રહેતા હતા, લવ મેરેજ કર્યા હતા
- Advertisement -
યુપીના મેરઠમાં સ્કૂલ સંચાલકના મોત મામલે પોલીસે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. પત્નીએ પોતાના પ્રેમી સ્કૂલ વાનના ડ્રાઈવર સાથે મળીને સ્કૂલ સંચાલક પતિને રસ્તામાંથી હટાવવા માટે હત્યાનું કાવતરું ઘડ્યું. પહેલા પતિને દૂધમાં ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ આપ્યો, પછી ઝેરી સાપ તેના બેડ પર છોડીને કરડાવ્યો. પોલીસે પત્ની, પ્રેમી અને બે મદારીઓ સહિત ૪ લોકોની ધરપકડ કરી છે.
શુક્રવારે સવારે ૬ વાગ્યે સ્કૂલ સંચાલક પતિનો મૃતદેહ ભાડાના મકાનના રૂમમાં બેડ પર મળ્યો. પછી પત્ની અને પરિવારના લોકો મૃતદેહ લઈને હોસ્પિટલ પહોંચ્યા, ડોકટરોએ મૃત જાહેર કર્યો. ઘટના બાદ પરિવારજનોએ પત્ની પર સાપ કરડાવીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે પત્નીને કસ્ટડીમાં લઈને પૂછપરછ પણ કરી. કોલ ડિટેલ તપાસતા ડ્રાઈવરની વધુ વાતચીત પર શંકા ગઈ. આ પછી ડ્રાઈવરે આખી ઘટના કબૂલી લીધી. પત્નીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તે રાત્રે લગભગ ૨ વાગ્યે તેના ૬ વર્ષના પુત્રને લઈને બીજા રૂમમાં સૂવા ગઈ હતી. સવારે જ્યારે રૂમમાં પહોંચી, ત્યારે પતિ બેડ પર ચાદર ઓઢીને સૂતા હતા. ઘણી વાર અવાજ કરવા છતાં કોઈ હલચલ ન થઈ, તો પત્નીએ ચાદર હટાવી. ત્યાં એક સાપ જોઈને તે ચીસ પાડી ઉઠી. તપાસમાં તેમના જમણા પગ પર સાપ કરડવાના નિશાન મળ્યા. મૃતકના પરિવારજનોએ પત્ની પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલો મેરઠના હસ્તિનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
અતુલ કુમાર (૩૨) બહામા પોલીસ સ્ટેશન વિસ્તારના ભંડોરા ગામના રહેવાસી હતા. ૪ કિલોમીટર દૂર હસ્તિનાપુરમાં પત્ની દામિની (30) અને ૬ વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. છેલ્લા ૪ વર્ષથી અતુલ અને દામિની ઘરથી ૧ કિલોમીટર દૂર કૃષ્ણ કિડ્સ પ્લે સ્કૂલ ચલાવતા હતા. સ્કૂલ નર્સરીથી ધોરણ ૫ સુધીની છે. તેમાં લગભગ ૧૫૦ બાળકો ભણે છે. અતુલ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. પિતા અજબ સિંહ (૭૨) ગામમાં ખેતી કરે છે. માતા સંતોષ દેવી (૬૯) ગૃહિણી છે. મોટા ભાઈ કુલદીપ સેનામાંથી નિવૃત્ત છે. પત્ની, બાળકો સાથે બહસુમામાં રહે છે. બીજા નંબરના ભાઈ મનદીપે ૪ વર્ષ પહેલા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ૭ વર્ષ પહેલા અતુલ અને દામિનીએ લવ મેરેજ કર્યા હતા.




