By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    2 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    2 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    2 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    3 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    2 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    2 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    2 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પરસ્ત્રી સાથે મેસેજ કરતા પતિએ સગર્ભા પત્નીને કહ્યું, મારે બાળક નથી જોઈતું, દવા લઈ લે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > પરસ્ત્રી સાથે મેસેજ કરતા પતિએ સગર્ભા પત્નીને કહ્યું, મારે બાળક નથી જોઈતું, દવા લઈ લે
CRIME

પરસ્ત્રી સાથે મેસેજ કરતા પતિએ સગર્ભા પત્નીને કહ્યું, મારે બાળક નથી જોઈતું, દવા લઈ લે

Khaskhabar Editor
Last updated: 2026/07/18 at 3:49 PM
Khaskhabar Editor 1 month ago
Share
20 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર 

રાજકોટ અને શાપરમાં સ્ત્રી અત્યાચાર અંગે બે ફરિયાદ નોંધાવવામાં આવી છે પરિણીતાને વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયા સામે રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે. રાજકોટના ભગવતીપરામાં આવેલ સુખસાગર સોસાયટીમાં માવતરે રહેતી અને હાલ પાંચ મહિનાની સગર્ભા પુજાબેન ભાવિન રાજેશભાઈ ઝાલા ઉ.26એ પતિ ભાવિન રાજેશભાઈ ઝાલા, સાસુ ધનુબેન રાજેશભાઈ ઝાલા, સસરા રાજેશભાઈ સુરાભાઈ ઝાલા, જેઠાણી રેખાબેન મેહુલભાઈ ઝાલા, નાના જેઠ પંકજભાઈ રાજેશભાઈ ઝાલા અને ફઈજી સાસુ મીનુબેન સુરેશભાઈ ઝાલા સામે શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 16 ફેબ્રુઆરી, 2021ના રોજ લગ્ન થયા બાદ બીજા જ દિવસથી પતિ અન્ય યુવતીઓ સાથે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજથી વાતચીત કરતો હતો. આ અંગે પૂછપરછ કરતાં પતિ ઝઘડો કરી ઢીંકા-પાટુનો માર મારતો હતો. જેઠના ગરબા ક્લાસમાં પતિ પોતાની પ્રેમિકાને પણ લાવતો હોવાથી પરિણીતાએ ત્યાં જવાનું બંધ કર્યું હતું. તેનો વિરોધ કરતાં પતિએ હાથની નસ કાપવાનો પ્રયાસ કરી ગળાફાંસો ખાઈ લેવાની ધમકી આપી હતી જેઠાણી અને નાના જેઠ પતિની કાનભંભેરણી કરી ઝઘડા કરાવતા હતા, જ્યારે સાસુ-સસરા પતિને સમજાવવાને બદલે પરિણીતાને જ પિયરમાં મોકલી દેતા હતા. સાસુ દ્વારા “બાળકો થતા નથી” કહી મેણાં-ટોણાં મારવામાં આવતા હતા. છેલ્લા ચાર મહિનાથી પિયરમાં રહેતી પરિણીતાએ ગર્ભવતી હોવાની જાણ કરતાં પતિએ ફોન પર “મારે બાળક નથી જોઈતું, તું દવા લઈ લે” તેમ કહ્યું હતું. ઉપરાંત શ્રીમંતની વાત થતાં સાસુએ પરિણીતા અને ગર્ભસ્થ બાળક અંગે અપમાનજનક શબ્દો કહ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

પતિ કારખાના અને મકાન પર લીધેલી લોન પણ ન ભરતો, સાસુએ તમાચા માર્યાનો આક્ષેપ

રાજકોટના દેવપરાના વિવેકાનંદમાં માવતરે છેલ્લા એકાદ માસથી રહેતી બીમલબેન નામની પરિણીતાએ ગોંડલ રહેતા પતિ રવિન્દ્ર જેન્તીભાઈ કારેલીયા, સાસુ અરૂણાબેન અને દિયર લખન સામે ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2009માં લગ્ન થયા હતા. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ અગાઉ ફેબ્રિકેશનનું કામ કરતો હતો દોઢેક વર્ષ પહેલાં મકાન પર લોન લઈ શાપરમાં પોપ ચિપ્સનું કારખાનું શરૂ કર્યું હતું કારખાના માટે લોન પણ લીધી હતી બે મહિના પહેલા પતિએ ઝઘડો કરી મારકુટ કરી હતી. આ પછી ૧૮ દિવસ ઘરે આવ્યા ન હતા. પાછળથી તે સંતાનો સાથે કારખાનામાં કામ કરતા હતા. જે દરમિયાન ૧૪ વર્ષના પુત્ર નક્ષનો અંગુઠો મશીનમાં આવી જતાં સિવિલમાં સારવાર કરાવી હતી. હોસ્પિટલમાંથી રજા મળતાં પતિને લેવા આવવા કોલ કર્યો હતો. પરંતુ કોલ રીસીવ કર્યો ન હતો ઘરે જતાં પતિએ ઉશ્કેરાઇ મારકુટ કરી હતી. બાળકો વચ્ચે પડતાં તેમને પણ ધક્કા મારી પછાડી દીધા હતા. સિવિલમાં પુત્ર નક્ષની સારવાર માટે ગયા ત્યારે સાસુએ કોલ કરી ગોંડલ બોલાવતા ત્યાં ગયા હતા. તે વખતે દિયર ભુવાજીને તેડીને આવ્યો હતો. એટલું જ નહીં દિયરે તેને ગાળો ભાંડી આવીને છુટુ દઇ દેવાય તેમ કહ્યું હતું ભુવાજી ગયા બાદ સાસુએ ઘરમાં બોલાવી બારણું બંધ કરી કહ્યું કે, તમે મારા દીકરાને છુટુ આપશો કે હું છુદું કરાવું. એટલું જ નહીં સાસુએ હાથ મરડી તમાચા ઝીંકી દીધા હતા. પતિએ મકાન અને કારખાનાની લીધેલી લોન ભરપાઈ કરવાનું સાફ ઇન્કાર કરી દીધો હતો.

અધિકારીઓના ઇન્સ્પેક્શનમાં પર્દાફાશ : ગોંડલના ભરૂડી ટોલનાકાના મહિલા શૌચાલયમાંથી મોબાઈલ મારફત વિડીયો ઉતારવાનું કારસ્તાન ઝડપાયું

- Advertisement -

ગોંડલ નજીક આવેલ ભરૂડી ટોલનાકે મહિલા શૌચાલયમાં મોબાઈલ છુપાવી વિડીયો ઉતારવાનું કારસ્તાન ઝડપાતા ચકચાર મચી જવા પામી છે ટોલ પ્લાઝાના અધિકારીઓના નિરીક્ષણ દરમિયાન મહિલા શૌચાલયમાંથી મોબાઈલ મળી આવતા તપાસ કરતા આ મોબાઈલ સફાઈ કર્મચારીનો હોવાનું ખુલતા તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિકૃત શખ્સની ધરપકડ કરી મોબાઈલ એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. ગત તા.16 ના રોજ રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલપ્લાઝાના અધિકારીઓ દ્વારા રેગ્યુલર ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન મહિલા શૌચાલયમાંથી એક મોબાઈલ મળી આવતા કબ્જે કરી મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખવામાં આવ્યો હોય તપાસ કરતા આ મોબાઈલ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા શખ્સ દીપુ ભાદરકાનો હોવાનું ખુલ્યું હતું ટોલ પ્લાઝાના કર્મચારીઓએ વિકૃત સફાઈ કર્મચારીની પૂછપરછ કરતા તેણે જાજરૂએ આવતી મહિલાઓની ખાનગી વિડીયો ઉતારવાના ઇરાદે અહીં મોબાઈલ છુપાવ્યાની કબૂલાત આપી હતી. જેથી ટોલ કર્મચારીઓએ તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી ગોંડલ તાલુકા પોલીસની ટીમે બીએનએસની કલમ 77 હેઠળ મહિલાઓના ખાનગી ક્રિડા દરમિયાન ગુપ્ત રીતે વિડીયો ઉતારવા બદલ વિકૃત સફાઈ કામદાર સુત્રાપાડાના દીપુ દિલીપ ભાદરકાની ધરપકડ કરી હતી વિકૃત શખ્સે હાલ સુધીમાં આ પ્રકારના કેટલા વિડીયો ઉતાર્યા છે, તે વિડીયો ક્યાંય શેર કર્યા છે કે કેમ? સહીતની તપાસ અર્થે હાલ સફાઈ કામદારનો મોબાઈલ એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે. હાલ સમગ્ર ચકચારી ઘટનાની આગળની તપાસ પીએસઆઈ જી.બી. જાડેજા ચલાવી રહ્યા છે.

અહીંયાથી ઇકો લઈને નીકળવાની ના પાડી છતાં કેમ નીકળો છો કહી હુમલો

રાજકોટની રામાપીર ચોકડી પાસે રાજશક્તિ સોસાયટીમાં રહેતા અને ડ્રાયવિંગ કામ કરતા ધવલભા હરસુરભા ઠાકરીયા ઉ.34એ રૈયા રોડ કનૈયા ચોક જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતા રાજુ ગોસ્વામી, પપ્પુ ઉર્ફે વિવેકગીરી રાજુભાઈ ગોસ્વામી અને મેઘાબેન રાજુભાઈ ગોસ્વામી સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 8 તારીખે બપોરે મોદી સ્કૂલથી વિદ્યાર્થીઓને ઈકોમા બેસાડી તેમના ઘરે મુકવા જતો હતો જ્ઞાનજીવન સોસાયટી શેરી નં.૦૩ પાસે પહોચેલ ત્યારે એક વિદ્યાર્થીની બાજુની શેરીમાંથી સાઇકલ લઈને નિકળેલ અને ડ્રાઇવિંગ સાઇડની સાઇડ મીરરમાં ભટકાઇ જતા મેં મારી ઇકો ગાડી ઉભી રાખી દિધેલ. અને એ છોકરીએ મને કહેલ કે, સોરી અંકલ મારી સાઇકલને બ્રેક ન લાગી જેથી હું ભટકાઇ ગયેલ એમ કહી એ છોકરી જતી રહેલ બાદ હું મારી ઇકો ગાડી ચાલુ કરતો હતો ત્યાં શેરીમાંથી એક ભાઈ તેનુ મોપેડ લઇને આવેલ અને હું પણ નીચે ઉતર્યો હતો ત્યારે આ અજાણ્યા ભાઈ મારી ઉપર ઉશ્કેરાય ગયેલ અને જણાવેલ કે તમને સ્કુલના ઇકોવાળાને આ રસ્તેથી નિકળવાની ના નથી પાડી, આ કોઇ મોદી સ્કુલનો રોડ નથી ? જેથી મેં કહેલ કે હું છેલ્લા દસ બાર વર્ષથી અહિયાથી ચાલુ છું તો આ ભાઈ ગાળાગાળી કરી મને ઝાપટો મારવા લાગેલ અને આ ભાઇએ જણાવેલ કે મારુ નામ રાજુભાઇ ગોસ્વામી છે અને હવે પછી મારી શેરીમાથી ઇકો ગાડી લઇને નિકળતો નહી તેમ કહેલ ત્યારે બિજા એક લાંબા વાળવાળા અજાણ્યા ભાઈ આવેલ અને મને કહેવા લાગેલ કે અગાઉ મારા પપ્પાએ તમને અહીંથી ઇકો લઈને નિકળવુ નહી તેમ કહેલ છે તેમ છતા શું કામ અહીંથી નિકળો છો અને શુ મારા પપ્પા સાથે માથાકુટ કરશ એમ કહીને મને ગાળો આપી ઢીક્કા પાટુનો માર માર્યો હતો બાદ મારા મોટા ભાઇ ચીરાગભાઇ સ્કુલવાન લઈને નિકળતા અમને જોઇ ત્યા ઉભા રહી ગયેલ અને મને છોડાવવા આવતા અન્ય એક બહેન ત્યા આવી ગયેલ અને આ અજાણ્યા બહેને મારા ભાઈ ચીરાગભાઇને જણાવેલ કે મારા પપ્પા તથા ભાઈ સાથે કેમ લપ કરશ એમ કહીને આ રાજુભાઇની દિકરી મારા ભાઈને ઝાપટો મારવા લાગેલ અને આ રાજુભાઇ કહેવા લાગેલ કે અહીંથી બિજી વાર ઇકો ગાડી લઇને નિકળતો નહી નહીતર તારા ટાંટીયા ભાંગી નાખીશું તેમ મને કહેલ અને અમારી ઇકો ગાડીમાં સ્કુલના બાળકો બેઠા હોય અને જો મોટો ઝધડો થાય તો મારી ઇકો ગાડીની બદનામી થાય અને વાલીઓને ખબર પડે તો અમને સ્કુલવાનના છોકરાઓ મળતા બંધ થઇ જાય અને અમારો ધંધો પણ ભાંગી પડે તેમ હોવાથી ત્યાંથી નીકળી ગયા હતા અને બાદમાં સારવાર લઇ ફરિયાદ નોંધાવી હતી.

બેડલા ગામે આડા સંબંધની જાણ થતા પતિએ પત્નીના પ્રેમીનું વાહન સળગાવ્યું

રાજકોટ તાલુકાના બેડલાં ગામે રહેતા દયાબેન વિશાલભાઈ સોરાણી ઉ.30એ આ જ ગામના વિશાલ વિનુભાઈ મકવાણા સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 13 તારીખે સવારે હુ વાડીએ કામ કરતી હતી ત્યારે મારા જેઠ અનીલભાઈ તથા જેઠાણી વસનબેન બંને મારી પાસે આવેલ અને મારા જેઠ અનિલભાઈએ મને કહ્યું કે મને કિશનનો ફોન આવેલ અને કહ્યું કે વિશાલભાઈ અને વિશાલ મકવાણા બંને બારવણ ચોકડી તરફ જતા હજામના ઢોરે બોલાચાલી કરી ઝગડો કરતા વિશાલભાઈ ત્યાથી ભાગીને જતો રહેલ છે અને બાદમા વિશાલ મકવાણાએ વિશાલભાઈનુ એક્સેસ સ્કુટી પેટ્રોલ નાખીને સળગાવી નાખેલ છે તેમ મારા જેઠએ મને વાત કરતા અમો બધા ઉપરોકત જગ્યાએ ગયેલ અને ત્યા જઈને જોયુ તો મારા પતિનુ એક્સેસ સળગી ગયેલ હાલતમા પડેલ હતુ અને બાદમા બીજા દિવસે મારા સાસુ લાભુબેન ગામમા ચાલીને જતા હતા ત્યારે આ વિશાલ મકવાણાએ મારા સાસુને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપીને જતો રહ્યો હતો અને બાદમા મને તથા મારા ઘરના સભ્યોને વાતોવાતથી જાણવા મળેલ કે મારા પતિ વિશાલને અમારા ગામમા રહેતા વિશાલ મકવાણાની પત્નીની સાથે પ્રેમ સંબંધ હોય અને આ વાતની વિશાલ મકવાણાને ખબર પડી જતા વિશાલ મકવાણાએ મારા પતિ સાથે ઝગડો કરી મારા પતિનુ સ્કુટી સળગાવી નાખેલ છે અને આ ઝગડા બાદ મારા પતિ મારની બીકે અમારૂ ગામ મુકીને કયાંક જતા રહેલ છે અને ક્યા ગ્યા છે તેની મને કાઈ ખબર નથી પરંતુ મારા દિયર કિશનભાઈને ખબર છે અને મારા પતિ ગામમા હમણા થોડાક દિવસ નહિ આવે તેવી મારા દિયર કિશનભાઈએ મને તથા ઘરના સભ્યોને જાણ કરી હોય અંતે ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં જુગારના બે દરોડામાં નવ ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ના પીએસઆઈ એસ વી ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ જયંતીભાઈ ગોહિલ, હરપાલસિંહ જાડેજા સહિતની ટીમને મળેલી બાતમી આધારે જામનગર રોડ ઉપર આવેલ પરસાણાનગરમાં દરોડો પાડી જુગાર રમતા બિપિન રમેશભાઈ પરમાર, વિપુલ રાજુભાઈ મેરાણ અને પ્રજ્ઞેશ અનિલભાઈ જેઠવાની ધરપકડ કરી રોકડા 34,500 અને 3 મોબાઈલ સહીત 55,500નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે બી ડિવિઝન પીઆઇ ચૌહાણની રાહબરીમાં દિલીપભાઈ ખામ્ભરા સહિતની ટીમે બાતમી આધારે લાલપરી પાસે દરોડો પાડી જુગાર રમતા અબ્બાસ ઇસ્માઇલભાઈ રાઉમા, ધીરુ ગાંડુભાઇ તલસાણીયા, મનસુખ તુલસીભાઇ બાવરીયા, નીતિન અમરશીભાઇ સાલાણી, ગૌરીબેન સવજીભાઈ લગવાડીયા અને વિજયાબેન ગોરધનભાઈ સેલાણીયાની ધરપકડ કરી 10,490 રોકડા કબ્જે કર્યા છે.

બાંધકામ સાઈટ પરથી 39 હજારના કેબલની ચોરી

રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલ શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા દિવ્યાંગભાઇ લલિતભાઈ ચોટલીયાએ 38,530ના કેબલની ચોરી અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ધારેશ્વર મંદિર પાછળ આવેલ ભક્તિનગર સોસાયટીમાં નવા બંગલાનું બાંધકામ ચાલતું હોય તે સાઈટ ઉપરથી ગત 14 તારીખે સવારે સ્ટોર રૂમમાં રાખેલ જુદી જુદી સાઈઝના કેબલના 13 બંડલ જેની કિંમત 38,530 થતી હોય તે અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ફાયરિંગ વિથ મર્ડર કેસમાં બે હથિયારો આપનાર આરોપીની ધરપકડ

રાજકોટ પોલીસમાં જમાદાર તરીકે નોકરી કરતાં ગોપાલસિંહ જાડેજાના નાના મવામાં રહેતા કૌટુંબિક કૃષ્ણસિંહ જાડેજાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં પકડાયેલા સુત્રધાર રણજીત વાળાને હથિયારો આપનાર વિરમગામના શિવરાજ નાજભાઇ ધાંધલની ક્રાઈમ બ્રાંચે ગેરકાયદે દેશી બનાવટની પિસ્ટલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે તે વખતે રણજીતે હત્યામાં ઉપયોગમાં લીધેલા અને બીજા એક મળી કુલ બે હથિયારો ક્રાઇમ બ્રાંચે કબજે કર્યા હતા. આ બંને હથિયારો કોણે આપ્યા તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડા, પીઆઇ એમ એલ ડામોર અને ટીમે તપાસ કરતાં વિરમગામના શિવરાજનું નામ ખુલ્યું હતું. જેથી તેની પણ ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક પૂછતાછમાં આરોપી શિવરાજને ખેતી ઉપરાંત તબેલો હોવાનું જાણવા મળ્યું છે. તેના ઘર અને બીજા સ્થળે વધુ | હથિયારો છે કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ધરપકડનો આંક હવે ચાર ઉપર પહોંચ્યો છે. આરોપી શિવરાજે બંને હથિયારો ક્યાંથી મેળવ્યા તે અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવતા તેના વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હથિયાર અંગે ગુનો નોંધવામાં આવ્યો છે પકડાયેલા શિવરાજ સામે અગાઉ મારામારી, ફરજમાં રુકાવટ, દારૂ સહિતના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

શાપર નજીક રોડ રોલરે બાઇકને હડફેટે લેતાં બે યુવાનોના કરુણ મોત

રાજકોટના શાપર નજીક આજે બપોરે રોડ રોલરે બાઈકને હડફેટે લેતાં તેની ઉપર સવાર કોટડાસાંગાણી તાલુકાના આણંદપર (નવાગામ)ના બે આશાસ્પદ યુવાનોના મોત નિપજતાં તેમના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદપર (નવાગામ)માં રહેતો બળદેવ ખોડાભાઈ સેજાણી (ઉ.વ.૧૮) અને તેનો મિત્ર જતીન છગનભાઈ સરવૈયા (ઉ.વ.૧૭) શાપરમાં કોમ્પ્યુટર ક્લાસમાં અભ્યાસ કરતાં હતા. જેનો સમય સવારે ૯થી બપોરે ૧૨ વાગ્યા સુધીનો હતો. આજે બપોરે બંને ક્લાસમાંથી છુટી બાઇક પર ઘરે જતાં હતા ત્યારે શાપરના મસ્કત ફાટકથી આગળ ગુંદાસરા રોડ પર રોડ રોલરે તેમના બાઈકને હડફેટે લેતાં બંનેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેને કારણે બંનેના મોત નીપજ્યા હતા. બંનેને બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા આ અકસ્માતની જાણ થતાં શાપર પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો. મોડી સાંજે પોલીસે મૃતક બળદેવના પિતા ખોડાભાઈ (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી રોડ રોલરના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃતક બળદેવ બે ભાઈ, બે બહેનમાં બીજા નંબરનો હતો. તેના પિતા ખેત મજૂરી કરે છે. બીજો મૃતક જતીન બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો.

રાજકોટમાં વધુ એક પરણિત વિધર્મીએ સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

રાજકોટમાં રહેતી ૧૯ વર્ષની યુવતીએ જામનગરના વિધર્મી શખસ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં અગાઉ તે સગીર વયની હતી તે દરમ્યાન વિધર્મી શખસે તેની ઓળખ છુપાવી પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી તેની પત્ની સાથે છુટાછેડા લઈ લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યાનું જણાવતા ગાંધીગ્રામ પોલીસે જામનગરના શખસ સામે પોક્સો સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં રહેતી ૧૯ વર્ષની યુવતીએ જામનગરમાં આવેલા ગુલુબનગરમાં રહેતો શાહરૂખ બશીરભાઈ જામ સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પાંચેક વર્ષ પહેલા શાહરૂખે તેની ઓળખ છુપાવી પરિચય કેળવ્યો હતો. અને પેમજાળમાં ફસાવી હતી. બાદમાં તે પરણિત હોવાની જાણ થતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ શાહરૂખે તેની પત્ની સાથે છુટાછેડા કરી તેની સાથે લગ્ન કરી લેવાની વાત કરી હતી અને તે દરમ્યાન જામનગરમાં તેને ઘેર તેમજ અલગ અલગ હોટલોમાં લઈ જઈ અવાર નવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યો હોવાનું તે દરમ્યાન તેને ગર્ભરહી જતા લગ્નની વાત કરી હતી પરંતુ શાહરૂખે લગ્ન કરવાનો ઈન્કાર કરી તેની સાથે સંબંધો છોડીને તેની પત્ની સાથે ચાલ્યા ગયાનું જણાવતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ પી ગઢવી સહિતના સ્ટાફે શાહરૂખ સામે પોક્સો સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સરધાર પાસે ડીસીબીને જોઈ 1008 ચપલા દારૂ ભરેલી ઠાર રેઢી મૂકી બેલડી છું

રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ડીસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે સરધાર પાસે વોચ ગોઠવી હતી દરમિયાન નીકળેલી થાર અટકાવવા પ્રયાસ કરતા થાર ચાલકે થાર ભગાડી હતી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક સહીત બે શખ્સો થાર રેઢી મૂકી નાસી જતા પોલીસે કાર કબ્જે કરી જડતી લેતા તેમાંથી 1,66,320 રૂપિયાની કિંમતના દારૂના 1008 ચપલા મળી આવતા ગુનો નોંધી 11.66 લાખનો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂનું દુષણ ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બસીયાની સૂચના અન્વયે પીઆઇ એ એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા અને ધારાભાઈ વાનરીયા સહિતને મળેલી બાતમી આધારે સરધાર પાયે વોક ગોઠવી હતી દરમિયાન સરધાર તરફથી રાજકોટ તરફ આવતી બાતમીવાળી જી જે 03 પી જે 9423 નંબરની થાર પસાર થતા તેને અટકાવવા ઈશારો કરતા ચાલકે કાર ભગાડી મૂકી હતી જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કાળીપાટના પાટિયા પાસેથી યુ ટર્ન મારી સરધાર તરફ જતા રસ્તા ઉપર વહેલી સવારે કાર રેઢી મૂકી ડ્રાયવર અને તેની સાથેનો શખ્સ નાસી છૂટ્યા હતા પોલીસે જડતી લેતા તેમાંથી દારૂના 1008 ચપલા મળી આવતા પોલીસે 1,66,320 રૂપિયાનો દારૂ અને 10 લાખની કાર સહીત 11,66,320 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી નંબર આધારે નાસી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

હિસ્ટ્રીશીટર ટકો પાસા તળે ભુજ જેલમાં ધકેલાયો

રાજકોટમાં વારંવાર ગુનાઓ આચરતા શખ્સો ઉપર પોલીસ કમિશનર પાસાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે દરમિયાન કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ એન જાનીએ નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા અજય ઉર્ફે સંજય ઉર્ફે ટકો વાઘજીભાઈ રોજાસરા કે જેની સામે મારામારી, ફરજમાં રુકાવટ સહિતના ગુનાઓ નોંધાયા હોય તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજૂરીની મહોર મારી દેતા કુવાડવા પોલીસ મથકના સ્ટાફે સંજય ઉર્ફે ટકાની ધરપકડ કરી પાસા તળે ભુજ જેલમાં ધકેલી દીધો છે.

શિવશક્તિ સોસાયટીમાં જુગાર રમતા સાતને ડીસીબીએ ઝડપી લીધા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ એ એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ એમ રાણાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારીયા, તુલસીભાઇ ચુડાસમા અને સંજયભાઈ ખાખરીયાને મળેલી બાતમી આધારે યુનિવર્સીટી રોડ ઉપર શિવશક્તિ સોસાયટીમાં રહેણાંક માંકાણાં દરોડો પાડી જુગાર રમતા મિલન અરવિંદભાઈ ચોથાણી, કૌશિક મનસુખભાઇ ગલાણી, મિતુલ સુરેશભાઈ ગિનોયા, રાહુલ પરષોત્તમભાઇ તાળા, સુભાષ મોહનભાઇ ગઢીયા, ધ્રુપેસ ભીખાભાઇ ગાજીપરા અને સાગર જયંતીભાઈ સવાણીની ધરપકડ કરી રોકડા 56,500 કબ્જે કર્યા હતા.

મોબાઈલ સહીત 46 હજારની ચોરી કરનાર સગીર સહીત બે ઝડપાયા

રાજકોટમાં ચોરીના નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ગાંધીગ્રામ પીઆઇ એચ પી ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ વી ગોહિલ, એએસઆઈ ચેતનસિંહ ગોહિલની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના શબીરભાઈ મલેક, રવિભાઈ ગઢવી અને રોહિતભાઈ ગઢવીને બાતમી મળી હતી કે ગાંધીગ્રામમાં સમર્પણ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે આવેલ ઈશ્વર મોબાઈલ નામની દુકાનનો કાચનો દરવાજો તોડી મોબાઇ, એડેપ્ટર અને ડેટા કેબલ સહીત 45,500ની મતાની ચોરી કરનાર બેલડી છોટુનગર મેઈન રોડ ઉપર આવી છે આ બાતમી આધારે સ્ટાફે વોચ ગોઠવી બે શખ્સોને સકંજામાં લઇ નામઠામ પૂછતાં મૂળ પાટણનો હાલ માધાપર ચોકડી પાસે પુલ નીચે રહેતો અનિલ રામાભાઈ રાઠોડ અને સાથે રહેલો શખ્સ સગીર હોવાનું જણાવતા પોલીસે બંનેની ધરપકડ કરી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

You Might Also Like

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

રાજકોટમાં 76 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી, હત્યા નિપજાવનાર 33 વર્ષીય રેપિસ્ટ કિલર રમેશની ધરપકડ

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ

કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવતા છ સ્થળે દરોડો : દૂધનો નાશ કરાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
Next Article સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટમાં 76 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી, હત્યા નિપજાવનાર 33 વર્ષીય રેપિસ્ટ કિલર રમેશની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?